Morbiમાં ભારે વરસાદની આગાહી, NDRF, HDF અને આર્મીની ટીમ સ્ટેન્ડબાય
NDRF, HDF અને આર્મી બચાવ કામગીરીમાં જોડાશેમોરબીના વીસી ફાટક પાસેની શાળામાં ટીમોને સ્ટેન્ડબાય રખાઈ કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા કવાયત સમગ્ર રાજ્ય સહિત મોરબીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે તંત્રએ પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લીધી છે અને તેને લઈને જ મોરબીમાં NDRF, HDF, અને આર્મીની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મોરબીની એક સ્કુલમાં આ તમામ ટીમોને સ્ટેન્ડબાય રાખામાં આવી NDRFની ટીમ, HDFની ટીમ અને આર્મીની ટીમ બચાવની કામગીરીમાં જોડાશે, ત્યારે હાલમાં મોરબીમાં આર્મીની ટીમનું આગમન થઈ ચૂક્યુ છે અને સમગ્ર જિલ્લામાં વરસાદને લઈ કોઈ પણ સ્થિતિ સર્જાય તો પહોંચી વળવા માટે આર્મીની ટીમ પહોંચી ચૂકી છે અને મોરબીના વીસી ફાટક પાસે આવેલી સ્કૂલ ખાતે આ તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજકોટમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઈ આજે ભારે વરસાદને પગલે રાજકોટના રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જેમાં આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા હતા અને રામનાથપરામાં આવેલુ મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ હતું અને આ સાથે જ અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. અનેક લોકોને JCBથી મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના રાહત કમિશ્નર આલોક પાંડેએ વરસાદને લઈ આપી માહિતી રાજ્યમાં વરસાદની તમામ સ્થિતિને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ જાણકારી આપી છે. રાહત કમિશ્નરે વધુ જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં 3 દિવસમાં 300થી વધુ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે. ત્યારે વરસાદના કારણે 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે અને આ સિઝન દરમિયાન 112 લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની 5 કોલમ કાર્યરત કરવામાં આવી છે, આ સાથે NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- NDRF, HDF અને આર્મી બચાવ કામગીરીમાં જોડાશે
- મોરબીના વીસી ફાટક પાસેની શાળામાં ટીમોને સ્ટેન્ડબાય રખાઈ
- કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા કવાયત
સમગ્ર રાજ્ય સહિત મોરબીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે તંત્રએ પણ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લીધી છે અને તેને લઈને જ મોરબીમાં NDRF, HDF, અને આર્મીની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
મોરબીની એક સ્કુલમાં આ તમામ ટીમોને સ્ટેન્ડબાય રાખામાં આવી
NDRFની ટીમ, HDFની ટીમ અને આર્મીની ટીમ બચાવની કામગીરીમાં જોડાશે, ત્યારે હાલમાં મોરબીમાં આર્મીની ટીમનું આગમન થઈ ચૂક્યુ છે અને સમગ્ર જિલ્લામાં વરસાદને લઈ કોઈ પણ સ્થિતિ સર્જાય તો પહોંચી વળવા માટે આર્મીની ટીમ પહોંચી ચૂકી છે અને મોરબીના વીસી ફાટક પાસે આવેલી સ્કૂલ ખાતે આ તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રાજકોટમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઈ
આજે ભારે વરસાદને પગલે રાજકોટના રામનાથપરામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જેમાં આજી નદીના પાણી રામનાથપરા વિસ્તારમાં ફરી વળ્યા હતા અને રામનાથપરામાં આવેલુ મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ હતું અને આ સાથે જ અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. અનેક લોકોને JCBથી મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
રાજ્યના રાહત કમિશ્નર આલોક પાંડેએ વરસાદને લઈ આપી માહિતી
રાજ્યમાં વરસાદની તમામ સ્થિતિને લઈને રાહત કમિશ્નર આલોક પાંડેએ જાણકારી આપી છે. રાહત કમિશ્નરે વધુ જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં 3 દિવસમાં 300થી વધુ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે. ત્યારે વરસાદના કારણે 3 દિવસમાં 15 લોકોના મોત થયા છે અને આ સિઝન દરમિયાન 112 લોકોના મોત થયા છે. રાજ્યમાં વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આર્મીની 5 કોલમ કાર્યરત કરવામાં આવી છે, આ સાથે NDRFની 14 અને SDRFની 22 પ્લાટૂન કાર્યરત કરવામાં આવી છે.