Khyati Hospitalએ 90 ટકા બ્લોકેજના ખોટા રિપોર્ટ દર્શાવી દર્દીઓને લૂંટી લીધા

ખ્યાતિ હોસ્પિટલને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં મહત્વની વાત તો એ છે કે,અગ્રસચિવે CEA હેઠળ ખ્યાતિનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાની વાત સામે આવી છે,ખ્યાતિમાં દર્દીઓના હૃદય ચીરી પૈસા પડાવવાનો ખેલ થતો હોવાની વાત પુરવાર થઈ છે.નવેમ્બર 2022માં કલોલના ધમાસણામાં કેમ્પ યોજ્યો હતો અને 12 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા જેમાથી 2 લોકોના મોત થયા હતા અને કેમ હજુ સુધી ભ્રષ્ટ અધિકારીઓ જેલમાં પુરાયા નથી તે એક સવાલ છે. શું સરકારે પોલીસ ઉપર કોઈ દબાણ ઊભું કર્યું તે સવાલ? સરકાર આરોગ્ય અગ્રસચિવ દ્વિવેદીને બચાવે છે કેમ તેને લઈ પણ સવાલો ઉભા થયા છે.ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ મુદ્દે બચાવવામાં આવી રહ્યાં છે.2816 સરકારી હોસ્પિટલોનું તત્કાલ રજિસ્ટ્રેશન કરાયું છે તો તો પ્રાઈવેટ હોસ્પિટલ માટે કૂણું વલણ અપનાવાયું છે,5173 ખાનગી હોસ્પિટલ સહિત એકમોનું રજિસ્ટ્રેશન કરાયું છે,જો રજિસ્ટ્રેશન કર્યું હોય તો ખ્યાતિને સીલ મારી શકાત અને શું અગ્રસચિવ આવી હોસ્પિટલોને બચાવવા માંગે છે? તાબડતોબ એપ્રુવલની સાઠગાંઠ છતા ધરપકડ કેમ નહીં આ સમગ્ર ઘટનામાં દર્દીઓને લઈ તાત્કાલિક એપ્રુવલ આપવામાં આવતી હતી રૂપિયા પણ ટ્રાન્સફર થઈ જતા હતા,PMJAY-વીમા કંપનીના ભ્રષ્ટાચારીઓને છાવરે છે કેમ તે ખબર નથી પડતી,લોકોની જિંદગી સાથે ખિલવાડ છતા છાવરે છે કેમ ? તો ખ્યાતિમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરી તે લોકોને મોટા બ્લોકે જ ન હોવાની વાત સામે આવી છે,તપાસ દરમિયાન સીડી જોતાં ભોપાળું સામે આવ્યું છે.ભ્રષ્ટાચારીઓને બચાવવા હવાતિયા કેમ તે મોટો સવાલ છે.એક વર્ષના સમયમાં હોસ્પિટલે 6 કરોડનો નફો કર્યો એક વર્ષના સમયગાળામાં હોસ્પિટલે સારો એવો નફો કર્યો છે,4 પાર્ટનરોના ભાગે આવ્યા 1.50-1.50 કરોડ રૂપિયા અને નફાના રૂપિયાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી સાથે સાથે એશિયન બેરીયાટીકના સ્થાને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત પાર્ટનર હતા અને સંજય પટોડીયા અને રાજશ્રીનો પતિ હતો પાર્ટનર. આરોપી કાર્તિક પટેલ હજી ફરાર ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઈમબ્રાન્ચ દ્રારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન નહીં આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તરફથી એવો મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટીંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગામડાઓના વિસ્તારોના ક્લીનીક્સના ડોક્ટર્સનો સંપર્ક કરી PMJAY કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.

Khyati Hospitalએ 90 ટકા બ્લોકેજના ખોટા રિપોર્ટ દર્શાવી દર્દીઓને લૂંટી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં મહત્વની વાત તો એ છે કે,અગ્રસચિવે CEA હેઠળ ખ્યાતિનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોવાની વાત સામે આવી છે,ખ્યાતિમાં દર્દીઓના હૃદય ચીરી પૈસા પડાવવાનો ખેલ થતો હોવાની વાત પુરવાર થઈ છે.નવેમ્બર 2022માં કલોલના ધમાસણામાં કેમ્પ યોજ્યો હતો અને 12 લોકોને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા જેમાથી 2 લોકોના મોત થયા હતા અને કેમ હજુ સુધી ભ્રષ્ટ અધિકારીઓ જેલમાં પુરાયા નથી તે એક સવાલ છે.

શું સરકારે પોલીસ ઉપર કોઈ દબાણ ઊભું કર્યું તે સવાલ?

સરકાર આરોગ્ય અગ્રસચિવ દ્વિવેદીને બચાવે છે કેમ તેને લઈ પણ સવાલો ઉભા થયા છે.ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ મુદ્દે બચાવવામાં આવી રહ્યાં છે.2816 સરકારી હોસ્પિટલોનું તત્કાલ રજિસ્ટ્રેશન કરાયું છે તો તો પ્રાઈવેટ હોસ્પિટલ માટે કૂણું વલણ અપનાવાયું છે,5173 ખાનગી હોસ્પિટલ સહિત એકમોનું રજિસ્ટ્રેશન કરાયું છે,જો રજિસ્ટ્રેશન કર્યું હોય તો ખ્યાતિને સીલ મારી શકાત અને શું અગ્રસચિવ આવી હોસ્પિટલોને બચાવવા માંગે છે?

તાબડતોબ એપ્રુવલની સાઠગાંઠ છતા ધરપકડ કેમ નહીં

આ સમગ્ર ઘટનામાં દર્દીઓને લઈ તાત્કાલિક એપ્રુવલ આપવામાં આવતી હતી રૂપિયા પણ ટ્રાન્સફર થઈ જતા હતા,PMJAY-વીમા કંપનીના ભ્રષ્ટાચારીઓને છાવરે છે કેમ તે ખબર નથી પડતી,લોકોની જિંદગી સાથે ખિલવાડ છતા છાવરે છે કેમ ? તો ખ્યાતિમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરી તે લોકોને મોટા બ્લોકે જ ન હોવાની વાત સામે આવી છે,તપાસ દરમિયાન સીડી જોતાં ભોપાળું સામે આવ્યું છે.ભ્રષ્ટાચારીઓને બચાવવા હવાતિયા કેમ તે મોટો સવાલ છે.

એક વર્ષના સમયમાં હોસ્પિટલે 6 કરોડનો નફો કર્યો

એક વર્ષના સમયગાળામાં હોસ્પિટલે સારો એવો નફો કર્યો છે,4 પાર્ટનરોના ભાગે આવ્યા 1.50-1.50 કરોડ રૂપિયા અને નફાના રૂપિયાથી ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી સાથે સાથે એશિયન બેરીયાટીકના સ્થાને ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપુત પાર્ટનર હતા અને સંજય પટોડીયા અને રાજશ્રીનો પતિ હતો પાર્ટનર.

આરોપી કાર્તિક પટેલ હજી ફરાર

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઈમબ્રાન્ચ દ્રારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન નહીં આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તરફથી એવો મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટીંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગામડાઓના વિસ્તારોના ક્લીનીક્સના ડોક્ટર્સનો સંપર્ક કરી PMJAY કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું.