Gandhinagar: કૉગ્નીઝન્ટ દ્વારા ગિફ્ટ-સિટી ખાતે ટેકફિન-સેન્ટર શરૂ કરાશે
ટૅક્નોલોજી તથા પ્રોફેશનલ સર્વિસિસમાં આગેવાન કોગ્નીઝન્ટ દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી) ખાતે અદ્યતન સુવિધાઓથી ભરપૂર સેન્ટર ખોલવાની જાહેરાત આજે કરવામાં આવી છે.અદ્યતન ટૅકનિકલ સૉલ્યુશનો પહોંચાડવા માટે સ્ટ્રેટેજિક હબ બની રહેશે ભારતમાંથી નવીનતાસભર સોલ્યુશનો મેળવીને આ ટેકફિન સેન્ટર વૈશ્વિક તથા સ્થાનિક પ્રતિભાને નવી તકો પૂરી પાડશે. ફેબ્રુઆરી-2025માં શરૂ થનારી આ નવી ફૅસિલિટી બેંકિંગ તથા નાણાંકીય સેવાઓ તેમજ ઈન્શ્યોરન્સ(BFSI) ઉદ્યોગોમાં કસ્ટમર્સને અદ્યતન ટૅકનિકલ સૉલ્યુશનો પહોંચાડવા માટે સ્ટ્રેટેજિક હબ બની રહેશે. આગામી ત્રણ વર્ષમાં 2000 કર્મચારીઓ તથા 500 એસોસિયેટોને સાંકળી લેવાની તે યોજના ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું આ નિવેદન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ભારતમાં પોતાની હાજરી સ્થાપવા તથા તેને મજબૂત કરવા માટે વૈશ્વિક કંપનીઓ માટે ગિફ્ટ સિટી એક વૈશ્વિક ડેસ્ટિનેશન બની ગયેલ છે. ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટનું નવું સેન્ટર વિશ્વકક્ષાના સાહસોને આકર્ષવાની તથા નવીનતા અને વૃદ્ધિ માટે મજબૂત વાતાવરણ પૂરું પાડવાની ગુજરાતની ક્ષમતાને દર્શાવે છે. ગિફ્ટ સિટીનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડ્લી પૉલિસીઓ તથા વ્યૂહાત્મક સ્થાન જેવી બાબતો તેને વૈશ્વિક નાણાંકીય અને ટૅક્નોલોજી હબ તરીકે આકાર આપવામાં ચાવીરૂપ પરિબળો બની રહે છે. ગિફ્ટ સિટી ભારતના આર્થિક વિકાસ તથા ટૅક્નોલોજિકલ એડવાન્સમેન્ટમાં નિર્ણાયક ભૂમિકા ભજવતું રહે એ સુનિશ્ચિત કરતાં અમે આ ઈકો-સિસ્ટમને વધુને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને મળશે વેગ કોગ્નિઝન્ટ BFSI ક્લાયન્ટોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા, ગ્રાહકના અનુભવને વધારવા, નિયમનકારી શિસ્તને સુનિશ્ચિત કરતા અને પરિવર્તન માટે અનુકૂલન સાધવા સક્ષમ બનાવે છે. આ કંપની વિશ્વની અગ્રણી BFSI કંપનીઓમાં વિશ્વાસુ ભાગીદાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખે છે, જેમાં ટોચની 20 ઉત્તર અમેરિકાની નાણાંકીય સંસ્થાઓ પૈકીની 17, ટોચની યુરોપિયન બેંકો પૈકીની 9, ઑસ્ટ્રેલિયાની ટોચની 4 બેંકોમાંની 3, ટોચની 10 પૈકીની 7 વૈશ્વિક ઈન્શ્યોરન્સ-કંપનીઓ, ટોચના 10 યુએસ લાઈફ-કેરિયર્સ પૈકીની 9, ટોચના 10 યુએસ પ્રોપર્ટી તથા કૅઝ્યુઅલ્ટી કેરિયર્સ પૈકીની 8 તથા યુકેની ટોચની 10 ઇન્શ્યોરન્સ-કંપનીઓ પૈકીની 7 કંપનીઓ છે. આ અંગે બોલતાં કોગ્નિઝન્ટના ગ્લોબલ ચીફ ફાયનાન્સિયલ ઑફિસર જતીન દલાલે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં અમે અમારી ડીપ ઈન્ડસ્ટ્રી-એક્સ્પર્ટાઈઝ, એન્ટરપ્રીન્યુરિયલ સ્પિરિટ તથા ઈનોવેશન કલ્ચર લાવવા બાબતે ઘણા ઉત્સાહી છીએ. આ નવું સેન્ટર ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા અને ટકાઉ વિકાસ-વૃદ્ધિને આગળધપાવવામા મદદરૂપ નીવડશે તેવી અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે. આ સેન્ટરથી સમગ્ર ભારતભરમાં અમારી ડિલિવરી-કૅપેબિલિટી જ નહીં, બલકે લોકલ ટેલેન્ટ માટે પણ નોંધપાત્ર તકો ઊભી થશે અને તેનાથી આ પ્રદેશ ઉપર કાયમી તથા હકારાત્મક પ્રભાવ પડશે.” ભવિષ્યની નવીનતાઓને પણ આગળ ધપાવવાનું આયોજન 3,36,300ના વર્કફોર્સ સાથે ભારત કોગ્નિઝન્ટનું હૃદય છે અને આમાંના 70 ટકાથી વધારે સહયોગો દેશભરમાં રહેલા છે. કોગ્નિઝન્ટ AI, ML, loT એનાલિટિક્સ તથા ઑટોમેશન જેવી અદ્યતન ટૅક્નોલોજીઓ પર ટેલેન્ટને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાનું કાર્ય કરે છે. તેનાથી માત્ર વર્તમાન નોકરી-રોજગારી માટે કર્મચારીઓને તૈયાર કરવા માત્રથી નહીં બલકે આવતીકાલની નવીનતાઓને પણ આગળ ધપાવવાનું આયોજન છે. પોતાના ફાઉન્ડેશન તથા એમ્પ્લોયી-વોલન્ટિયરિંગ પ્રોગ્રામ દ્વારા કોગ્નિઝન્ટ કંપની લોકોના રોજિંદા જીવનમાં વિવિધ સમુદાયોને સેવા આપે છે. ભારતમાં કોગ્નિઝન્ટની પ્રતિભા હાલમાં બેંકિંગ, આર્થિક સેવાઓ તથા ઈન્શ્યોરન્સ, સંચાર-માધ્યમો, લાઈફ સાયન્સ, મેનુફેક્ટરિંગ, લોજિસ્ટિક્સ, એનર્જી અને યુટિલિટીઝ, રિટેઇલ અને કન્ઝ્યુમર ગુડ્સ તથા ટ્રાવેલ અને હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં વૈશ્વિક ગ્રાહકોને સેવા આપી રહી છે. યુએસમાં હેડક્વાર્ટર ધરાવતી કોગ્નિઝન્ટ કંપનીનાં પગલાં ભારતથી યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા તથા મધ્ય-પૂર્વના દેશોમાં પણ છે. ભારતમાં કંપની બેંગાલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી-NCR, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, કોલકાતા, મેંગલુરુ, મુંબઈ તથા પુણેમાં મજબૂત હાજરી ધરાવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ટૅક્નોલોજી તથા પ્રોફેશનલ સર્વિસિસમાં આગેવાન કોગ્નીઝન્ટ દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી) ખાતે અદ્યતન સુવિધાઓથી ભરપૂર સેન્ટર ખોલવાની જાહેરાત આજે કરવામાં આવી છે.
અદ્યતન ટૅકનિકલ સૉલ્યુશનો પહોંચાડવા માટે સ્ટ્રેટેજિક હબ બની રહેશે
ભારતમાંથી નવીનતાસભર સોલ્યુશનો મેળવીને આ ટેકફિન સેન્ટર વૈશ્વિક તથા સ્થાનિક પ્રતિભાને નવી તકો પૂરી પાડશે. ફેબ્રુઆરી-2025માં શરૂ થનારી આ નવી ફૅસિલિટી બેંકિંગ તથા નાણાંકીય સેવાઓ તેમજ ઈન્શ્યોરન્સ(BFSI) ઉદ્યોગોમાં કસ્ટમર્સને અદ્યતન ટૅકનિકલ સૉલ્યુશનો પહોંચાડવા માટે સ્ટ્રેટેજિક હબ બની રહેશે. આગામી ત્રણ વર્ષમાં 2000 કર્મચારીઓ તથા 500 એસોસિયેટોને સાંકળી લેવાની તે યોજના ધરાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું આ નિવેદન
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ભારતમાં પોતાની હાજરી સ્થાપવા તથા તેને મજબૂત કરવા માટે વૈશ્વિક કંપનીઓ માટે ગિફ્ટ સિટી એક વૈશ્વિક ડેસ્ટિનેશન બની ગયેલ છે. ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટનું નવું સેન્ટર વિશ્વકક્ષાના સાહસોને આકર્ષવાની તથા નવીનતા અને વૃદ્ધિ માટે મજબૂત વાતાવરણ પૂરું પાડવાની ગુજરાતની ક્ષમતાને દર્શાવે છે.
ગિફ્ટ સિટીનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડ્લી પૉલિસીઓ તથા વ્યૂહાત્મક સ્થાન જેવી બાબતો તેને વૈશ્વિક નાણાંકીય અને ટૅક્નોલોજી હબ તરીકે આકાર આપવામાં ચાવીરૂપ પરિબળો બની રહે છે. ગિફ્ટ સિટી ભારતના આર્થિક વિકાસ તથા ટૅક્નોલોજિકલ એડવાન્સમેન્ટમાં નિર્ણાયક ભૂમિકા ભજવતું રહે એ સુનિશ્ચિત કરતાં અમે આ ઈકો-સિસ્ટમને વધુને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને મળશે વેગ
કોગ્નિઝન્ટ BFSI ક્લાયન્ટોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા, ગ્રાહકના અનુભવને વધારવા, નિયમનકારી શિસ્તને સુનિશ્ચિત કરતા અને પરિવર્તન માટે અનુકૂલન સાધવા સક્ષમ બનાવે છે. આ કંપની વિશ્વની અગ્રણી BFSI કંપનીઓમાં વિશ્વાસુ ભાગીદાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખે છે, જેમાં ટોચની 20 ઉત્તર અમેરિકાની નાણાંકીય સંસ્થાઓ પૈકીની 17, ટોચની યુરોપિયન બેંકો પૈકીની 9, ઑસ્ટ્રેલિયાની ટોચની 4 બેંકોમાંની 3, ટોચની 10 પૈકીની 7 વૈશ્વિક ઈન્શ્યોરન્સ-કંપનીઓ, ટોચના 10 યુએસ લાઈફ-કેરિયર્સ પૈકીની 9, ટોચના 10 યુએસ પ્રોપર્ટી તથા કૅઝ્યુઅલ્ટી કેરિયર્સ પૈકીની 8 તથા યુકેની ટોચની 10 ઇન્શ્યોરન્સ-કંપનીઓ પૈકીની 7 કંપનીઓ છે.
આ અંગે બોલતાં કોગ્નિઝન્ટના ગ્લોબલ ચીફ ફાયનાન્સિયલ ઑફિસર જતીન દલાલે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં અમે અમારી ડીપ ઈન્ડસ્ટ્રી-એક્સ્પર્ટાઈઝ, એન્ટરપ્રીન્યુરિયલ સ્પિરિટ તથા ઈનોવેશન કલ્ચર લાવવા બાબતે ઘણા ઉત્સાહી છીએ. આ નવું સેન્ટર ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરવા અને ટકાઉ વિકાસ-વૃદ્ધિને આગળધપાવવામા મદદરૂપ નીવડશે તેવી અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે. આ સેન્ટરથી સમગ્ર ભારતભરમાં અમારી ડિલિવરી-કૅપેબિલિટી જ નહીં, બલકે લોકલ ટેલેન્ટ માટે પણ નોંધપાત્ર તકો ઊભી થશે અને તેનાથી આ પ્રદેશ ઉપર કાયમી તથા હકારાત્મક પ્રભાવ પડશે.”
ભવિષ્યની નવીનતાઓને પણ આગળ ધપાવવાનું આયોજન
3,36,300ના વર્કફોર્સ સાથે ભારત કોગ્નિઝન્ટનું હૃદય છે અને આમાંના 70 ટકાથી વધારે સહયોગો દેશભરમાં રહેલા છે. કોગ્નિઝન્ટ AI, ML, loT એનાલિટિક્સ તથા ઑટોમેશન જેવી અદ્યતન ટૅક્નોલોજીઓ પર ટેલેન્ટને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાનું કાર્ય કરે છે. તેનાથી માત્ર વર્તમાન નોકરી-રોજગારી માટે કર્મચારીઓને તૈયાર કરવા માત્રથી નહીં બલકે આવતીકાલની નવીનતાઓને પણ આગળ ધપાવવાનું આયોજન છે. પોતાના ફાઉન્ડેશન તથા એમ્પ્લોયી-વોલન્ટિયરિંગ પ્રોગ્રામ દ્વારા કોગ્નિઝન્ટ કંપની લોકોના રોજિંદા જીવનમાં વિવિધ સમુદાયોને સેવા આપે છે.
ભારતમાં કોગ્નિઝન્ટની પ્રતિભા હાલમાં બેંકિંગ, આર્થિક સેવાઓ તથા ઈન્શ્યોરન્સ, સંચાર-માધ્યમો, લાઈફ સાયન્સ, મેનુફેક્ટરિંગ, લોજિસ્ટિક્સ, એનર્જી અને યુટિલિટીઝ, રિટેઇલ અને કન્ઝ્યુમર ગુડ્સ તથા ટ્રાવેલ અને હોસ્પિટાલિટીના ક્ષેત્રમાં વૈશ્વિક ગ્રાહકોને સેવા આપી રહી છે.
યુએસમાં હેડક્વાર્ટર ધરાવતી કોગ્નિઝન્ટ કંપનીનાં પગલાં ભારતથી યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા તથા મધ્ય-પૂર્વના દેશોમાં પણ છે. ભારતમાં કંપની બેંગાલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, દિલ્હી-NCR, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, કોલકાતા, મેંગલુરુ, મુંબઈ તથા પુણેમાં મજબૂત હાજરી ધરાવે છે.