Mandal: માંડલમાં રેશનકાર્ડ ઈ-KYCમાં ગ્રાહકોની કતાર લાગી

સરકારે નાગરિકોનું સરળ રીતે જીવવું હરામ કરી દીધું છે એકબાજુ સરકાર બણગાં ફુંકે છે કે, આવો ઓનલાઈન અને છોડો લાઈન પરંતુ સવાર પડેને તમામ સરકારી કચેરીઓમાં અરજદારોની લાંબી લાંબી કતારો જોવા મળે છે, પછી એ મામલતદાર કચેરી, સસ્તા અનાજની દુકાનો હોય કે પછી તાલુકા પંચાયત અને આધારકાર્ડ સેન્ટરો અને બેંકોમાં પણ સામાન્ય પ્રજાજનો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. એ વાત તો ઠી પરંતુ હવે શાળાઓમાં પણ ધો.1 થી 12 તમામ વિદ્યાર્થીઓના અપાઈ આઈડી જનરેટ કરવાની છે અને એ પ્રોસેસમાં આધારકાર્ડથી લઈ તમામ ડોક્યુમેન્ટોમાં નામની વિગત સરખી હોવી જરૂરી છે. જેને લઈ હવે નાના ભુલકાંઓથી લઈ વિદ્યાર્થીઓને પણ આધારકાર્ડ સેન્ટરો,સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાવા પડે છે. અમદાવાદ ગ્રામ્યના માંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકબાજુ રવિપાકની ખેતીની સીઝનો અને બીજી રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના ફોર્મ ઓનલાઈન ભરવા માટેની ફરજિયાત નોટીફીકેટશન જાહેર કરી છે એટલે સવાર પડે એટલે ચારેય બાજુ ખેડુતોની લાંબી કતારો જોવા મળી રહી છે, રેશનકાર્ડમાં હાલ ઈકેવાયસી કરવાની કામગીરી ચાલી રહી છે અને એ પણ ફરજિયાતપણે રેશનધારકોને કરવાની છે, ઈકેવાયસી વગર સામાન્ય,ગરીબ માણસોને અનાજનો કોટો પણ નથી આપવામાં આવી રહ્યો છે. આ કામગીરી માટે આધારકાર્ડનો ડેટા સંપુર્ણપણે અપડેટ હોવો જરૂરી છે એટલે આધારકાર્ડ સાથે તમામ પ્રોસેસો લીંક હોય પરંતુ જો આધારકાર્ડમાં ડેટામાં ફેરફાર જણાતો હોય તો સામાન્ય માણસને આધાર સેન્ટરો ઉપર પણ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. ત્યારે હાલ વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટોમાં ઈ-કેવાયસીની પ્રક્રિયાઓ અને ખેડુતોના ફોર્મ ભરવાની સાથે આખું રાજ્ય સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાવામાં પડયું છે ત્યારે આવી ગ્રામ્ય વિસ્તારોની સ્થિતી પણ કઈંક એવીજ છે. હાલ સરકારે બધીજ વસ્તુઓ ઓનલાઈન કરી નાખી પરંતુ આ મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયાના બણગાં ફુકતી સરકારના રાજમાં કનેક્ટીવીટીનો પ્રશ્ન પણ છાશવારે સર્જાય છે જેને લઈ અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે, સવારથી ઉઠે ત્યારથી પ્રજાનું જીવન કાર્ડ સાથે જોડાઈ ગયું છે કોઈપણ ક્ષેત્રમાં જાઓ એટલે ઓનલાઈન પ્રક્રિયાઓ, કાર્ડથી કરવાની અને પછાત વિસ્તાર હોય જેથી ગ્રાહકોને અવવ્યવસ્થાની સાથે ભારે પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. ત્યારે માંડલ તાલુકામાં પણ આવી ઓનલાઈન પ્રક્રિયાઓ અને ઈ-કેવાયસી સહિતની પ્રક્રિયાઓના કેટલાં સેન્ટરો છે અને અહીંની પ્રજા કામગીરી કેવી રીતે કરાવી શકશે જેનો તાગ મેળવતાં મામલતદારે માહિતી આપેલ તેમજ માંડલ સહિત ગ્રામ્યની પંચાયતોમાં રાત્રે પણ હવે ઈકેવાયસી સહિતની કામગીરીઓ શરૂ કરાશે એવું મામલતદારે જણાવ્યું હતું.

Mandal: માંડલમાં રેશનકાર્ડ ઈ-KYCમાં ગ્રાહકોની કતાર લાગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સરકારે નાગરિકોનું સરળ રીતે જીવવું હરામ કરી દીધું છે એકબાજુ સરકાર બણગાં ફુંકે છે કે, આવો ઓનલાઈન અને છોડો લાઈન પરંતુ સવાર પડેને તમામ સરકારી કચેરીઓમાં અરજદારોની લાંબી લાંબી કતારો જોવા મળે છે, પછી એ મામલતદાર કચેરી, સસ્તા અનાજની દુકાનો હોય કે પછી તાલુકા પંચાયત અને આધારકાર્ડ સેન્ટરો અને બેંકોમાં પણ સામાન્ય પ્રજાજનો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

એ વાત તો ઠી પરંતુ હવે શાળાઓમાં પણ ધો.1 થી 12 તમામ વિદ્યાર્થીઓના અપાઈ આઈડી જનરેટ કરવાની છે અને એ પ્રોસેસમાં આધારકાર્ડથી લઈ તમામ ડોક્યુમેન્ટોમાં નામની વિગત સરખી હોવી જરૂરી છે. જેને લઈ હવે નાના ભુલકાંઓથી લઈ વિદ્યાર્થીઓને પણ આધારકાર્ડ સેન્ટરો,સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાવા પડે છે. અમદાવાદ ગ્રામ્યના માંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકબાજુ રવિપાકની ખેતીની સીઝનો અને બીજી રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના ફોર્મ ઓનલાઈન ભરવા માટેની ફરજિયાત નોટીફીકેટશન જાહેર કરી છે એટલે સવાર પડે એટલે ચારેય બાજુ ખેડુતોની લાંબી કતારો જોવા મળી રહી છે, રેશનકાર્ડમાં હાલ ઈકેવાયસી કરવાની કામગીરી ચાલી રહી છે અને એ પણ ફરજિયાતપણે રેશનધારકોને કરવાની છે, ઈકેવાયસી વગર સામાન્ય,ગરીબ માણસોને અનાજનો કોટો પણ નથી આપવામાં આવી રહ્યો છે. આ કામગીરી માટે આધારકાર્ડનો ડેટા સંપુર્ણપણે અપડેટ હોવો જરૂરી છે એટલે આધારકાર્ડ સાથે તમામ પ્રોસેસો લીંક હોય પરંતુ જો આધારકાર્ડમાં ડેટામાં ફેરફાર જણાતો હોય તો સામાન્ય માણસને આધાર સેન્ટરો ઉપર પણ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. ત્યારે હાલ વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટોમાં ઈ-કેવાયસીની પ્રક્રિયાઓ અને ખેડુતોના ફોર્મ ભરવાની સાથે આખું રાજ્ય સરકારી કચેરીઓમાં ધરમધક્કા ખાવામાં પડયું છે ત્યારે આવી ગ્રામ્ય વિસ્તારોની સ્થિતી પણ કઈંક એવીજ છે. હાલ સરકારે બધીજ વસ્તુઓ ઓનલાઈન કરી નાખી પરંતુ આ મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયાના બણગાં ફુકતી સરકારના રાજમાં કનેક્ટીવીટીનો પ્રશ્ન પણ છાશવારે સર્જાય છે જેને લઈ અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે, સવારથી ઉઠે ત્યારથી પ્રજાનું જીવન કાર્ડ સાથે જોડાઈ ગયું છે કોઈપણ ક્ષેત્રમાં જાઓ એટલે ઓનલાઈન પ્રક્રિયાઓ, કાર્ડથી કરવાની અને પછાત વિસ્તાર હોય જેથી ગ્રાહકોને અવવ્યવસ્થાની સાથે ભારે પરિસ્થિતીનો સામનો કરવો પડે છે. ત્યારે માંડલ તાલુકામાં પણ આવી ઓનલાઈન પ્રક્રિયાઓ અને ઈ-કેવાયસી સહિતની પ્રક્રિયાઓના કેટલાં સેન્ટરો છે અને અહીંની પ્રજા કામગીરી કેવી રીતે કરાવી શકશે જેનો તાગ મેળવતાં મામલતદારે માહિતી આપેલ તેમજ માંડલ સહિત ગ્રામ્યની પંચાયતોમાં રાત્રે પણ હવે ઈકેવાયસી સહિતની કામગીરીઓ શરૂ કરાશે એવું મામલતદારે જણાવ્યું હતું.