Mandal: વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટ
માંડલ તાલુકાના રખીયાણા ગામે મોટાવાસ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતાં નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ(ઉ.વ. આશરે 75 વર્ષ) જેઓના સોનાના દાગીનાની લુંટ કરી વૃદ્ધાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.તા.12 મીએ બપોરના આશરે 12.30થી 3 વાગ્યા સુધીના બપોરના સુમારે આ ઘટના બની હોવાની જાણ સાંજે માંડલ પોલીસને થતાં સ્થાનિક જિલ્લા પોલીસની જુદી જુદી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ડીવાયએસપી સહિતની ઉચ્ચ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક તપાસ બાદ ડોગ સ્ક્વૉર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને મોડીરાત સુધી ઉંડાણપૂર્વક તપાસ કરાઈ, વૃદ્ધાની લાશને પીએમ અર્થે મોકલી આપી માંડલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી. માંડલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે ફરિયાદી પાર્થભાઈ નરેન્દ્રભાઈ પટેલ(ઉ.વ. 28 વર્ષ, રહે.અમદાવાદ)નાઓએ પોલીસ મથકે લખાવેલ હકીકત એવી છે કે, મૃતક વૃદ્ધા જેઓ તેમની દાદી થાય છે અને પોતાના દાદા-દાદી નિઃસંતાન હોવાથી પોતાને ખોળે લીધેલ હતો અને મૃતક નર્મદાબેન જેઓ ફરિયાદી પાર્થભાઈના અમદાવાદવાળા ઘરે રહેતાં અને તેઓ ક્યારેક રખીયાણાવાળા મકાનમાં પણ રહેવા આવતા હતા. ફરિયાદમાં જણાવેલ વિગત અનુસાર ફરિયાદી પાર્થભાઈએ દોઢ બે માસ પહેલાં જ નવરાત્રી-દિવાળીનો તહેવારને લઈ પોતાના દાદી નર્મદાબાને સ્વીફ્ટ ગાડીમાં રખીયાણા મુકી ગયેલ હતો જેથી મૃતક વૃદ્ધા જેઓ રખીયાણા ગામે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકાનની અંદર એકલા રહેતા હતા. ગત તા.12 ના રોજ બપોરના 12.30થી 3 વાગ્યા સુધીના સુમારે તેઓ જે ઘરમાં રહેતાં એમાં કોઈ શખ્સ દ્વારા સોનાના દાગીનાની લુંટ કરી નર્મદાબેનને કાનના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ પહોંચાડી અને અન્ય કારણોસર મૃત્યુ નિપજાવી આરોપી ફરાર થઈ ગયેલ હોવાની જાણ સૌપ્રથમ તેમના કુંટુંબી દશરથભાઈને કરવામાં આવી હતી. ત્યારબાદ દશરથભાઈએ ફરિયાદી પાર્થને સમગ્ર ઘટનાની જાણ ટેલિફોનીક રીતે કરેલ હતી અને ત્યારબાદ ફરિયાદી કોઈ કારણોસર ધોલેરા હતા. તેઓ ત્યાંથી રખીયાણા આવવા નીકળેલાં અને સંબંધીઓ પણ વારાફરતી જાણ કરાઈ હતી. મોટાવાસ વિસ્તારમાં મૃતક વૃદ્ધાના મહિલાના ઘર આસપાસ લોકો પણ ઉમટી પડયા હતા. આ ઘટનાની સમગ્ર જાણ માંડલ પોલીસને પણ કરાઈ હતી. જેથી માંડલ પોલીસ મથકના પીએસઆઈ વી. એલ. પટેલ સ્ટાફની ટીમ લઈને રખીયાણા દોડી ગયા હતા અને ત્યાં હાજર લોકોના નિવેદન લેવા સહિતની કામગીરી હાથ ધરી હતી અને હત્યા કરી લૂંટ કરાયાનો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું. માંડલ પોલીસને હત્યા થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડતા પોલીસની ટીમે ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી. જેથી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો, સ્થાનિક પોલીસ, એલ.સી.બી સહિતની શાખા દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવને લઈ ડોગ સ્ક્વૉર્ડ, એફએસએલની પણ મદદ લેવામાં આવેલી હતી અને મોડીરાત સુધી તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો. ડોગે આપેલાં સંકેતોને લઈ એ દિશામાં વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હતી. મોડી રાત્રે વૃદ્ધાનાં મૃતદેહને સૌપ્રથમ માંડલના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંથી અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. આમ ઉચ્ચ પોલીસની ટીમ, સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ મળીને લૂંટારાની શોધખોળ કરવા તરફ ચક્રોગતિમાન કર્યા હતાં. સોનાની બુટ્ટી લૂંટવા કાનની બુટ કાપી નાંખી મૃતક નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ જેઓની હત્યા પછી પોલીસે સૌપ્રથમ તપાસમાં તેમની લાશને જોતાં બંને કાનની બુટ કોઈ તિક્ષ્ણ હથિયાર વડે કાપેલ હોઈ જણાઈ આવ્યું હતું. એથી બંને કાન ઉપર લોહી નીકળતું હોવાથી ગંભીર ઈજાઓ પહોંચી અને બંને કાનમાંથી સોનાની બુટ્ટી નંગ-2 (અડધા તોલાની) જેની કિંમત આશરે 25,000 રૂપિયા તથા ગળામાં પહેરવાની સોનાની કંઠી આશરે દોઢેક તોલાની જેની કિંમત આશરે 30 હજાર, બંને હાથની સોનાની બંગડી જેની કિંમત 45 હજાર, હાથમાં રહેલ બે વીંટીઓ જેની કિંમત 20 હજાર રૂપિયા મળીને કુલ 1.20 લાખની મત્તાની લૂંટ કરી આરોપીએ વૃદ્ધાની હત્યા કરી નાંખ્યાની સામે આવતા તાલુકા ગ્રામ્યમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. પરિવારજનોએ શું કહ્યું ? રખીયાણા ગામે રહી ખેતી કરતાં મૃતકના વૃદ્ધાના ભત્રીજા દશરથભાઈ પટેલ જેમને કહ્યું કે, અમારા કાકી નર્મદાબા જેઓ અમદાવાદ પણ રહેતા અને ક્યારેક અહીં પણ રહેવા આવતા. છેલ્લે નવરાત્રિએ તેઓ અહીં આવેલા. જે બનાવ બન્યો તેની જાણ પોતાને સૌપ્રથમ થઈ તેમને આવીને જોયું તો મૃતક લોહીલુહાણ હાલતમાં હોવાની સાથે શરીર ઉપરના સોનાના ઘરેણાંની પણ લૂંટ થઈ હોવાનો બનાવ બન્યો હોવાનું લાગતા તેમણે તુરત જ માંડલ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી મોડી રાત્રે લાશનું પીએમ કરાવવા અમદાવાદ લઈ ગયેલ અને લાશ પરિવારજનોને સોંપી હતી. બનાવની પોલીસે વધુ તપાસ આદરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માંડલ તાલુકાના રખીયાણા ગામે મોટાવાસ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતાં નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ(ઉ.વ. આશરે 75 વર્ષ) જેઓના સોનાના દાગીનાની લુંટ કરી વૃદ્ધાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
તા.12 મીએ બપોરના આશરે 12.30થી 3 વાગ્યા સુધીના બપોરના સુમારે આ ઘટના બની હોવાની જાણ સાંજે માંડલ પોલીસને થતાં સ્થાનિક જિલ્લા પોલીસની જુદી જુદી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ડીવાયએસપી સહિતની ઉચ્ચ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. ત્યારબાદ પ્રાથમિક તપાસ બાદ ડોગ સ્ક્વૉર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને મોડીરાત સુધી ઉંડાણપૂર્વક તપાસ કરાઈ, વૃદ્ધાની લાશને પીએમ અર્થે મોકલી આપી માંડલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી.
માંડલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે ફરિયાદી પાર્થભાઈ નરેન્દ્રભાઈ પટેલ(ઉ.વ. 28 વર્ષ, રહે.અમદાવાદ)નાઓએ પોલીસ મથકે લખાવેલ હકીકત એવી છે કે, મૃતક વૃદ્ધા જેઓ તેમની દાદી થાય છે અને પોતાના દાદા-દાદી નિઃસંતાન હોવાથી પોતાને ખોળે લીધેલ હતો અને મૃતક નર્મદાબેન જેઓ ફરિયાદી પાર્થભાઈના અમદાવાદવાળા ઘરે રહેતાં અને તેઓ ક્યારેક રખીયાણાવાળા મકાનમાં પણ રહેવા આવતા હતા. ફરિયાદમાં જણાવેલ વિગત અનુસાર ફરિયાદી પાર્થભાઈએ દોઢ બે માસ પહેલાં જ નવરાત્રી-દિવાળીનો તહેવારને લઈ પોતાના દાદી નર્મદાબાને સ્વીફ્ટ ગાડીમાં રખીયાણા મુકી ગયેલ હતો જેથી મૃતક વૃદ્ધા જેઓ રખીયાણા ગામે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકાનની અંદર એકલા રહેતા હતા. ગત તા.12 ના રોજ બપોરના 12.30થી 3 વાગ્યા સુધીના સુમારે તેઓ જે ઘરમાં રહેતાં એમાં કોઈ શખ્સ દ્વારા સોનાના દાગીનાની લુંટ કરી નર્મદાબેનને કાનના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ પહોંચાડી અને અન્ય કારણોસર મૃત્યુ નિપજાવી આરોપી ફરાર થઈ ગયેલ હોવાની જાણ સૌપ્રથમ તેમના કુંટુંબી દશરથભાઈને કરવામાં આવી હતી. ત્યારબાદ દશરથભાઈએ ફરિયાદી પાર્થને સમગ્ર ઘટનાની જાણ ટેલિફોનીક રીતે કરેલ હતી અને ત્યારબાદ ફરિયાદી કોઈ કારણોસર ધોલેરા હતા. તેઓ ત્યાંથી રખીયાણા આવવા નીકળેલાં અને સંબંધીઓ પણ વારાફરતી જાણ કરાઈ હતી. મોટાવાસ વિસ્તારમાં મૃતક વૃદ્ધાના મહિલાના ઘર આસપાસ લોકો પણ ઉમટી પડયા હતા. આ ઘટનાની સમગ્ર જાણ માંડલ પોલીસને પણ કરાઈ હતી. જેથી માંડલ પોલીસ મથકના પીએસઆઈ વી. એલ. પટેલ સ્ટાફની ટીમ લઈને રખીયાણા દોડી ગયા હતા અને ત્યાં હાજર લોકોના નિવેદન લેવા સહિતની કામગીરી હાથ ધરી હતી અને હત્યા કરી લૂંટ કરાયાનો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું.
માંડલ પોલીસને હત્યા થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડતા પોલીસની ટીમે ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી. જેથી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો, સ્થાનિક પોલીસ, એલ.સી.બી સહિતની શાખા દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવને લઈ ડોગ સ્ક્વૉર્ડ, એફએસએલની પણ મદદ લેવામાં આવેલી હતી અને મોડીરાત સુધી તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો. ડોગે આપેલાં સંકેતોને લઈ એ દિશામાં વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હતી. મોડી રાત્રે વૃદ્ધાનાં મૃતદેહને સૌપ્રથમ માંડલના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંથી અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. આમ ઉચ્ચ પોલીસની ટીમ, સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ મળીને લૂંટારાની શોધખોળ કરવા તરફ ચક્રોગતિમાન કર્યા હતાં.
સોનાની બુટ્ટી લૂંટવા કાનની બુટ કાપી નાંખી
મૃતક નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ જેઓની હત્યા પછી પોલીસે સૌપ્રથમ તપાસમાં તેમની લાશને જોતાં બંને કાનની બુટ કોઈ તિક્ષ્ણ હથિયાર વડે કાપેલ હોઈ જણાઈ આવ્યું હતું. એથી બંને કાન ઉપર લોહી નીકળતું હોવાથી ગંભીર ઈજાઓ પહોંચી અને બંને કાનમાંથી સોનાની બુટ્ટી નંગ-2 (અડધા તોલાની) જેની કિંમત આશરે 25,000 રૂપિયા તથા ગળામાં પહેરવાની સોનાની કંઠી આશરે દોઢેક તોલાની જેની કિંમત આશરે 30 હજાર, બંને હાથની સોનાની બંગડી જેની કિંમત 45 હજાર, હાથમાં રહેલ બે વીંટીઓ જેની કિંમત 20 હજાર રૂપિયા મળીને કુલ 1.20 લાખની મત્તાની લૂંટ કરી આરોપીએ વૃદ્ધાની હત્યા કરી નાંખ્યાની સામે આવતા તાલુકા ગ્રામ્યમાં ફફડાટની લાગણી પ્રસરી હતી.
પરિવારજનોએ શું કહ્યું ?
રખીયાણા ગામે રહી ખેતી કરતાં મૃતકના વૃદ્ધાના ભત્રીજા દશરથભાઈ પટેલ જેમને કહ્યું કે, અમારા કાકી નર્મદાબા જેઓ અમદાવાદ પણ રહેતા અને ક્યારેક અહીં પણ રહેવા આવતા. છેલ્લે નવરાત્રિએ તેઓ અહીં આવેલા. જે બનાવ બન્યો તેની જાણ પોતાને સૌપ્રથમ થઈ તેમને આવીને જોયું તો મૃતક લોહીલુહાણ હાલતમાં હોવાની સાથે શરીર ઉપરના સોનાના ઘરેણાંની પણ લૂંટ થઈ હોવાનો બનાવ બન્યો હોવાનું લાગતા તેમણે તુરત જ માંડલ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી મોડી રાત્રે લાશનું પીએમ કરાવવા અમદાવાદ લઈ ગયેલ અને લાશ પરિવારજનોને સોંપી હતી. બનાવની પોલીસે વધુ તપાસ આદરી છે.