Chhotaudepurમાં પિતાએ પુત્રને રૂપિયા ના આપતા પુત્રએ કરી હત્યા
પુત્રએ પિતાની હત્યા કરતા મચ્યો હાહાકાર પિતાએ રૂપિયા વાપરવા ના આપતા પુત્ર બન્યો જનુની કોદાળીના ઘા મારી પિતાની કરી હત્યા છોટાઉદેપુર જિલ્લામાં લોહીના સંબંધ લજવાય એવી ઘટના સામે આવી છે.પુત્રએ એ જ પિતાનું ઢીમ ઢાળી દીધું.કોદાળીના ત્રણ-ચાર ઘા મારીને પુત્રએ પિતાની હત્યા કરી છે.તું મને રૂપિયા વાપરવા કેમ નથી આપતો,તેમ કહી પુત્રએ પિતાની ઘરમા જ હત્યા કરી નાખતા હાહાકાર મચ્યો હતો. પુત્રએ કરી હત્યા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના નવાપુરા વિસ્તારમાં પુત્રે જ પિતાની કરપીણ હત્યા કરી હતી. બનાવની જાણ થતાં સંખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી આરોપી પુત્રની અટકાયત કરી હતી.તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી? આજે તને જીવતો નહીં છોડું તેમ કહી એકદમ ઉશ્કેરાઇ તેના હાથમાંની કોદાળી વડે પિતા પ્રવીણભાઇને કપાળના ભાગે તથા માથાના પાછળના ભાગે ઉપરા છાપરી ત્રણ ચાર ફટકા મારી જીવલેણ ઇજા પહોંચાડી પુત્રએ હત્યા કરી. કોદાળીના ઘા વાગતા પિતા જમીન પર ઢળી પડયા સંખેડા ખાતે નવી નગરી નવાપુરા વિસ્તારમાં સવારના આશરે નવેક વાગ્યાના સુમારે પુત્ર નરેશ ઉર્ફ પપ્પુને તેના પિતા પ્રવીણભાઇ તડવી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. નરેશ ઉર્ફે પપ્પુ આંગણામાં પડેલ લાકડાના હાથાવાળી કોદાળી લઇને તેના પિતા પ્રવીણભાઇને કહેતો હતો કે,તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી? આજે તો તને જીવતો નહીં છોડું તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈને કોદાળી વડે પ્રવીણભાઈને કપાળ તથા માથાના પાછળના ભાગે ઉપરા છાપરી ત્રણ ચાર ફટકા મારી દેતાં પ્રવીણભાઇ નીચે જમીન ઉપર પડી ગયા હતા. પાડોશીને પણ મારી નાખવાની ધમકી આપી જેથી તે વખતે ત્યાં હાજર પાડોશીએ કહ્યું હતું કે તું પિતાને કેમ મારે છે ત્યારે નરેશ ઉર્ફે પપ્પુએ તેને કહ્યું હતું કે તું પણ અહીંથી ચાલી જા નહિતર આ કોદાળી મારી તને પણ જાનથી મારી નાખીશ. ઘરના આંગણે પિતા ઉપર કુહાડી વડે હુમલો કરી મારી નાખ્યા બાદ પુત્ર લાશને ઘસડી અને પાછળ વાડાના પાછળના ભાગે લઇ ગયો હતો.જો કે આ બાબતની જાણ સંખેડા પોલીસને થતાં સંખેડા પીએસઆઇ એમ.એચ. જાદવ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ અત્રે દોડી આવ્યા હતા અને આરોપી પુત્ર નરેશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પુત્રએ પિતાની હત્યા કરતા મચ્યો હાહાકાર
- પિતાએ રૂપિયા વાપરવા ના આપતા પુત્ર બન્યો જનુની
- કોદાળીના ઘા મારી પિતાની કરી હત્યા
છોટાઉદેપુર જિલ્લામાં લોહીના સંબંધ લજવાય એવી ઘટના સામે આવી છે.પુત્રએ એ જ પિતાનું ઢીમ ઢાળી દીધું.કોદાળીના ત્રણ-ચાર ઘા મારીને પુત્રએ પિતાની હત્યા કરી છે.તું મને રૂપિયા વાપરવા કેમ નથી આપતો,તેમ કહી પુત્રએ પિતાની ઘરમા જ હત્યા કરી નાખતા હાહાકાર મચ્યો હતો.
પુત્રએ કરી હત્યા
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના નવાપુરા વિસ્તારમાં પુત્રે જ પિતાની કરપીણ હત્યા કરી હતી. બનાવની જાણ થતાં સંખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી આરોપી પુત્રની અટકાયત કરી હતી.તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી? આજે તને જીવતો નહીં છોડું તેમ કહી એકદમ ઉશ્કેરાઇ તેના હાથમાંની કોદાળી વડે પિતા પ્રવીણભાઇને કપાળના ભાગે તથા માથાના પાછળના ભાગે ઉપરા છાપરી ત્રણ ચાર ફટકા મારી જીવલેણ ઇજા પહોંચાડી પુત્રએ હત્યા કરી.
કોદાળીના ઘા વાગતા પિતા જમીન પર ઢળી પડયા
સંખેડા ખાતે નવી નગરી નવાપુરા વિસ્તારમાં સવારના આશરે નવેક વાગ્યાના સુમારે પુત્ર નરેશ ઉર્ફ પપ્પુને તેના પિતા પ્રવીણભાઇ તડવી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. નરેશ ઉર્ફે પપ્પુ આંગણામાં પડેલ લાકડાના હાથાવાળી કોદાળી લઇને તેના પિતા પ્રવીણભાઇને કહેતો હતો કે,તું મને વાપરવાના પૈસા કેમ આપતો નથી? આજે તો તને જીવતો નહીં છોડું તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈને કોદાળી વડે પ્રવીણભાઈને કપાળ તથા માથાના પાછળના ભાગે ઉપરા છાપરી ત્રણ ચાર ફટકા મારી દેતાં પ્રવીણભાઇ નીચે જમીન ઉપર પડી ગયા હતા.
પાડોશીને પણ મારી નાખવાની ધમકી આપી
જેથી તે વખતે ત્યાં હાજર પાડોશીએ કહ્યું હતું કે તું પિતાને કેમ મારે છે ત્યારે નરેશ ઉર્ફે પપ્પુએ તેને કહ્યું હતું કે તું પણ અહીંથી ચાલી જા નહિતર આ કોદાળી મારી તને પણ જાનથી મારી નાખીશ. ઘરના આંગણે પિતા ઉપર કુહાડી વડે હુમલો કરી મારી નાખ્યા બાદ પુત્ર લાશને ઘસડી અને પાછળ વાડાના પાછળના ભાગે લઇ ગયો હતો.જો કે આ બાબતની જાણ સંખેડા પોલીસને થતાં સંખેડા પીએસઆઇ એમ.એચ. જાદવ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ અત્રે દોડી આવ્યા હતા અને આરોપી પુત્ર નરેશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.