Vadodara મનપાના પાપે જુઓ કેવી સ્થિતિ સર્જાઈ, સોસાયટીઓ ફેરવાઈ બેટમાં

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશનના પાપના કારણે વડોદરાવાસીઓને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે.વાઘોડિયાની સતાધાર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે,ગઈકાલથી સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.બે દિવસથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અન મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. વરસાદી પાણી ભરાતા રોશ વડોદરાના વોર્ડ નંબર 15માં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ આવતા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,કોર્પોરેશન પણ આ વાત જાણે છે તેમ છત્તા તેનો કોઈ ઉકેલ આવતો નથી.કોર્પોરેટરો પણ ગોળ-ગોળ જવાબ આપી રહ્યાં છે અને કંઈ કામગીરી કરતા નથી તેવો આક્ષેપ કર્યો છે.વોર્ડ નંબર 15માં પાઈપલાઈન નાખવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા ઓછી સર્જાય તેવું સ્થાનિકોનું કહેવું છે. બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવ્યા છે.સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા ડેમો તેમજ ચેકડેમો છલકાઈ ગયા છે.વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં વધારો થયો છે.આજવા સરોવરના જળસ્તર 212.95 ફૂટે પહોંચ્યા છે. પ્રતાપપુરા સરોવરની સપાટી પણ 225.75 ફૂટે પહોંચી છે. ત્યારે વિશ્વામિત્રી નદીની 22.00 ફૂટે પહોંચતા જ એલર્ટ અપાયું છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના લોકો પણ એલર્ટ મોડ પર છે.

Vadodara મનપાના પાપે જુઓ કેવી સ્થિતિ સર્જાઈ, સોસાયટીઓ ફેરવાઈ બેટમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશનના પાપના કારણે વડોદરાવાસીઓને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે.વાઘોડિયાની સતાધાર સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ છે,ગઈકાલથી સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં.બે દિવસથી લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અન મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.

વરસાદી પાણી ભરાતા રોશ

વડોદરાના વોર્ડ નંબર 15માં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે,સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ આવતા રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે,કોર્પોરેશન પણ આ વાત જાણે છે તેમ છત્તા તેનો કોઈ ઉકેલ આવતો નથી.કોર્પોરેટરો પણ ગોળ-ગોળ જવાબ આપી રહ્યાં છે અને કંઈ કામગીરી કરતા નથી તેવો આક્ષેપ કર્યો છે.વોર્ડ નંબર 15માં પાઈપલાઈન નાખવામાં આવે તો પાણી ભરાવાની સમસ્યા ઓછી સર્જાય તેવું સ્થાનિકોનું કહેવું છે.


બે દિવસથી ભારે વરસાદ છે વડોદરામાં

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,નદીનું ભયજનક લેવલ 26 ફૂટની નજીક પહોંચ્યું છે.બીજી તરફ ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત છે તેમજ વડોદરાના ઈન્દીરાનગર આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.ત્યારે વરસાદ બંધ થશે ત્યારબાદ પાણીનું લેવલ ઓછુ થશે તેવુ મનપા માની રહી છે,ગઈકાલ સાંજથી મોડી રાત સુધી શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે.

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવ્યા છે.સાથે સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા ડેમો તેમજ ચેકડેમો છલકાઈ ગયા છે.વડોદરામાં આજવા સરોવરના જળસ્તરમાં વધારો થયો છે.આજવા સરોવરના જળસ્તર 212.95 ફૂટે પહોંચ્યા છે. પ્રતાપપુરા સરોવરની સપાટી પણ 225.75 ફૂટે પહોંચી છે. ત્યારે વિશ્વામિત્રી નદીની 22.00 ફૂટે પહોંચતા જ એલર્ટ અપાયું છે. વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારના લોકો પણ એલર્ટ મોડ પર છે.