Ahmedabadમાં ગાડી ઓવરટેક કરવાને લઈ તબીબને અસામાજિક તત્વોએ માર્યો ઢોર માર
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યાં છે,આવી ઘટના ગઈકાલે પણ વાડજ વિસ્તારમાં બની હતી,કારની ઓવરટેક કરવાને લઈ અસામાજિક તત્વોએ ભેગા મળીને તબીબને માર માર્યો હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમદાવાદમાં લુખ્ખાતત્વોનો વધતો આતંક અમદાવાદ શહેર વિકસિત અને સલામત શહેર છે તેવા ચાંદ લાગ્યા છે,પરંતુ શહેરમાં વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી છે,અસામાજિક તત્વો ભેગા મળીને શહેરને માથે લઈ રહ્યાં છે,ઠક્કરનગર વિસ્તારમાં ગત રાત્રે ડોકટર કાર લઈને પસાર થઈ રહ્યાં હતા તે વખતે કારની ઓવરટેક કરવાને લઈ વિવાદ વકર્યો હતો જેમાં લુખ્ખાઓએ અન્ય સાથીદારોને બોલાવી તબીબને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી છે,પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી. હુમલાખોરોમાં એક TRB જવાન હોવાનું ખૂલ્યું આ સમગ્ર ઘટનામાં જે હુમલાખોરો છે તેમાનો એક હુમલાખોર અમદાવાદ શહેરમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે,પોલીસે સીસીટીવી અને તબીબના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે.કેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેની વિગત હજી સામે આવી નથી,પણ પોલીસ આવા અસામાજિક તત્વોની જાહેરમાં સર્વિસ કરીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે,એક સામાન્ય ઓવરટેકની બાબતમાં તબીબને ઢોર મારવો કેટલો યોગ્ય છે ? સુધરી જાવ અસામાજિક તત્વો નહીતર જેલની બહાર આવાના પણ ફાંફા પડી જશે. પોલીસ ભણાવે કાયદાનો પાઠ સમગ્ર ઘટનામાં પોલીસ કાયદાનો બરોબરનો પાઠ ભણાવે તે જરૂરી છે,અગાઉ પણ ઘાટલોડીયા વિસ્તારમાં ટોળાએ આતંક મચાવ્યો હતો,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય એ જરાય પણ ચલાવી લેવામાં નહી આવે ત્યારે વાડજ પોલીસ આવા અસામાજિક તત્વોને જાહેરમાં પાઠ ભણાવો એવી સ્થાનિકોની માગ છે,ત્યારે બીજી વખત આવું કરતા પહેલા દસ વાર વિચાર કરે,જો પોલીસ પાઠ નહી ભણાવે તો આવા તત્વોને મોકળું મેદાન મળશે એ પણ નક્કી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યાં છે,આવી ઘટના ગઈકાલે પણ વાડજ વિસ્તારમાં બની હતી,કારની ઓવરટેક કરવાને લઈ અસામાજિક તત્વોએ ભેગા મળીને તબીબને માર માર્યો હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
અમદાવાદમાં લુખ્ખાતત્વોનો વધતો આતંક
અમદાવાદ શહેર વિકસિત અને સલામત શહેર છે તેવા ચાંદ લાગ્યા છે,પરંતુ શહેરમાં વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી છે,અસામાજિક તત્વો ભેગા મળીને શહેરને માથે લઈ રહ્યાં છે,ઠક્કરનગર વિસ્તારમાં ગત રાત્રે ડોકટર કાર લઈને પસાર થઈ રહ્યાં હતા તે વખતે કારની ઓવરટેક કરવાને લઈ વિવાદ વકર્યો હતો જેમાં લુખ્ખાઓએ અન્ય સાથીદારોને બોલાવી તબીબને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી છે,પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી.
હુમલાખોરોમાં એક TRB જવાન હોવાનું ખૂલ્યું
આ સમગ્ર ઘટનામાં જે હુમલાખોરો છે તેમાનો એક હુમલાખોર અમદાવાદ શહેરમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે,પોલીસે સીસીટીવી અને તબીબના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે.કેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે તેની વિગત હજી સામે આવી નથી,પણ પોલીસ આવા અસામાજિક તત્વોની જાહેરમાં સર્વિસ કરીને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે,એક સામાન્ય ઓવરટેકની બાબતમાં તબીબને ઢોર મારવો કેટલો યોગ્ય છે ? સુધરી જાવ અસામાજિક તત્વો નહીતર જેલની બહાર આવાના પણ ફાંફા પડી જશે.
પોલીસ ભણાવે કાયદાનો પાઠ
સમગ્ર ઘટનામાં પોલીસ કાયદાનો બરોબરનો પાઠ ભણાવે તે જરૂરી છે,અગાઉ પણ ઘાટલોડીયા વિસ્તારમાં ટોળાએ આતંક મચાવ્યો હતો,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય એ જરાય પણ ચલાવી લેવામાં નહી આવે ત્યારે વાડજ પોલીસ આવા અસામાજિક તત્વોને જાહેરમાં પાઠ ભણાવો એવી સ્થાનિકોની માગ છે,ત્યારે બીજી વખત આવું કરતા પહેલા દસ વાર વિચાર કરે,જો પોલીસ પાઠ નહી ભણાવે તો આવા તત્વોને મોકળું મેદાન મળશે એ પણ નક્કી છે.