Amreliના લાઠીમાં ઘરકંકાસમા પિતાએ દિકરીને કૂવામાં નાખી નિપજાવી હત્યા

એક વીજળીનો ચમકારો થાય અને દીકરી દોડીને બાપના ખોળામાં બેસી જાય અને પછી એને એવું લાગે કે હવે હું સુરક્ષિત છું ત્યારે લાઠીના શેખ પિપરિયાંની ઘટનાએ ભલભલાની આંખોમાં આંસુ લાવી દીધા.આ ઘટના છે તારીખ ૨૪ ઓકટોબર ૨૦૨૪ના રોજ સાંજે એક કળિયુગી બાપે પોતાની માસૂમ ચાર વર્ષની પુત્રીને કૂવામાં નાખી દઈ હત્યા નિપજાવી છે. કૂવામાં ફેંકીને બાળકીની કરાઈ હત્યા વાત છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં શેખ પીપરીયા ગામની જ્યા નશાની હાલતમાં ઘરે આવ્યો અને પત્ની સાથે ઝગડો કર્યો પતિ પત્નીના ઝગડામાં ક્રોધે ભરાયેલા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને મારમાર્યો અને તે રડવા લાગી અને સગા પિતાએ આવેશમાં આવી કૂવામાં ફેંકી દીધી અને પોતે પણ કૂવામાં પડ્યો, તરતાં આવડતું હોવાના કારણે તે કુવામાંથી બહાર નીકળી ગયો પરંતુ બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે. બાળકીને માર પણ મારવામાં આવ્યો આ અંગે લાઠીના શેખ પીપરિયા ગામે ચીમનભાઈ કાકડીયા જેઓએ મનુભાઈ જોગાણીની ભાગવી રાખેલ વાડીએ રહેતા અને ભાગ્યું રાખીને મજૂરી કામ કરતા સીમાબેન બબલુ ભુરસિંગ ભુરીયા ઉ.વ.ર૬એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પતિ બબલુ ભુરસિંગ ભુરીયા અવાર નવાર પોતાની પત્ની તથા બાળકોને માર મારતો હતો. ઘટનાના સમયે બપોર બાદથી મહિલા તેમની ભાગવી રાખેલ વાડીએ કપાસ વીણવાનું કામ કરતા હતા અને તેના બાળકો વાડીએ બળદગાડામાં રમતા હતા તે દરમિયાન આરોપી મહિલાના પતિ અને બાળકોના પિતાએ આશરે સાંજના સાડા છ વાગ્યે વાડીએ આવી પોતાની પત્ની તથા માસુમ ૪ વર્ષની દીકરી નંદુને પાણીની ભરેલ ડોલ મોઢાના ભાગે મારી દઈ, મુંઢ ઈજા કરી હતી. પરિવારને મારી નાખવાની આપતો ધમકી તે દરમિયાન દિકરી નંદુને ઈજાઓ થતાં જોર જોર થી રડવા લાગતા તેની માતા દોડીને તેની દિકરી નંદુ પાસે જવા જતા તેના નરાધમ પતિ બબલુ એ પોતાની જ માત્ર ૪ વર્ષની દિકરી નંદુને પાણીના ભરેલ કુવામાં ફેકી દીધી હતી. અને પોતે પણ કૂવામાં ખાબક્યો હતો પરંતુ પોતાને તરતાં આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો પરંતુ તેની ૪ વર્ષની માસૂમ કૂવામાંજ તરફડીયા મારતી રહી અને અંતે શ્વાસ છોડી દીધા હતા નરાધમે પત્ની તથા અન્ય બાળકોને પણ કૂવામાં ફેંકી દઈને તેનું મોત નીપજાવવાની ધમકી આપી હતી. પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો બાળકીને કૂવામાં ફેંકી દેતા માતા ગભરાઈ ગઈ અને ચીસો પાડવા લાગી ત્યારે આસપાસના કામ કરી રહેલા લોકો એકત્રિત થયા અને પોલીસને જાણ કરવામાં આવી થોડીજ વારમાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો મૃતદેહ બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલાવી નરાધમ પિતા બબલુની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.ઘર કંકાસમાં સગા પિતાએ પોતાની માસુમ બાળકીની હત્યા નીપજાવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે મૃતક બાળકીની માતા પોતાના બંને બાળકોને લઈ પોતાના વતનમાં ગયા છે.  

Amreliના લાઠીમાં ઘરકંકાસમા પિતાએ દિકરીને કૂવામાં નાખી નિપજાવી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

એક વીજળીનો ચમકારો થાય અને દીકરી દોડીને બાપના ખોળામાં બેસી જાય અને પછી એને એવું લાગે કે હવે હું સુરક્ષિત છું ત્યારે લાઠીના શેખ પિપરિયાંની ઘટનાએ ભલભલાની આંખોમાં આંસુ લાવી દીધા.આ ઘટના છે તારીખ ૨૪ ઓકટોબર ૨૦૨૪ના રોજ સાંજે એક કળિયુગી બાપે પોતાની માસૂમ ચાર વર્ષની પુત્રીને કૂવામાં નાખી દઈ હત્યા નિપજાવી છે.

કૂવામાં ફેંકીને બાળકીની કરાઈ હત્યા

વાત છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનાં શેખ પીપરીયા ગામની જ્યા નશાની હાલતમાં ઘરે આવ્યો અને પત્ની સાથે ઝગડો કર્યો પતિ પત્નીના ઝગડામાં ક્રોધે ભરાયેલા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને મારમાર્યો અને તે રડવા લાગી અને સગા પિતાએ આવેશમાં આવી કૂવામાં ફેંકી દીધી અને પોતે પણ કૂવામાં પડ્યો, તરતાં આવડતું હોવાના કારણે તે કુવામાંથી બહાર નીકળી ગયો પરંતુ બાળકીનું કરૂણ મોત નિપજ્યું છે.

બાળકીને માર પણ મારવામાં આવ્યો

આ અંગે લાઠીના શેખ પીપરિયા ગામે ચીમનભાઈ કાકડીયા જેઓએ મનુભાઈ જોગાણીની ભાગવી રાખેલ વાડીએ રહેતા અને ભાગ્યું રાખીને મજૂરી કામ કરતા સીમાબેન બબલુ ભુરસિંગ ભુરીયા ઉ.વ.ર૬એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પતિ બબલુ ભુરસિંગ ભુરીયા અવાર નવાર પોતાની પત્ની તથા બાળકોને માર મારતો હતો. ઘટનાના સમયે બપોર બાદથી મહિલા તેમની ભાગવી રાખેલ વાડીએ કપાસ વીણવાનું કામ કરતા હતા અને તેના બાળકો વાડીએ બળદગાડામાં રમતા હતા તે દરમિયાન આરોપી મહિલાના પતિ અને બાળકોના પિતાએ આશરે સાંજના સાડા છ વાગ્યે વાડીએ આવી પોતાની પત્ની તથા માસુમ ૪ વર્ષની દીકરી નંદુને પાણીની ભરેલ ડોલ મોઢાના ભાગે મારી દઈ, મુંઢ ઈજા કરી હતી.

પરિવારને મારી નાખવાની આપતો ધમકી

તે દરમિયાન દિકરી નંદુને ઈજાઓ થતાં જોર જોર થી રડવા લાગતા તેની માતા દોડીને તેની દિકરી નંદુ પાસે જવા જતા તેના નરાધમ પતિ બબલુ એ પોતાની જ માત્ર ૪ વર્ષની દિકરી નંદુને પાણીના ભરેલ કુવામાં ફેકી દીધી હતી. અને પોતે પણ કૂવામાં ખાબક્યો હતો પરંતુ પોતાને તરતાં આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો પરંતુ તેની ૪ વર્ષની માસૂમ કૂવામાંજ તરફડીયા મારતી રહી અને અંતે શ્વાસ છોડી દીધા હતા નરાધમે પત્ની તથા અન્ય બાળકોને પણ કૂવામાં ફેંકી દઈને તેનું મોત નીપજાવવાની ધમકી આપી હતી.

પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

બાળકીને કૂવામાં ફેંકી દેતા માતા ગભરાઈ ગઈ અને ચીસો પાડવા લાગી ત્યારે આસપાસના કામ કરી રહેલા લોકો એકત્રિત થયા અને પોલીસને જાણ કરવામાં આવી થોડીજ વારમાં લાઠી પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો મૃતદેહ બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલાવી નરાધમ પિતા બબલુની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.ઘર કંકાસમાં સગા પિતાએ પોતાની માસુમ બાળકીની હત્યા નીપજાવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે મૃતક બાળકીની માતા પોતાના બંને બાળકોને લઈ પોતાના વતનમાં ગયા છે.