Viramgamના નળકાંઠા વિસ્તારમાં કેનાલમાં પડયું ગાબડું, લાખો લિટર પાણી વહી ગયું

વિરમગામના નળકાંઠા વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણી વહી ગયું હતુ.નભોઈ ગામ પાસે ડિસ્ટ્રીબ્યૂટર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા જેના કારણે ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે,માંડ-માંડ પાક તૈયાર થયો અને તેમાં પણ પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ નર્મદા કેનાલના કોઈ અધિકારીઓ ફરકયા શુદ્ધા નથી.તૈયાર પાક પર પાણી ફરી વળ્યા નળકાંઠા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યૂટર કેનાલ ગાબડું પડયું છે જેને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.નભોઈ ગામ પાસેથી પસાર થતી શાહપુર ડિસ્ટ્રીબ્યૂટર કેનાલમાં આ ગાબડું પડયું છે.અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કેનાલ તૂટી હતી અને પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી,ત્યારે ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.થોડાક દિવસો પહેલા જ ડાંગરના પાક માટે પાણી છોડવામાં આવ્યું હતુ.નળકાંઠાના અન્ય ગ્રામ્ય વિસ્તારના કુમારખાણ, શાહપુર, કાયલા, વેકરીયાના ખેતી વિસ્તાર પાણી બંધ છે. વિરમગામના ખેડૂતોને મળશે પાણી વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના 13 ગામના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે હેતુ સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહયોગથી રૂ.1400 કરોડની યોજના બનાવી છે. જેના પ્રથમ ચરણમાં રૂ.300 કરોડનું કામ પ્રગતિમાં છે.તે સૌરાષ્ટ્ર શાખા નહેર પર પાઈપ લાઈનના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલે નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.  

Viramgamના નળકાંઠા વિસ્તારમાં કેનાલમાં પડયું ગાબડું, લાખો લિટર પાણી વહી ગયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિરમગામના નળકાંઠા વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડતા લાખો લિટર પાણી વહી ગયું હતુ.નભોઈ ગામ પાસે ડિસ્ટ્રીબ્યૂટર કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા જેના કારણે ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે,માંડ-માંડ પાક તૈયાર થયો અને તેમાં પણ પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે.તો બીજી તરફ નર્મદા કેનાલના કોઈ અધિકારીઓ ફરકયા શુદ્ધા નથી.

તૈયાર પાક પર પાણી ફરી વળ્યા

નળકાંઠા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યૂટર કેનાલ ગાબડું પડયું છે જેને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.નભોઈ ગામ પાસેથી પસાર થતી શાહપુર ડિસ્ટ્રીબ્યૂટર કેનાલમાં આ ગાબડું પડયું છે.અચાનક પાણીનો પ્રવાહ વધી જતા કેનાલ તૂટી હતી અને પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી,ત્યારે ખેડૂતોને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.થોડાક દિવસો પહેલા જ ડાંગરના પાક માટે પાણી છોડવામાં આવ્યું હતુ.નળકાંઠાના અન્ય ગ્રામ્ય વિસ્તારના કુમારખાણ, શાહપુર, કાયલા, વેકરીયાના ખેતી વિસ્તાર પાણી બંધ છે.


વિરમગામના ખેડૂતોને મળશે પાણી

વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના 13 ગામના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે હેતુ સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહયોગથી રૂ.1400 કરોડની યોજના બનાવી છે. જેના પ્રથમ ચરણમાં રૂ.300 કરોડનું કામ પ્રગતિમાં છે.તે સૌરાષ્ટ્ર શાખા નહેર પર પાઈપ લાઈનના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલે નિરીક્ષણ કરી સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.