Surendranagar: ધોળકાના કુખ્યાત તસ્કર સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમની કાર્યવાહી
ચુડા ગ્રામ્યમાં ચોરીના બનાવમાં પોલીસે ધોળકાના કુખ્યાત તસ્કર પુનીયાની ધરપકડ કરી હતી. ત્યારે અવારનવાર તે પકડાયા બાદ જામીન પર છુટી ફરી ચોરીને અંજામ આપતો હોવાથી ચુડા પોલીસ દ્વારા તેની સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમની કાર્યવાહી કરાઈ છે.ચુડા તાલુકાના ચચાણા ગામે તા. 27-10-2024ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચુડા પોલીસે તાજેતરમાં ધોળકાના ખાન તળાવ વિસ્તારમાં રહેતા કુખ્યાત તસ્કર પુનમ ઉર્ફે પુનીયો રમેશભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો. તેની તપાસમાં ચોરીનો મુદ્દામાલ અમદાવાદ વેચવામાં તેની પત્ની હકુબેન પુનમભાઈ ઠાકોર, ભાઈ કનુભાઈ રમેશભાઈ ઠાકોર અને ભાભી સોનલબેન કનુભાઈ ઠાકોર હોવાનું ખુલતા પોલીસે આ ત્રણેયને પણ ઝડપી લીધા હતા. પોલીસની વધુ તપાસ આ શખ્સ પુનીયા સામે અમદાવાદ ગ્રામ્યના કેરાળા, નળ સરોવર, ધંધુકા, કોઠ, બરવાળા, બોટાદ રૂરલ, બેચરાજી, ધ્રાંગધ્રા સીટી અને તાલુકા, વિરમગામ ટાઉન અને રૂરલ, મહેસાણાના બાવલુ, કડી, ખેડા, વઢવાણ અને ચુડા પોલીસ મથકે ચોરીના 24 ગુના નોંધાયા છે. આ શખ્સ અવારનવાર પકડાયા બાદ ફરી જામીન પર છુટીને ચોરીના ગુનાને અંજામ આપે છે. ત્યારે ચુડા પોલીસે કોર્ટમાંથી પરવાનગી લઈને પુનીયા સામે ઓર્ગેનાઈઝેશન ઓફ ક્રાઈમની કાર્યવાહી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચુડા ગ્રામ્યમાં ચોરીના બનાવમાં પોલીસે ધોળકાના કુખ્યાત તસ્કર પુનીયાની ધરપકડ કરી હતી. ત્યારે અવારનવાર તે પકડાયા બાદ જામીન પર છુટી ફરી ચોરીને અંજામ આપતો હોવાથી ચુડા પોલીસ દ્વારા તેની સામે ઓર્ગેનાઈઝ ક્રાઈમની કાર્યવાહી કરાઈ છે.
ચુડા તાલુકાના ચચાણા ગામે તા. 27-10-2024ના રોજ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચુડા પોલીસે તાજેતરમાં ધોળકાના ખાન તળાવ વિસ્તારમાં રહેતા કુખ્યાત તસ્કર પુનમ ઉર્ફે પુનીયો રમેશભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો. તેની તપાસમાં ચોરીનો મુદ્દામાલ અમદાવાદ વેચવામાં તેની પત્ની હકુબેન પુનમભાઈ ઠાકોર, ભાઈ કનુભાઈ રમેશભાઈ ઠાકોર અને ભાભી સોનલબેન કનુભાઈ ઠાકોર હોવાનું ખુલતા પોલીસે આ ત્રણેયને પણ ઝડપી લીધા હતા. પોલીસની વધુ તપાસ આ શખ્સ પુનીયા સામે અમદાવાદ ગ્રામ્યના કેરાળા, નળ સરોવર, ધંધુકા, કોઠ, બરવાળા, બોટાદ રૂરલ, બેચરાજી, ધ્રાંગધ્રા સીટી અને તાલુકા, વિરમગામ ટાઉન અને રૂરલ, મહેસાણાના બાવલુ, કડી, ખેડા, વઢવાણ અને ચુડા પોલીસ મથકે ચોરીના 24 ગુના નોંધાયા છે. આ શખ્સ અવારનવાર પકડાયા બાદ ફરી જામીન પર છુટીને ચોરીના ગુનાને અંજામ આપે છે. ત્યારે ચુડા પોલીસે કોર્ટમાંથી પરવાનગી લઈને પુનીયા સામે ઓર્ગેનાઈઝેશન ઓફ ક્રાઈમની કાર્યવાહી કરી છે.