Gandhinagar: દહેગામમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના, 10 લોકો નદીમાં ડૂબ્યા

દહેગામમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના જોવા મળી છે. વાસણા સોગઠી ગામે 10 લોકો નદીમાં ડૂબ્યા છે. મેશ્વો નદીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. અન્ય 7 લાકોની શોધખોળ હાથ ધરાઇ છે.નડિયાદમાં પણ ગણેશ વિસર્જન વખતે મોત થયા હતાનડિયાદના અને મંજીપુરાના મામા-ફોઈના પુત્ર ગણેશ વિસર્જન કરવા જતાં રવિવારે બીલોદરાની શેઢી નદીમાં ડુબ્યા હતા. જોકે, ઘટનાના 24 કલાક બાદ એક યુવાનનો મૃતદેહ દેગામ ગામની શેઢી નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે અન્ય યુવાનનો મૃતદેહ મોડી સાંજે ગાડવા પાસેની નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી. નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે આવેલ રવિકુંજ સોસાયટીમાં 42 વર્ષિય સંદીપ આશાભાઈ મકવાણાએ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી. ગણેશ ચતુર્થીએ સ્થાપના કરી અને દોઢ દિવસના અંતે રવિવાર 8 સપ્ટેમ્બરના રોજ સાંજે ગણપતિને ભારે હૈયે વિદાય આપી હતી. જે બાદ પરિવારના સભ્યો બીલોદરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. ગણપતિનું વિસર્જન કરાયા બાદ એકાએક સંદીપભાઈનો પગ નદીના કીનારીથી લપસ્યો હતો, જેથી તેનો ફોઈનો દીકરો કેતન ગણેશભાઈ મહેરીયા (ઉ.વ.35, રહે‌.જય અંબે પાર્ક, એસટીનગર, નડિયાદ) બચાવવા ગયો હતો જોકે, તે પણ નદીના પાણીમાં ગરકાવ થયો હતો. આ બંને યુવાનો નદીના પાણી ગરકાવ થતાં પરિવારના અન્ય સભ્યોએ બુમરાણ મચાવી હતી.

Gandhinagar: દહેગામમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના, 10 લોકો નદીમાં ડૂબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દહેગામમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના જોવા મળી છે. વાસણા સોગઠી ગામે 10 લોકો નદીમાં ડૂબ્યા છે. મેશ્વો નદીમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. અન્ય 7 લાકોની શોધખોળ હાથ ધરાઇ છે.

નડિયાદમાં પણ ગણેશ વિસર્જન વખતે મોત થયા હતા

નડિયાદના અને મંજીપુરાના મામા-ફોઈના પુત્ર ગણેશ વિસર્જન કરવા જતાં રવિવારે બીલોદરાની શેઢી નદીમાં ડુબ્યા હતા. જોકે, ઘટનાના 24 કલાક બાદ એક યુવાનનો મૃતદેહ દેગામ ગામની શેઢી નદીમાંથી મળી આવ્યો હતો. જ્યારે અન્ય યુવાનનો મૃતદેહ મોડી સાંજે ગાડવા પાસેની નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી હતી.

નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે આવેલ રવિકુંજ સોસાયટીમાં 42 વર્ષિય સંદીપ આશાભાઈ મકવાણાએ પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી. ગણેશ ચતુર્થીએ સ્થાપના કરી અને દોઢ દિવસના અંતે રવિવાર 8 સપ્ટેમ્બરના રોજ સાંજે ગણપતિને ભારે હૈયે વિદાય આપી હતી. જે બાદ પરિવારના સભ્યો બીલોદરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. ગણપતિનું વિસર્જન કરાયા બાદ એકાએક સંદીપભાઈનો પગ નદીના કીનારીથી લપસ્યો હતો, જેથી તેનો ફોઈનો દીકરો કેતન ગણેશભાઈ મહેરીયા (ઉ.વ.35, રહે‌.જય અંબે પાર્ક, એસટીનગર, નડિયાદ) બચાવવા ગયો હતો જોકે, તે પણ નદીના પાણીમાં ગરકાવ થયો હતો. આ બંને યુવાનો નદીના પાણી ગરકાવ થતાં પરિવારના અન્ય સભ્યોએ બુમરાણ મચાવી હતી.