Bhavnagar: 2.50 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, આરોપીની ધરપકડ

ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા એક શખ્સના ઘરે રેડ કરીને રૂપિયા 2.58 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી લીધું હતું અને સાથે એક શખ્સની ધરપકડ કરી છે.બાતમીના આધારે પોલીસે કરી રેડ અને ઝડપ્યો ડ્રગ્સનો જથ્થો ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. સમગ્ર બનાવ અંગે વિગતો અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ભરતનગરમાં રહેતો હનીફ સુલતાન બેલીમ પોતાના ઘરે એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે શખ્સ હનીફના ઘરે પોલીસે રેડ કરતા હનીફ હાજર મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિક્વર કરીને વધુ તપાસ હાથ ધરી ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેણે ઘરમાં છુપાવેલા 25.840 ગ્રામ મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સનો જથ્થો કાઢી આપ્યો હતો. આ ડ્રગ્સની ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 2,58,400 છે તથા આ શખ્સ પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા છે અને કુલ રૂપિયા 2,68,400નો મુદ્દામાલ કબ્જે કરી હનીફ સુલતાન બેલીમ જેની ઉંમર 48 વર્ષ છે. તેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આરોપી પાસેથી મુદ્દામાલ રિક્વર કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અમદાવાદથી ડ્રગ્સ લાવ્યો હોવાનું પોલીસ સામે કબલ્યુ આરોપી અમદાવાદના સનાથલ ચોકડી ખાતેથી એક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું પોલીસ સામે કબલ્યુ હતું. આ ઉપરાંત પોલીસે આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને કોને કોને આ ડ્રગ્સ આપવામાં આવ્યું તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે. 

Bhavnagar: 2.50 લાખનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળેલી ચોક્કસ બાતમી આધારે શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા એક શખ્સના ઘરે રેડ કરીને રૂપિયા 2.58 લાખની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી લીધું હતું અને સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

બાતમીના આધારે પોલીસે કરી રેડ અને ઝડપ્યો ડ્રગ્સનો જથ્થો

ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. સમગ્ર બનાવ અંગે વિગતો અનુસાર ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના ભરતનગરમાં રહેતો હનીફ સુલતાન બેલીમ પોતાના ઘરે એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે શખ્સ હનીફના ઘરે પોલીસે રેડ કરતા હનીફ હાજર મળી આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિક્વર કરીને વધુ તપાસ હાથ ધરી

ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેણે ઘરમાં છુપાવેલા 25.840 ગ્રામ મેફેડ્રોન એમ.ડી ડ્રગ્સનો જથ્થો કાઢી આપ્યો હતો. આ ડ્રગ્સની ઈન્ટરનેશનલ માર્કેટમાં કિંમત રૂપિયા 2,58,400 છે તથા આ શખ્સ પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ મળી આવ્યા છે અને કુલ રૂપિયા 2,68,400નો મુદ્દામાલ કબ્જે કરી હનીફ સુલતાન બેલીમ જેની ઉંમર 48 વર્ષ છે. તેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આરોપી પાસેથી મુદ્દામાલ રિક્વર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ અમદાવાદથી ડ્રગ્સ લાવ્યો હોવાનું પોલીસ સામે કબલ્યુ

આરોપી અમદાવાદના સનાથલ ચોકડી ખાતેથી એક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનું પોલીસ સામે કબલ્યુ હતું. આ ઉપરાંત પોલીસે આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો હતો અને કોને કોને આ ડ્રગ્સ આપવામાં આવ્યું તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.