Vadodara: સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આજે મધ્યરાત્રી બાદ ગુજરાત આવશે
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ મધ્યરાત્રી બાદ વડોદરા ખાતે આવશે. વડાપ્રધાન મેડ્રો સાંચેઝના આગમનનો સમય બદલાયો છે. સમય બદલાતા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું રદ કરવામાં આવ્યું. આજે તમામ રસ્તાઓ વાહનચાલકો માટે ખુલ્લા રહેશે. આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી જાહેરનામું અમલમાં આવશે. VVIP એરપોર્ટથી એન્ટ્રી બાદ રોડમાં ડાયવર્ઝન અપાશે હવે મધ્યરાત્રી બાદ સ્પેનના વડાપ્રધાન આવનાર હોય ટ્રાફિક એસપી જ્યોતિ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, VVIPનો કાફલો પસાર થયા બાદ રોડ ખુલ્લા કરી દેવામાં આવશે. દર્દીઓને હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. એરપોર્ટ પર જનાર મુસાફરોના ઇમરજન્સીનું પણ ધ્યાન રાખવામાં આવશે. સ્પેનના વડાપ્રધાન મધ્યરાત્રી પછી આવનાર હોય આજનું ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. આજે તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે ખુલ્લા રહેશે. આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી વીવીઆઈપી ગતિવિધિ બાદ જાહેરનામું અમલમાં આવશે. વીવીઆઈપીની એરપોર્ટથી એન્ટ્રી બાદ રોડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વીવીઆઈપીનો કાફલો પસાર થયા બાદ વાહન ચાલકો માટે રોડ કરી ખુલ્લા કરી દેવામાં આવશે. દર્દીઓ, એરપોર્ટ પર જનાર મુસાફરોને ઇમરજન્સી માટે કોઈપણ પ્રકારની હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રખાશે. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝની મુલાકાત આ મોંઘેરા મહેમાનોના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ અતિથિ વિશેષનું એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે માર્ગ અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે કાર્યક્રમમાં વિવિધ નૃત્ય વૃંદ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી 66 જેટલા કલાકારો ભવ્ય સ્વાગત માટે તૈયાર છે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન થશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આજે મધ્યરાત્રીએ વડોદરા ખાતે આવશે. ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. સપ્ટેમ્બર, 2021માં ભારતે ભારતીય વાયુસેના (IAF) ના જૂના AVRO કાફલાને બદલવા માટે 56 C-295 એરક્રાફ્ટ્સના અધિગ્રહણ માટેની ઔપચારિકતા હાથ ધરી હતી. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી 40 જેટલા C-295 એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે, જે ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે. મહત્વપૂર્ણ છે કે, C-295 એરક્રાફ્ટ, જેનું વડોદરા ખાતે ઉત્પાદન કરવામાં આવશે, તે 5-10 ટનની ક્ષમતા ધરાવતું એક બહુમુખી લશ્કરી પરિવહન વિમાન છે, જે 71 ટૂપ્સ અથવા 40-50 પેરાટૂપ્સને લઇ જવા માટે સક્ષમ છે. દુલ્હનની જેમ શણગારવામાં આવી સંસ્કારીનગરી પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝ આજે મધ્યરાત્રીએ વડોદરાની મુલાકાતે આવી રહ્યાં છે, જેને લઈને વડોદરા શહેરની દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તા અને નેતા ડો.ભરત ડાંગરે સોશિયલ મીડિયા પર વડોદરા શહેરની સુંદરતાનો એક વીડિયો શેર કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ મધ્યરાત્રી બાદ વડોદરા ખાતે આવશે. વડાપ્રધાન મેડ્રો સાંચેઝના આગમનનો સમય બદલાયો છે. સમય બદલાતા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું રદ કરવામાં આવ્યું. આજે તમામ રસ્તાઓ વાહનચાલકો માટે ખુલ્લા રહેશે. આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી જાહેરનામું અમલમાં આવશે.
VVIP એરપોર્ટથી એન્ટ્રી બાદ રોડમાં ડાયવર્ઝન અપાશે
હવે મધ્યરાત્રી બાદ સ્પેનના વડાપ્રધાન આવનાર હોય ટ્રાફિક એસપી જ્યોતિ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી કે, VVIPનો કાફલો પસાર થયા બાદ રોડ ખુલ્લા કરી દેવામાં આવશે. દર્દીઓને હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. એરપોર્ટ પર જનાર મુસાફરોના ઇમરજન્સીનું પણ ધ્યાન રાખવામાં આવશે. સ્પેનના વડાપ્રધાન મધ્યરાત્રી પછી આવનાર હોય આજનું ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. આજે તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે ખુલ્લા રહેશે. આવતીકાલે સવારે 7:00 વાગ્યાથી વીવીઆઈપી ગતિવિધિ બાદ જાહેરનામું અમલમાં આવશે. વીવીઆઈપીની એરપોર્ટથી એન્ટ્રી બાદ રોડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વીવીઆઈપીનો કાફલો પસાર થયા બાદ વાહન ચાલકો માટે રોડ કરી ખુલ્લા કરી દેવામાં આવશે. દર્દીઓ, એરપોર્ટ પર જનાર મુસાફરોને ઇમરજન્સી માટે કોઈપણ પ્રકારની હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રખાશે.
પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝની મુલાકાત
આ મોંઘેરા મહેમાનોના સ્વાગત માટે સમગ્ર શહેરને સુશોભિત કરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ અતિથિ વિશેષનું એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે માર્ગ અને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે કાર્યક્રમમાં વિવિધ નૃત્ય વૃંદ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ ખાતે સ્પંદન કલાકેન્દ્ર, દીક્ષા ભરત નાટ્યલય, નૃત્યમયી ડાન્સ એકેડેમી અને મિસ્ટી ડાન્સ એકેડેમી દ્વારા રાસ થકી 66 જેટલા કલાકારો ભવ્ય સ્વાગત માટે તૈયાર છે. જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે નૃત્ય રાગિણી, શ્રીકલા કેન્દ્ર, નૃત્યમ ડાન્સ એકેડેમી, નૃત્યાંગના કાળા કનેદર અને કેદાર નાટ્યલય દ્વારા ગરબા, રાસ, હુડો અને ભરતનાટ્યમ રંગારંગ કૃતિઓ 66 જેટલા કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ આજે મધ્યરાત્રીએ વડોદરા ખાતે આવશે. ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે. સપ્ટેમ્બર, 2021માં ભારતે ભારતીય વાયુસેના (IAF) ના જૂના AVRO કાફલાને બદલવા માટે 56 C-295 એરક્રાફ્ટ્સના અધિગ્રહણ માટેની ઔપચારિકતા હાથ ધરી હતી. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ ફેસિલિટી 40 જેટલા C-295 એરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે અને તેમને એસેમ્બલ કરશે, જે ભારતીય વાયુસેના (IAF) માટે સ્વદેશી ઈલેક્ટ્રોનિક વૉરફેર સ્યુટથી સજ્જ હશે. મહત્વપૂર્ણ છે કે, C-295 એરક્રાફ્ટ, જેનું વડોદરા ખાતે ઉત્પાદન કરવામાં આવશે, તે 5-10 ટનની ક્ષમતા ધરાવતું એક બહુમુખી લશ્કરી પરિવહન વિમાન છે, જે 71 ટૂપ્સ અથવા 40-50 પેરાટૂપ્સને લઇ જવા માટે સક્ષમ છે.
દુલ્હનની જેમ શણગારવામાં આવી સંસ્કારીનગરી
પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સચેઝ આજે મધ્યરાત્રીએ વડોદરાની મુલાકાતે આવી રહ્યાં છે, જેને લઈને વડોદરા શહેરની દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તા અને નેતા ડો.ભરત ડાંગરે સોશિયલ મીડિયા પર વડોદરા શહેરની સુંદરતાનો એક વીડિયો શેર કર્યો છે.