Ambajiના ત્રિશુલીયા ઘાટ પાસે પદયાત્રીઓ આ કેમ્પની જરૂરથી પીવે છે ચા

આદ્યશક્તિ મા અંબેની આરાધના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. જગત જનની માતા અંબેના અનેક ભક્તો અને પદયાત્રીઓ માટે અંબાજીના માર્ગ ઉપર ઘણા સેવા કેમ્પ કાર્યરત છે.ત્યારે સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ઉપર છેલ્લા 40 વર્ષથી એક અનોખો સેવાકેમ્પ યોજવામાં આવે છે.જ્યાં પદયાત્રિકોને નવી તાજગી મળે છે. જાણો શાનો છે આ કેમ્પ અને કેમ આ કેમ્પ પદયાત્રીઓ માટે એનર્જી યુક્ત ટોનિક કેમ્પ બની રહ્યો છે . પદયાત્રાની શરૂઆત બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે.સમગ્ર ભારત ભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામે પદયાત્રા કરી અંબાજી ધામે આવી રહ્યા છે.ત્યારે અંબાજી માર્ગો પર પદયાત્રિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે અનેક સેવા કેમ્પ પણ શરૂ થઈ ગયા છે.અંબાજી માર્ગ પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. સમગ્ર ભારત ભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીકો પદયાત્રા કરી અંબાજી પહોંચતા પદયાત્રિકો માટે રસ્તામાં અનેક સેવા કેમ્પ શરૂ થયા છે. 1985થી યોજે છે કેમ્પ વર્ષ1985થી સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા છેલ્લા 40 વર્ષથી ત્રિશૂળીયા ઘાટ ઉપર ચા નો સેવાકેમ્પ ચાલી રહ્યો છે. અને પદયાત્રીકોને ચા પીરસવાનું કામ કરે છે. આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે. અહીંની ચા પીને પદયાત્રીઓમાં થાક ઉતરી જાય છે અને ભક્તોમાં નવી તાજગીનો સંચાર થાય છે. મજાની કડક ચા દ્વારા પદયાત્રીઓ રિચાર્જ પણ થઈ જાય છે.અંબાજી મહામેળામાં પદયાત્રામાં સૌથી વધારે અઘરો રસ્તો ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક અનુભવે છે. ત્રિશુળીયા ઘાટ પાસે યોજાયો કેમ્પ યાત્રિકોના થાકને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 40 વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને પદયાત્રીઓને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.જ્યાં આ કેમ્પને પદયાત્રીઓ રકાબી ચા ના નામે થી ઓળખે છે અને આ ચાને રબડી ચા કહે છે.જોકે વર્ષોથી અહીંની ચાનો ટેસ્ટ અકબંધ છે અને તેનો ટેસ્ટ બદલાતો નથી તેના માટે આ કેમ્પના સંચાલકો માતાજીની કૃપા ગણી રહ્યા છે. આઈટીઆઈના કર્મચારીઓ અહીં ભક્તોની સેવા કરતા આઈટીઆઈના કર્મચારીઓનું કહેવું છે કે અમારો આ સેવા કેમ્પ 1985માં શરૂ કરવામાં આવ્યો હતો, અત્યારે 40 મું વર્ષ ચાલી રહ્યું છે.જ્યારે અમે આ સેવા કેમ્પની શરૂઆત કરી ત્યારે આ માર્ગ ખુબજ સાંકડો અને કઠિન હતો.ત્યારથી આ સેવા કેમ્પ પદયાત્રીકોને નવી તાજગી આપે છે.આ સેવા કેમ્પ 2 વાર ચલાવામાં આવે છે.જેમાં ચૈત્રીપુનમના 5 દિવસ ભાદરવી પૂનમમાં 10 દિવસ અને માતાજીના પ્રાગટય દિવસે એક દિવસ આ ચાનો સેવા કેમ્પ ચાલુ કરાયે છે.આ સેવા કેમ્પમાં સમગ્ર ગુજરાતના આઇ ટી આઈ વિભાગના 250 કરતા વધુનો સ્ટાફ જોડાય છે. થકાન થાય છે દૂર દૂર દૂરથી આવતા પદયાત્રિકોએ આ કેમ્પની ચા પીધા બાદ કહ્યું કે,અમે દર વર્ષે ચાલતા અંબાજી આવીએ છીએ અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી આઈટીઆઈના કર્મચારી મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પની ચા પીએ છીએ. અહીંની ચા નો એક જ ટેસ્ટ છે, જે જરાય બદલાયો નથી આ ચા પીવાથી અંબાજી પદયાત્રામાં સૌથી અઘરો પડાવ મનાતો ત્રિશૂળીયો ઘાટ ચડતા ખુબજ થાક લાગતો હોય છે.પરંતુ આ સેવા કેમ્પની ચાની ચૂસકી મારતા થાક ઉતરી જાય છે.અને નવી તાજગીનો અનુભવ થાય છે.  

Ambajiના ત્રિશુલીયા ઘાટ પાસે પદયાત્રીઓ આ કેમ્પની જરૂરથી પીવે છે ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આદ્યશક્તિ મા અંબેની આરાધના માટે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી લાખો શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવે છે. જગત જનની માતા અંબેના અનેક ભક્તો અને પદયાત્રીઓ માટે અંબાજીના માર્ગ ઉપર ઘણા સેવા કેમ્પ કાર્યરત છે.ત્યારે સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ઉપર છેલ્લા 40 વર્ષથી એક અનોખો સેવાકેમ્પ યોજવામાં આવે છે.જ્યાં પદયાત્રિકોને નવી તાજગી મળે છે. જાણો શાનો છે આ કેમ્પ અને કેમ આ કેમ્પ પદયાત્રીઓ માટે એનર્જી યુક્ત ટોનિક કેમ્પ બની રહ્યો છે .

પદયાત્રાની શરૂઆત

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે.સમગ્ર ભારત ભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તોમાં અંબાના ધામે પદયાત્રા કરી અંબાજી ધામે આવી રહ્યા છે.ત્યારે અંબાજી માર્ગો પર પદયાત્રિકોને કોઈ મુશ્કેલીઓ ન પડે તે માટે અનેક સેવા કેમ્પ પણ શરૂ થઈ ગયા છે.અંબાજી માર્ગ પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે. સમગ્ર ભારત ભરમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીકો પદયાત્રા કરી અંબાજી પહોંચતા પદયાત્રિકો માટે રસ્તામાં અનેક સેવા કેમ્પ શરૂ થયા છે.


1985થી યોજે છે કેમ્પ

વર્ષ1985થી સમગ્ર ગુજરાતના આઈટીઆઈના કર્મચારીઓ દ્વારા છેલ્લા 40 વર્ષથી ત્રિશૂળીયા ઘાટ ઉપર ચા નો સેવાકેમ્પ ચાલી રહ્યો છે. અને પદયાત્રીકોને ચા પીરસવાનું કામ કરે છે. આ ચા પદયાત્રીઓ માટે ટોનિક સમાન છે. અહીંની ચા પીને પદયાત્રીઓમાં થાક ઉતરી જાય છે અને ભક્તોમાં નવી તાજગીનો સંચાર થાય છે. મજાની કડક ચા દ્વારા પદયાત્રીઓ રિચાર્જ પણ થઈ જાય છે.અંબાજી મહામેળામાં પદયાત્રામાં સૌથી વધારે અઘરો રસ્તો ત્રિશુળીયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચડાણ વખતે પદયાત્રિકો થાક અનુભવે છે.

ત્રિશુળીયા ઘાટ પાસે યોજાયો કેમ્પ

યાત્રિકોના થાકને ધ્યાનમાં રાખીને ત્રિશુળીયો ઘાટ ચડતા જ પદયાત્રીઓની સેવા માટે છેલ્લા 40 વર્ષથી આઇ.ટી.આઇ.ના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચા નો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે. જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી- મીઠી ચા બનાવીને પદયાત્રીઓને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે.જ્યાં આ કેમ્પને પદયાત્રીઓ રકાબી ચા ના નામે થી ઓળખે છે અને આ ચાને રબડી ચા કહે છે.જોકે વર્ષોથી અહીંની ચાનો ટેસ્ટ અકબંધ છે અને તેનો ટેસ્ટ બદલાતો નથી તેના માટે આ કેમ્પના સંચાલકો માતાજીની કૃપા ગણી રહ્યા છે.

આઈટીઆઈના કર્મચારીઓ

અહીં ભક્તોની સેવા કરતા આઈટીઆઈના કર્મચારીઓનું કહેવું છે કે અમારો આ સેવા કેમ્પ 1985માં શરૂ કરવામાં આવ્યો હતો, અત્યારે 40 મું વર્ષ ચાલી રહ્યું છે.જ્યારે અમે આ સેવા કેમ્પની શરૂઆત કરી ત્યારે આ માર્ગ ખુબજ સાંકડો અને કઠિન હતો.ત્યારથી આ સેવા કેમ્પ પદયાત્રીકોને નવી તાજગી આપે છે.આ સેવા કેમ્પ 2 વાર ચલાવામાં આવે છે.જેમાં ચૈત્રીપુનમના 5 દિવસ ભાદરવી પૂનમમાં 10 દિવસ અને માતાજીના પ્રાગટય દિવસે એક દિવસ આ ચાનો સેવા કેમ્પ ચાલુ કરાયે છે.આ સેવા કેમ્પમાં સમગ્ર ગુજરાતના આઇ ટી આઈ વિભાગના 250 કરતા વધુનો સ્ટાફ જોડાય છે.

થકાન થાય છે દૂર

દૂર દૂરથી આવતા પદયાત્રિકોએ આ કેમ્પની ચા પીધા બાદ કહ્યું કે,અમે દર વર્ષે ચાલતા અંબાજી આવીએ છીએ અને દર વર્ષે ત્રિશુળીયો ઘાટ ચડ્યા પછી આઈટીઆઈના કર્મચારી મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પની ચા પીએ છીએ. અહીંની ચા નો એક જ ટેસ્ટ છે, જે જરાય બદલાયો નથી આ ચા પીવાથી અંબાજી પદયાત્રામાં સૌથી અઘરો પડાવ મનાતો ત્રિશૂળીયો ઘાટ ચડતા ખુબજ થાક લાગતો હોય છે.પરંતુ આ સેવા કેમ્પની ચાની ચૂસકી મારતા થાક ઉતરી જાય છે.અને નવી તાજગીનો અનુભવ થાય છે.