Suratમાં હીરાના વેપારીને 'હની' સાથેના રંગરેલિયા ભારે પડ્યા, હનીટ્રેપનો થયો શિકાર
સુરતમાં હીરાનો વેપારી હનીટ્રેપનો શિકાર થયો.શહેરમાં હની ટ્રેપ ગેંગના આતંકની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વરાછાનો હીરાનો વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો. ભોગ બનેલ વેપારી પાસેથી મામલાની પતાવટ માટે દાગીના અને રોકડ રકમ પડાવવામાં આવી. પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ થતાં આ મામલે હીરાના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.હીરાનો વેપારી હની ટ્રેપનો શિકારહીરાની નગરી તરીકે લોકપ્રિય શહેર એવા સુરતમાં છેતરપિંડીના કિસ્સા વધવા લાગ્યા છે. શહેરના હીરાના વેપારીઓ અનેક અસમાજિક તત્વોના નિશાના પર હોય છે. વરાછાનો હીરાનો વેપારી પણ ફ્રોડનો ભોગ બન્યો. વેપારી પાસેથી રૂપિયા પડાવવા હની ટ્રેપનું ષડયંત્ર રચાયું. હીરાનો વેપારી ભાન ભૂલ્યો અને હની (Honey) સાથે સંબંધ બાંધ્યો. હોટલમાં રંગરેલિયા મનાવવા માટે હની (Honey) મોપેડ પરથી ઉતરી હીરાના વેપારીની કારમાં બેસી ગઈ. હોટલના રૂમમાં જઈ વેપારી અને હની (Honey) બંનેએ શરીર સુખ માણ્યું. થોડા દિવસ બાદ ફરી હની(Honey)નો ફોન આવ્યો. અને હની(Honey)એ વેપારીને ટ્રેપ કરવા ઉત્રાણ વિસ્તારની રૂમમાં એકલો બોલાવ્યો. ઉત્રાણની હોટલમાં વેપારી અને હની પંહોચી ગયા. બાદમાં જ્યારે શરીર સુખ માણવાની તૈયારી કરતા હતા ત્યારે જ હનીએ કપડાં કાઢતા જ પતિ આવ્યો છે તેવું કહી બુમા બૂમ કરી.પતિનું બહાનું કાઢી હનીએ મામલાની પતાવટ માટે વેપારી પાસેથી દાગીના અને રોકડ રૂપિયા પડાવ્યા. 57 વર્ષીય હીરાના વેપારીને ફ્રોડ થયાનું માલૂમ થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. હની ટ્રેપ ગેંગ ઝડપાઈપોલીસએ આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગને ઝડપી લીધી. અગાઉ પણ હીરાનો વેપારી હનીટ્રેપનો ભોગ બન્યો હતો. હીરાના વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહી ઘરમાં બોલાવ્યો અને બાદમાં મહિલા કપડાં ઉતારવા લાગી. અને થોડા જ સમયમાં બહારથી ત્રણ શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું. તે સમયે વેપારી પૈસા આપી દીધા. પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરીયાદ કરી.તાજેતરમાં પણ ફરી 57 વર્ષીય વેપારી હનીટ્રેપના આતંકનો ભોગ બન્યો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં હીરાનો વેપારી હનીટ્રેપનો શિકાર થયો.શહેરમાં હની ટ્રેપ ગેંગના આતંકની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વરાછાનો હીરાનો વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો. ભોગ બનેલ વેપારી પાસેથી મામલાની પતાવટ માટે દાગીના અને રોકડ રકમ પડાવવામાં આવી. પોતાની સાથે છેતરપિંડી થયાનું માલૂમ થતાં આ મામલે હીરાના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
હીરાનો વેપારી હની ટ્રેપનો શિકાર
હીરાની નગરી તરીકે લોકપ્રિય શહેર એવા સુરતમાં છેતરપિંડીના કિસ્સા વધવા લાગ્યા છે. શહેરના હીરાના વેપારીઓ અનેક અસમાજિક તત્વોના નિશાના પર હોય છે. વરાછાનો હીરાનો વેપારી પણ ફ્રોડનો ભોગ બન્યો. વેપારી પાસેથી રૂપિયા પડાવવા હની ટ્રેપનું ષડયંત્ર રચાયું. હીરાનો વેપારી ભાન ભૂલ્યો અને હની (Honey) સાથે સંબંધ બાંધ્યો. હોટલમાં રંગરેલિયા મનાવવા માટે હની (Honey) મોપેડ પરથી ઉતરી હીરાના વેપારીની કારમાં બેસી ગઈ. હોટલના રૂમમાં જઈ વેપારી અને હની (Honey) બંનેએ શરીર સુખ માણ્યું. થોડા દિવસ બાદ ફરી હની(Honey)નો ફોન આવ્યો. અને હની(Honey)એ વેપારીને ટ્રેપ કરવા ઉત્રાણ વિસ્તારની રૂમમાં એકલો બોલાવ્યો.
ઉત્રાણની હોટલમાં વેપારી અને હની પંહોચી ગયા. બાદમાં જ્યારે શરીર સુખ માણવાની તૈયારી કરતા હતા ત્યારે જ હનીએ કપડાં કાઢતા જ પતિ આવ્યો છે તેવું કહી બુમા બૂમ કરી.પતિનું બહાનું કાઢી હનીએ મામલાની પતાવટ માટે વેપારી પાસેથી દાગીના અને રોકડ રૂપિયા પડાવ્યા. 57 વર્ષીય હીરાના વેપારીને ફ્રોડ થયાનું માલૂમ થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી.
હની ટ્રેપ ગેંગ ઝડપાઈ
પોલીસએ આ મામલે કાર્યવાહી કરી મળેલ બાતમીના આધારે હની ટ્રેપ ગેંગને ઝડપી લીધી. અગાઉ પણ હીરાનો વેપારી હનીટ્રેપનો ભોગ બન્યો હતો. હીરાના વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહી ઘરમાં બોલાવ્યો અને બાદમાં મહિલા કપડાં ઉતારવા લાગી. અને થોડા જ સમયમાં બહારથી ત્રણ શખ્સ આવ્યા અને કહેવા લાગ્યા કે પૈસા નહીં આપો તો બદનામ કરી દઈશું. તે સમયે વેપારી પૈસા આપી દીધા. પરંતુ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વેપારીએ કંટાળીને પોલીસમાં ફરીયાદ કરી.તાજેતરમાં પણ ફરી 57 વર્ષીય વેપારી હનીટ્રેપના આતંકનો ભોગ બન્યો.