Ahmedabad: 14 ડિસેમ્બરે જૂનાગઢ ખાતે AIFTPના 49મા પ્રમુખની સોગંદવિધિ યોજાશે
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સનાં રાષ્ટ્રીય પ્રમુખની સોગંદવિધિ જૂનાગઢ ખાતે 14 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. 48 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાતના પ્રતિનિધિ સમીરભાઇ જાની નિયુક્ત થતા સુપ્રીમ કોર્ટના સીટિંગજજ ઉજ્જવલ ભુયાન દ્વારા જૂનાગઢ ખાતે નિર્ધારિત થયા છે.આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયાધીશ બી.ડી કારિયા, પ્રણવ ત્રિવેદી તથા ગુઆહાટી હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સાયક્યા ઉપસ્થિત રહેવાના છે. 11000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્ષ એડવાઇઝર્સ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, 29 રાજ્યો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થિત સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા દેશનું મહત્વનાં એસોસિયેશનમાં ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ સર્વોચ્ચ હોદ્દા ઉપર સમીરભાઇ જાની દ્વારા કરવામાં આવશે તે બાબતે ગુજરાતના આવા વ્યવસાયોમાં ખુશીની લહેર છવાયેલી છે. આ તકે એક નેશનલ કન્વેન્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના સિનિયર તજજ્ઞો અરવિંદભાઇ દાતાર, પદ્મચંદ ખીચા, ગિરીશ આહુજા, કેવીન ગુલાટી, સૌરભ સોપાક્ર, મુકેશ પટેલ, ઉચિત શેડ, અભય દેસાઇ વગેરે ઉપસ્થિત રહી કરવેરા અંગેના વિવિધ મુદ્દાઓ અંગે ઉદ્બોધન કરશે. આ પ્રસંગે દેશભરમાંથી પાંચસોથી પણ વધારે વ્યવસાયકો કન્વેન્શનમાં ભાગ લેશે. બે દિવસના આ કન્વેન્શનમાં સીધા તથા આડકતરા વેરાઓ ઉપર વિવિધ મુદ્દાઓ અંગે છણાવટ કરી સરકાર પાસે કરદાતાઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત પણ કરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિસનર્સનાં રાષ્ટ્રીય પ્રમુખની સોગંદવિધિ જૂનાગઢ ખાતે 14 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. 48 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાતના પ્રતિનિધિ સમીરભાઇ જાની નિયુક્ત થતા સુપ્રીમ કોર્ટના સીટિંગજજ ઉજ્જવલ ભુયાન દ્વારા જૂનાગઢ ખાતે નિર્ધારિત થયા છે.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયાધીશ બી.ડી કારિયા, પ્રણવ ત્રિવેદી તથા ગુઆહાટી હાઇકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર સાયક્યા ઉપસ્થિત રહેવાના છે. 11000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્ષ એડવાઇઝર્સ, ટેક્ષ કન્સલ્ટન્ટ્સ, 29 રાજ્યો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થિત સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા દેશનું મહત્વનાં એસોસિયેશનમાં ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ સર્વોચ્ચ હોદ્દા ઉપર સમીરભાઇ જાની દ્વારા કરવામાં આવશે તે બાબતે ગુજરાતના આવા વ્યવસાયોમાં ખુશીની લહેર છવાયેલી છે. આ તકે એક નેશનલ કન્વેન્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના સિનિયર તજજ્ઞો અરવિંદભાઇ દાતાર, પદ્મચંદ ખીચા, ગિરીશ આહુજા, કેવીન ગુલાટી, સૌરભ સોપાક્ર, મુકેશ પટેલ, ઉચિત શેડ, અભય દેસાઇ વગેરે ઉપસ્થિત રહી કરવેરા અંગેના વિવિધ મુદ્દાઓ અંગે ઉદ્બોધન કરશે. આ પ્રસંગે દેશભરમાંથી પાંચસોથી પણ વધારે વ્યવસાયકો કન્વેન્શનમાં ભાગ લેશે. બે દિવસના આ કન્વેન્શનમાં સીધા તથા આડકતરા વેરાઓ ઉપર વિવિધ મુદ્દાઓ અંગે છણાવટ કરી સરકાર પાસે કરદાતાઓને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત પણ કરવામાં આવશે.