Ahmedabad : ભીડભાડવાળા બજાર રતનપોળમાં મોટું બોર્ડ ધડામ

રિલીફ રોડ પર AMCનો થાંભલો પડ્યો રતનપોળ લખેલું મોટું બોર્ડ ધરાશાયી નોટિસ આપનાર AMCની જ બેદરકારી અમદાવાદના રતનપોળમાં રતનપોળ લખેલું મોટું બોર્ડ ધડામ દઈને નીચે પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. થાંભલો નીચે પડતા AMCની બેદરકારી જોવા મળી રહી છે. પબ્લીકની અવર-જવર વચ્ચે થાંભલો પડ્યો હતો. અમદાવાદમાં ખાનગી હોર્ડિંગને નોટિસ આપનાર AMCના જ થાંભલાના ઠેકાણા નથી. અમદાવાદના રતનપોળ કે જ્યાં હંમેશા ભીડ જોવા મળે છે. તેવી જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. રતનપોળ લખેલું બોર્ડ જ ધડામ દઈને નીચે પડ્યું હતું. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. રતનપોળ માર્કેટ 50 થી 60 વર્ષ જૂનું છે જૂના અમદાવાદમાં રતનપોળ માર્કેટ લગભગ 50 થી 60 વર્ષ જૂનું માર્કેટ ગણવામાં આવે છે. તે માર્કેટ કપડાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. રતનપોળમાં રૂપિયા 100 થી લઈને 2 લાખ સુધીના કપડા મળે છે. રતનપોળ માર્કેટ કપડા માટેના શહેર તરીકે જાણીતું છે. કારણ કે તેમાં 100થી ઉપર કપડાઓ માટે હોલસેલ અને રિટેલ દુકાનો આવેલી છે. નાની નાની દુકાનોથી લઈને મોટા મોટા શોરૂમ પણ ત્યાં આવેલા છે. આ સાથે જ સ્ટાઈલથી લઈને ડિઝાઈનર કપડા પણ તમને ત્યાં મળી રહે છે. લગ્નની ખરીદી માટે લોકો રતનપોળમાં વધારે જતાં હોય છે.

Ahmedabad : ભીડભાડવાળા બજાર રતનપોળમાં મોટું બોર્ડ ધડામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રિલીફ રોડ પર AMCનો થાંભલો પડ્યો
  • રતનપોળ લખેલું મોટું બોર્ડ ધરાશાયી
  • નોટિસ આપનાર AMCની જ બેદરકારી

અમદાવાદના રતનપોળમાં રતનપોળ લખેલું મોટું બોર્ડ ધડામ દઈને નીચે પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. થાંભલો નીચે પડતા AMCની બેદરકારી જોવા મળી રહી છે. પબ્લીકની અવર-જવર વચ્ચે થાંભલો પડ્યો હતો.

અમદાવાદમાં ખાનગી હોર્ડિંગને નોટિસ આપનાર AMCના જ થાંભલાના ઠેકાણા નથી. અમદાવાદના રતનપોળ કે જ્યાં હંમેશા ભીડ જોવા મળે છે. તેવી જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી. રતનપોળ લખેલું બોર્ડ જ ધડામ દઈને નીચે પડ્યું હતું. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

રતનપોળ માર્કેટ 50 થી 60 વર્ષ જૂનું છે

જૂના અમદાવાદમાં રતનપોળ માર્કેટ લગભગ 50 થી 60 વર્ષ જૂનું માર્કેટ ગણવામાં આવે છે. તે માર્કેટ કપડાઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. રતનપોળમાં રૂપિયા 100 થી લઈને 2 લાખ સુધીના કપડા મળે છે. રતનપોળ માર્કેટ કપડા માટેના શહેર તરીકે જાણીતું છે. કારણ કે તેમાં 100થી ઉપર કપડાઓ માટે હોલસેલ અને રિટેલ દુકાનો આવેલી છે. નાની નાની દુકાનોથી લઈને મોટા મોટા શોરૂમ પણ ત્યાં આવેલા છે. આ સાથે જ સ્ટાઈલથી લઈને ડિઝાઈનર કપડા પણ તમને ત્યાં મળી રહે છે. લગ્નની ખરીદી માટે લોકો રતનપોળમાં વધારે જતાં હોય છે.