દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત, તેવી જ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત: CM

દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન એવા 'ગ્રોથ હબ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાને કહ્યું કે સુરત અને તેની આસપાસના પંથકને વિકસાવાશે.વલસાડ જિલ્લાને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન નવસારી, ભરૂચ, ડાંગ, તાપીને વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન છે. જેમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના માપદંડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છનું રણ વિશ્વનું તોરણ બન્યું: CM ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે સુરતને પણ ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે, કારણ કે જેમ દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે તેવી જ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે અને માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજે અવસર છે. સીએમએ કહ્યું કે પહેલા વિકાસનો જેટલો ગ્રોથ થવો જોઈ તો હતો એટલો થયો નહીં પણ હવે વિકાસ સતત વધી રહ્યો છે. કચ્છનું રણ વિશ્વનું તોરણ બન્યું છે. રાજ્યમાં વિવિધ સેક્ટરોમાં વિકાસની સંભાવના વધી: CM ભૂપેન્દ્ર પટેલ ત્યારે વાઈબ્રન્ટ સમિટની સફળતામાં રાજ્યમાં રોજગારીની તકો સતત વધી રહી છે. વિકાસની યાત્રાને હજુ વધુ બુલંદ બનાવીશું. હાલમાં વિવિધ સેક્ટરોમાં વિકાસની સંભાવના વધી છે, તેવુ સંબોધનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.દેશમાં હવે સુરતને ધ્યાનમાં લેવું જ પડે: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ સંબોધન કરતા કહ્યું હતું કે દેશમાં હવે સુરતને ધ્યાનમાં લેવું જ પડે, સુરતે અનેક વિકાસ કર્યો છે. સુરત શહેરમાં સતત પ્લેનની કનેક્ટિવિટી વધી રહી છે અને ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ સતત વધી રહ્યો છે. સુરતમાં કરોડોના હીરાનો વેપાર દરરોજ થાય છે: સી.આર.પાટીલ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે નવસારીના ચીકુ માટે સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવે છે. નવસારીથી આ ટ્રેન દિલ્હી પહોંચે છે. વલસાડની કેરી પણ એવી જ રીતે મોકલવામાં આવે છે. સુરતમાં કરોડોના હીરાનો વેપાર દરરોજ થાય છે અને આવો વેપાર તમને દેશમાં ક્યાં જોવા મળે છે.

દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત, તેવી જ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત: CM

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન એવા 'ગ્રોથ હબ’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોન્ચીંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાને કહ્યું કે સુરત અને તેની આસપાસના પંથકને વિકસાવાશે.

વલસાડ જિલ્લાને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન

નવસારી, ભરૂચ, ડાંગ, તાપીને વિકસાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આયોજન છે. જેમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના માપદંડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કચ્છનું રણ વિશ્વનું તોરણ બન્યું: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે સુરતને પણ ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે, કારણ કે જેમ દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે તેવી જ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે અને માસ્ટર પ્લાન લોન્ચિંગનો આજે અવસર છે. સીએમએ કહ્યું કે પહેલા વિકાસનો જેટલો ગ્રોથ થવો જોઈ તો હતો એટલો થયો નહીં પણ હવે વિકાસ સતત વધી રહ્યો છે. કચ્છનું રણ વિશ્વનું તોરણ બન્યું છે.

રાજ્યમાં વિવિધ સેક્ટરોમાં વિકાસની સંભાવના વધી: CM ભૂપેન્દ્ર પટેલ

ત્યારે વાઈબ્રન્ટ સમિટની સફળતામાં રાજ્યમાં રોજગારીની તકો સતત વધી રહી છે. વિકાસની યાત્રાને હજુ વધુ બુલંદ બનાવીશું. હાલમાં વિવિધ સેક્ટરોમાં વિકાસની સંભાવના વધી છે, તેવુ સંબોધનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.

દેશમાં હવે સુરતને ધ્યાનમાં લેવું જ પડે: કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ સંબોધન કરતા કહ્યું હતું કે દેશમાં હવે સુરતને ધ્યાનમાં લેવું જ પડે, સુરતે અનેક વિકાસ કર્યો છે. સુરત શહેરમાં સતત પ્લેનની કનેક્ટિવિટી વધી રહી છે અને ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ સતત વધી રહ્યો છે.

સુરતમાં કરોડોના હીરાનો વેપાર દરરોજ થાય છે: સી.આર.પાટીલ

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે નવસારીના ચીકુ માટે સ્પેશ્યિલ ટ્રેન ચલાવવામાં આવે છે. નવસારીથી આ ટ્રેન દિલ્હી પહોંચે છે. વલસાડની કેરી પણ એવી જ રીતે મોકલવામાં આવે છે. સુરતમાં કરોડોના હીરાનો વેપાર દરરોજ થાય છે અને આવો વેપાર તમને દેશમાં ક્યાં જોવા મળે છે.