Indian Railway: ભારે વરસાદને પગલે રેલ વ્યવહાર પ્રભાવિત, જાણો કેટલી ટ્રેનોને અસર

ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયુંરોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે રોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ટ્રેન નંબર 19028 જમ્મુતાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગમોર એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. સોમવારે ભારે વરસાદની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી હતી. અહીં સવારના 3 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં છેલ્લા 12 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં 7 ફૂટ સુધી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ગુજરાતનો સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાનો છે. જેના કારણે સોમવારે સવારે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ સહિત 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Indian Railway: ભારે વરસાદને પગલે રેલ વ્યવહાર પ્રભાવિત, જાણો કેટલી ટ્રેનોને અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું
  • રોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો
  • વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર

ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે રોડ ટ્રાન્સપોર્ટ ઉપરાંત રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે, જેના કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  2. ટ્રેન નંબર 22473 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  3. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી – દાદર એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  4. ટ્રેન નંબર 19028 જમ્મુતાવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  5. ટ્રેન નંબર 22497 શ્રી ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  6. ટ્રેન નંબર 22664 જોધપુર-ચેન્નાઈ એગમોર એક્સપ્રેસ ચંદેરિયા-રતલામ-ગોધરા-વડોદરા-સુરત થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. સોમવારે ભારે વરસાદની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી હતી. અહીં સવારના 3 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં છેલ્લા 12 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં 7 ફૂટ સુધી પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ગુજરાતનો સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાનો છે. જેના કારણે સોમવારે સવારે ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, વલસાડ સહિત 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.