Jamnagar: રાજકોટ PGVCLના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર આચર્યું દુષ્કર્મ
જામનગર પીજીવીસીએલ કચેરીમાં ત્રણેક વર્ષ પહેલાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારી સામે એક કોન્ટ્રાક્ટરના પત્નીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટર કોઈ કેસમાં જેલ હવાલે થયા પછી તેની પત્ની આ અધિકારીના સંપર્કમાં આવી હોવાનું બહાર આવ્યું છે.જામનગરમાં પીજીવીસીએલના અધિકારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ધ્રોલમાં તેણે પહેલા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરની પત્ની પર નજર કરી હતી અને બાદમાં તેની પાસે જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલના અધિકારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધ્રોલનો કોન્ટ્રાક્ટર કેટલાક ગુનામાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતો. આ સમય દરમિયાન, કોન્ટ્રાક્ટરની પત્નીએ PGVCLના પેન્ડિંગ બિલ અંગે PGVCL કચેરીના અધિકારી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાના સંપર્કમાં આવ્યા હતા. આ દરમિયાન પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર નજર કરી હતી અને બાદમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ વર્ષ 2021 થી 2024 દરમિયાન ફરિયાદીની છેડતી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આરોપી હિતેન્દ્રસિંહ રાણા અગાઉ જામનગર પીજીવીસીએલ કચેરીમાં આસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતો હતો, હાલ ઇન્ડસ્ટ્રીયલ તરીકે નોકરી કરતો હતો.રાજકોટમાં પીજીવીસીએલ કચેરી ખાતે સંબંધ અધિકારી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ પોલીસે પીજીવીસીએલના અધિકારી સામે સઘન તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વસનીય પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આરોપીઓને પકડવા માટે પણ પગલાં લેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર પીજીવીસીએલ કચેરીમાં ત્રણેક વર્ષ પહેલાં આસી. સેક્રેટરી તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારી સામે એક કોન્ટ્રાક્ટરના પત્નીએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટર કોઈ કેસમાં જેલ હવાલે થયા પછી તેની પત્ની આ અધિકારીના સંપર્કમાં આવી હોવાનું બહાર આવ્યું છે.
જામનગરમાં પીજીવીસીએલના અધિકારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે. ધ્રોલમાં તેણે પહેલા પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરની પત્ની પર નજર કરી હતી અને બાદમાં તેની પાસે જઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલના અધિકારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ધ્રોલનો કોન્ટ્રાક્ટર કેટલાક ગુનામાં છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતો. આ સમય દરમિયાન, કોન્ટ્રાક્ટરની પત્નીએ PGVCLના પેન્ડિંગ બિલ અંગે PGVCL કચેરીના અધિકારી હિતેન્દ્રસિંહ દિલીપસિંહ રાણાના સંપર્કમાં આવ્યા હતા.
આ દરમિયાન પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર નજર કરી હતી અને બાદમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ વર્ષ 2021 થી 2024 દરમિયાન ફરિયાદીની છેડતી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આરોપી હિતેન્દ્રસિંહ રાણા અગાઉ જામનગર પીજીવીસીએલ કચેરીમાં આસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતો હતો, હાલ ઇન્ડસ્ટ્રીયલ તરીકે નોકરી કરતો હતો.
રાજકોટમાં પીજીવીસીએલ કચેરી ખાતે સંબંધ અધિકારી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ પોલીસે પીજીવીસીએલના અધિકારી સામે સઘન તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિશ્વસનીય પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં આરોપીઓને પકડવા માટે પણ પગલાં લેવામાં આવશે.