Bhavnagar: વિકસિત ગુજરાત-2047 નો રોડમેપ તૈયાર કરવામા દેશમા ગુજરાત મોખરે

ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. 310 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે : મુખ્યમંત્રી 350 કરોડનો રિંગ રોડ બનવાથી ભાવનગરની કાયાપલટ થશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું કે, ગુજરાતે વિકસિત ગુજરાત@2047 રોડમેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે. લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સેમિકન્ડકટર ક્ષેત્રમાં ગુજરાતને સફ્ળતા મળી છે. ધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે. આ ઉપરાંત ભાવનગરમાં 350 કરોડનો રિંગ રોડ બનવાથી આ વિસ્તારની કાયાપલટ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતીઓ સામેવાળાની ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે. આપણને ગુજરાતી ભાષામા ગૌરવ હોવુ જોઈએ. આપણી ગુજરાતી ભાષામાં જ બીજા સાથે વાત કરવી જોઈએ. બીજા દેશના લોકો પોતાની ભાષા જ બોલે છે. અંગ્રેજી વિના પણ બધા જ કામ થાય છે. કોઈ તકલીફ પડતી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા જાળવવા માટે માર્મિક ટકોર કરતા કહ્યું કે, આપણે ત્યાં ભણેલા- ગણેલા લોકો પણ સ્કૂટર પરથી કચરો ફેકે છે એ બાબત યોગ્ય નથી. આવનારી પેઢીના ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આખુ ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર બને તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પાણી અને પર્યાવરણ બચાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી. કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય એ અન્યો રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. ગરીબોને આવાસ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આ તકે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર જી. એચ. સોલંકી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સચિવ આર. જી. ગોહિલ, હાઉસિંગ બોર્ડ કમિશનર એસ. બી. વસાવા, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, ડે. હાઉસિંગ ચેરમેન એસ.એ. ડોડીયા, આગેવાન અભયસિંહ ચૌહાણ, પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા.

Bhavnagar: વિકસિત ગુજરાત-2047 નો રોડમેપ તૈયાર કરવામા દેશમા ગુજરાત મોખરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. 310 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ
  • ધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે : મુખ્યમંત્રી
  • 350 કરોડનો રિંગ રોડ બનવાથી ભાવનગરની કાયાપલટ થશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું કે, ગુજરાતે વિકસિત ગુજરાત@2047 રોડમેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે. લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ના બે પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સેમિકન્ડકટર ક્ષેત્રમાં ગુજરાતને સફ્ળતા મળી છે. ધોલેરામાં બનનારા સેમિકન્ડકટરથી ભાવનગરને વધુ ફાયદો થશે. આ ઉપરાંત ભાવનગરમાં 350 કરોડનો રિંગ રોડ બનવાથી આ વિસ્તારની કાયાપલટ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.310 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતીઓ સામેવાળાની ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે. આપણને ગુજરાતી ભાષામા ગૌરવ હોવુ જોઈએ. આપણી ગુજરાતી ભાષામાં જ બીજા સાથે વાત કરવી જોઈએ. બીજા દેશના લોકો પોતાની ભાષા જ બોલે છે. અંગ્રેજી વિના પણ બધા જ કામ થાય છે. કોઈ તકલીફ પડતી નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વચ્છતા જાળવવા માટે માર્મિક ટકોર કરતા કહ્યું કે, આપણે ત્યાં ભણેલા- ગણેલા લોકો પણ સ્કૂટર પરથી કચરો ફેકે છે એ બાબત યોગ્ય નથી. આવનારી પેઢીના ભવિષ્ય માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આખુ ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર બને તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આપણે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવીને સુખી તથા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પાણી અને પર્યાવરણ બચાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય એ અન્યો રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. ગરીબોને આવાસ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.

આ તકે મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર જી. એચ. સોલંકી, ગુજરાત હાઉસિંગ બોર્ડ સચિવ આર. જી. ગોહિલ, હાઉસિંગ બોર્ડ કમિશનર એસ. બી. વસાવા, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, ડે. હાઉસિંગ ચેરમેન એસ.એ. ડોડીયા, આગેવાન અભયસિંહ ચૌહાણ, પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા.