Surendranagar: દિવાળીના તહેવારોને લઈને એસટી વિભાગ 35 એકસ્ટ્રા બસો દોડાવશે

દિવાળીના તહેવારો પર ઝાલાવાડમાં વસતા પરપ્રાંતીય પરિવારોને વતન જવામાં અગવડતા ન રહે તે માટે એસ.ટી. દ્વારા વધારાની બસો દોડાવવામાં આવનાર છે. જેમાં જિલ્લાના 4 એસટી ડેપો સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલામાંથી કુલ 35 એકસ્ટ્રા બસો તા. 25મી ઓકટોબરથી દોડશે. એથી મુસાફરોને રાહત રહેનાર છે.દિવાળીના તહેવારોમાં આવતી રજાઓમાં મોટાભાગે લોકો ફરવા જાય છે. આ ઉપરાંત જિલ્લામાં કામ કરતા પરપ્રાંતીય મજુરો તેમના વતન રજાઓમાં જાય છે. બીજી તરફ જિલ્લાની બહાર વસતા પરિવારો પણ રજાઓ માણવા વતન પરત આવે છે. ત્યારે દિવાળીના તહેવારોમાં એસટી બસોમાં મોટાભાગે ભીડ રહે છે. જેમાં અમુક મુસાફરોને ખાનગી વાહનોના મોંઘા ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગીય કચેરી દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોને અગવડતા ન પડે તે માટે આગોતરૂ આયોજન કર્યુ છે. રાજકોટની કચેરી હેઠળ આવતા 8ડેપોમાંથી કુલ 100 કરતા વધુ બસો દિવાળી ટાણે દોડાવવામાં આવનાર છે. જેમાં ઝાલાવાડના 4 એસટી ડેપો સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા ડેપોમાંથી કુલ 35 બસો ચાલનાર છે. આ એકસ્ટ્રા બસોમાં સુરેન્દ્રનગર ડેપોમાંથી 15, ધ્રાંગધ્રા અને લીંબડીમાંથી 8-8 અને ચોટીલા ડેપોમાંથી 4 બસો ચાલશે. તા.25મી ઓકટોબરથી દિવાળી બાદ સુધી ચાલનાર આ બસો મોટાભાગે અમદાવાદ, રાજકોટ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, કવાંટ તરફ દોડશે. આ બસોમાં એડવાન્સ ગ્રુપ બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું એસ.ટી. વિભાગ દ્વારા જાહેર કરાયુ છે.

Surendranagar: દિવાળીના તહેવારોને લઈને એસટી વિભાગ 35 એકસ્ટ્રા બસો દોડાવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારો પર ઝાલાવાડમાં વસતા પરપ્રાંતીય પરિવારોને વતન જવામાં અગવડતા ન રહે તે માટે એસ.ટી. દ્વારા વધારાની બસો દોડાવવામાં આવનાર છે. જેમાં જિલ્લાના 4 એસટી ડેપો સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલામાંથી કુલ 35 એકસ્ટ્રા બસો તા. 25મી ઓકટોબરથી દોડશે. એથી મુસાફરોને રાહત રહેનાર છે.

દિવાળીના તહેવારોમાં આવતી રજાઓમાં મોટાભાગે લોકો ફરવા જાય છે. આ ઉપરાંત જિલ્લામાં કામ કરતા પરપ્રાંતીય મજુરો તેમના વતન રજાઓમાં જાય છે. બીજી તરફ જિલ્લાની બહાર વસતા પરિવારો પણ રજાઓ માણવા વતન પરત આવે છે. ત્યારે દિવાળીના તહેવારોમાં એસટી બસોમાં મોટાભાગે ભીડ રહે છે. જેમાં અમુક મુસાફરોને ખાનગી વાહનોના મોંઘા ભાડા ખર્ચીને મુસાફરી કરવી પડે છે. ત્યારે રાજકોટ એસટી વિભાગીય કચેરી દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોને અગવડતા ન પડે તે માટે આગોતરૂ આયોજન કર્યુ છે. રાજકોટની કચેરી હેઠળ આવતા 8ડેપોમાંથી કુલ 100 કરતા વધુ બસો દિવાળી ટાણે દોડાવવામાં આવનાર છે. જેમાં ઝાલાવાડના 4 એસટી ડેપો સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલા ડેપોમાંથી કુલ 35 બસો ચાલનાર છે. આ એકસ્ટ્રા બસોમાં સુરેન્દ્રનગર ડેપોમાંથી 15, ધ્રાંગધ્રા અને લીંબડીમાંથી 8-8 અને ચોટીલા ડેપોમાંથી 4 બસો ચાલશે. તા.25મી ઓકટોબરથી દિવાળી બાદ સુધી ચાલનાર આ બસો મોટાભાગે અમદાવાદ, રાજકોટ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર, કવાંટ તરફ દોડશે. આ બસોમાં એડવાન્સ ગ્રુપ બુકીંગની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું એસ.ટી. વિભાગ દ્વારા જાહેર કરાયુ છે.