Rajkotમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, સહાય ચૂકવવા ખેડૂતોની માગ
રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જૂન તેમજ જુલાઈ માસમાં વરસાદને કારણે તરબતર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં જુલાઈ માસમાં પડેલા વરસાદનો સર્વે સરકાર દ્વારા કરાવવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અગાઉની સહાય મળે તે પહેલા જ ઓગસ્ટ માસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને પુનઃ નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો. ખેડૂતોને પુષ્કળ અને વ્યાપક પ્રમાણમાં નુકસાન આ નુકસાનીમાં રાજકોટ જિલ્લાના જસદણ પંથકના ખેડૂતોનો સર્વે ન કરવામાં આવતા જસદણ તાલુકાના ખેડૂતોમાં સર્વેની કામગીરી અંગે નારાજગી જોવા મળી રહી છે. એક બાદ એક સતત બે માસ સુધી પડેલા વરસાદથી ઘણા ખેડૂતોને પુષ્કળ અને વ્યાપક પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જૂન માસમાં પડેલા વરસાદના નુકસાનીનો સર્વે કરી સહાય મળે તે પહેલા જ ઓગસ્ટ માસમાં પુનઃ વરસાદનું આગમન થતાં ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કૃષિ મંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા માંગ કરાઈ આ પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખ સાકરીયા દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને આ બાબતે પત્ર લખી લેખિત માંગણી કરી છે અને નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે માસથી વરસાદી વાતાવરણને કારણે નુકસાનીનો દોર શરૂ થયો છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં 100 ટકા કરતા પણ વધારે વરસાદને કારણે જમીન ધોવાય છે અને પાક ધોવાણ થવાના કારણે ખેડૂતોને બે-બે વખત નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે જસદણ તાલુકાને અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી છે. ત્યારે શાકભાજીના વાવેતરનો સર્વે નહીં કરવામાં આવતા જસદણ પંથકના ખેડૂતો સાથે અન્ય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. સર્વ કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ કારણ કે બે માસ સુધી પડેલા અલગ અલગ વરસાદને કારણે જસદણના ખેડૂતો કે જે શાકભાજીનું વાવેતર કરતા હતા તે ખેડૂતોને નુકસાન થયું છે. જેના કારણે આ વિસ્તારમાં સર્વે કરી સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ ઉઠી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જૂન તેમજ જુલાઈ માસમાં વરસાદને કારણે તરબતર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં જુલાઈ માસમાં પડેલા વરસાદનો સર્વે સરકાર દ્વારા કરાવવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે અગાઉની સહાય મળે તે પહેલા જ ઓગસ્ટ માસમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને પુનઃ નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.
ખેડૂતોને પુષ્કળ અને વ્યાપક પ્રમાણમાં નુકસાન
આ નુકસાનીમાં રાજકોટ જિલ્લાના જસદણ પંથકના ખેડૂતોનો સર્વે ન કરવામાં આવતા જસદણ તાલુકાના ખેડૂતોમાં સર્વેની કામગીરી અંગે નારાજગી જોવા મળી રહી છે. એક બાદ એક સતત બે માસ સુધી પડેલા વરસાદથી ઘણા ખેડૂતોને પુષ્કળ અને વ્યાપક પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે જૂન માસમાં પડેલા વરસાદના નુકસાનીનો સર્વે કરી સહાય મળે તે પહેલા જ ઓગસ્ટ માસમાં પુનઃ વરસાદનું આગમન થતાં ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કૃષિ મંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા માંગ કરાઈ
આ પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખ સાકરીયા દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રીને આ બાબતે પત્ર લખી લેખિત માંગણી કરી છે અને નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ
સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે માસથી વરસાદી વાતાવરણને કારણે નુકસાનીનો દોર શરૂ થયો છે. જેમાં રાજકોટ જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં 100 ટકા કરતા પણ વધારે વરસાદને કારણે જમીન ધોવાય છે અને પાક ધોવાણ થવાના કારણે ખેડૂતોને બે-બે વખત નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે જસદણ તાલુકાને અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી છે. ત્યારે શાકભાજીના વાવેતરનો સર્વે નહીં કરવામાં આવતા જસદણ પંથકના ખેડૂતો સાથે અન્ય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
સર્વ કરી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
કારણ કે બે માસ સુધી પડેલા અલગ અલગ વરસાદને કારણે જસદણના ખેડૂતો કે જે શાકભાજીનું વાવેતર કરતા હતા તે ખેડૂતોને નુકસાન થયું છે. જેના કારણે આ વિસ્તારમાં સર્વે કરી સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ ઉઠી છે.