Ahmedabad: લાંભાના મોતીપુરા ચાર રસ્તા પાસે પાઈપ તૂટતાં પાણી ભરાયાં

દક્ષિણ ઝોનના લાંભામાં સતત સમસ્યાનો વધારો થઈ રહ્યો છે. જેમાં હવે એક તરફ રસ્તાની કામગીરી ચાલી રહી છે. ત્યાં બીજી તરફ ગટર અને પાણીની લાઈનો તૂટી જતા તેમાંથી પાણી બહાર આવતું હોવાના કારણે સ્થાનિકોએ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોતીપુરા ચોકડીથી લાંભા મંદિર તરફ જવાના રોડ પર કામગીરી ચાલી રહી છે.ત્યાં બીજી તરફ શાહવાડી પાસે શિયાળામાં ચોમાસા જેવો માહોલ થયો છે અને ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. જેના કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી થઈ રહી છે. આ અંગે ત્યાંથી પસાર થતાં સ્થાનિકોએ જણાવ્યું કે, કોઝી હોટલ પાસે શાહવાડી નજીક રોડ બનાવાની કામગીરી ચાલતી હોવાના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે ત્યાં બીજી તરફ લાઈનમાં ભંગાણના કારણે પુષ્કળ પાણી બહાર આવી રહ્યું છે. જેના અંગે ફરિયાદ કરી તો પાણીની લાઈનમાં ભંગાણ હોવાનું જણાવ્યું હતું પરંતુ અહીંથી ઘણી દુર્ગંધ પણ આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.

Ahmedabad: લાંભાના મોતીપુરા ચાર રસ્તા પાસે પાઈપ તૂટતાં પાણી ભરાયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દક્ષિણ ઝોનના લાંભામાં સતત સમસ્યાનો વધારો થઈ રહ્યો છે. જેમાં હવે એક તરફ રસ્તાની કામગીરી ચાલી રહી છે. ત્યાં બીજી તરફ ગટર અને પાણીની લાઈનો તૂટી જતા તેમાંથી પાણી બહાર આવતું હોવાના કારણે સ્થાનિકોએ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોતીપુરા ચોકડીથી લાંભા મંદિર તરફ જવાના રોડ પર કામગીરી ચાલી રહી છે.

ત્યાં બીજી તરફ શાહવાડી પાસે શિયાળામાં ચોમાસા જેવો માહોલ થયો છે અને ગંદુ પાણી બહાર આવી રહ્યું છે. જેના કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી થઈ રહી છે. આ અંગે ત્યાંથી પસાર થતાં સ્થાનિકોએ જણાવ્યું કે, કોઝી હોટલ પાસે શાહવાડી નજીક રોડ બનાવાની કામગીરી ચાલતી હોવાના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે ત્યાં બીજી તરફ લાઈનમાં ભંગાણના કારણે પુષ્કળ પાણી બહાર આવી રહ્યું છે. જેના અંગે ફરિયાદ કરી તો પાણીની લાઈનમાં ભંગાણ હોવાનું જણાવ્યું હતું પરંતુ અહીંથી ઘણી દુર્ગંધ પણ આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી.