PORBANDAR: પોરબંદરના બંદર ખાતે બે ઓકશન હોલ 5 વર્ષથી લોકાર્પણની રાહમાં

અગાઉ બે પ્રયત્ન થયા પરંતુ ભાડું ઊંચું હોવાથી કોઈ લેવાલ નથીભાડાની રકમ ઘટાડી વહેલીતકે લોકાર્પણ કરવા માંગણી કરાઈ વહેલીતકે ઓકશન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છેપોરબંદરના ફ્શિરીઝ ટર્મિનલ ખાતે માછીમારો માટે બે ઓકશન હોલનું નવનિર્માણ કરાયા બાદ 5 વર્ષ થી લોકાર્પણની રાહ માં ધૂળ ખાઈ રહ્યા છે આથી વહેલીતકે ઓકશન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ અંગે ફ્શિરીઝ અધિકારી ટી જે કોટિયાએ જણાવ્યું હતું કે હોલ ની ફળવણી કરવાના બે પ્રયત્ન નિષ્ફ્ળ ગયા હોવાથી તેમના આ અંગે માછીમારો સાથે ચર્ચા કરાઈ હતી. જેમાં માછીમારોની ભાડું વધારે હોવાની રજૂઆત હતી. આથી આ અંગે તેમના દ્વારા વડી કચેરીને ભાડું ઘટાડવાની માંગ અંગે જાણ કરાઈ છે ત્યાંથી નિર્ણય આવ્યા બાદ હોલ ની ફળવણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પોરબંદરના બંદરમાં આવેલ ફ્શિરીઝ ટર્મિનલ ખાતે ફ્શિંગ કરતી બોટોમાંથી ફીશનો જથ્થો ઉતારીને અહીંથી જ પ્રોસેસ કરી શકાય તે માટે 1988ની સાલમાં ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત બની જતા 2016માં આ હોલનું રૂ.16 કરોડ જેવી માતબર રકમના ખર્ચે નવનિર્માણ કરાયું હતું. જેમાં કુલ બે ઓક્શન હોલ 4070.40 ચોરસ મિટર એરિયામાં બનાવવામાં આવ્યા હતા અને બંને હોલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર 32 પેકિંગ હોલ, ફ્સ્ટ ફ્લોર પર 32 ફ્શિ મર્ચન્ટ ઓફીસ બનાવાઈ છે.રીનોવેશન ની તમામ કામગીરી 2019માં પૂર્ણ થઇ હતી.ત્યાર બાદ તેનું લોકાર્પણ ન થતા લોકાર્પણની રાહમાં આ ઈમારત ધૂળ ખાઈ રહી હતી.ઓકશન હોલ ખાતે ફ્શિંગ કરી પરત ફ્રેલ બોટમાંથી માછલીનું લેન્ડિંગ, પ્રોસેસ, પેકીંગ સ્વચ્છ રીતે યુરોપીયન સ્ટાન્ડર્ડ મુજબ થાય તેવા હેતુસર નિર્માણ થયેલ આ ઈમારતની અનેક રજૂઆત બાદ 2023 ના ફેબ્રુઆરી માસમાં ઓનલાઈન પદ્ધતિ થી ફળવણી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેનું ભાડું એક હોલનું આર એન્ડ બી દ્વારા રૂ 16000 જેવું નક્કી કરાયું હતું પરંતુ આ ભાડું માછીમારો ને કોઈ રીતે પરવડે તેમ ન હોવાથી ફળવણી માટે કોઈ આગળ આવ્યું ન હતું આથી ફ્શિરીઝ વિભાગ દ્વારા ઓગસ્ટ 2023 માં ઓનલાઈન ફળવણી નો બીજો પ્રયત્ન પણ કરાયો હતો તે પણ નિષ્ફ્ળ નીવડયો હતો હાલ આ હોલ જાળવણીના અભાવે ઉકરડામાં ફેરવાઈ ગયો છે અને સમગ્ર હોલ માં ગંદકી ના ગંજ ખડકાયા છે હોલની અંદર,બાથરૂમમાં અને ઉપરના ભાગે દેશી દારૂની ખાલી કોથળીઓ ઉડી રહી છે આથી વહેલીતકે હોલ નું લોકાર્પણ કરવા માંગ ઉઠી છે

PORBANDAR: પોરબંદરના બંદર ખાતે બે ઓકશન હોલ 5 વર્ષથી લોકાર્પણની રાહમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગાઉ બે પ્રયત્ન થયા પરંતુ ભાડું ઊંચું હોવાથી કોઈ લેવાલ નથી
  • ભાડાની રકમ ઘટાડી વહેલીતકે લોકાર્પણ કરવા માંગણી કરાઈ
  • વહેલીતકે ઓકશન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

પોરબંદરના ફ્શિરીઝ ટર્મિનલ ખાતે માછીમારો માટે બે ઓકશન હોલનું નવનિર્માણ કરાયા બાદ 5 વર્ષ થી લોકાર્પણની રાહ માં ધૂળ ખાઈ રહ્યા છે આથી વહેલીતકે ઓકશન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ અંગે ફ્શિરીઝ અધિકારી ટી જે કોટિયાએ જણાવ્યું હતું કે હોલ ની ફળવણી કરવાના બે પ્રયત્ન નિષ્ફ્ળ ગયા હોવાથી તેમના આ અંગે માછીમારો સાથે ચર્ચા કરાઈ હતી. જેમાં માછીમારોની ભાડું વધારે હોવાની રજૂઆત હતી. આથી આ અંગે તેમના દ્વારા વડી કચેરીને ભાડું ઘટાડવાની માંગ અંગે જાણ કરાઈ છે ત્યાંથી નિર્ણય આવ્યા બાદ હોલ ની ફળવણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોરબંદરના બંદરમાં આવેલ ફ્શિરીઝ ટર્મિનલ ખાતે ફ્શિંગ કરતી બોટોમાંથી ફીશનો જથ્થો ઉતારીને અહીંથી જ પ્રોસેસ કરી શકાય તે માટે 1988ની સાલમાં ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત બની જતા 2016માં આ હોલનું રૂ.16 કરોડ જેવી માતબર રકમના ખર્ચે નવનિર્માણ કરાયું હતું. જેમાં કુલ બે ઓક્શન હોલ 4070.40 ચોરસ મિટર એરિયામાં બનાવવામાં આવ્યા હતા અને બંને હોલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર 32 પેકિંગ હોલ, ફ્સ્ટ ફ્લોર પર 32 ફ્શિ મર્ચન્ટ ઓફીસ બનાવાઈ છે.રીનોવેશન ની તમામ કામગીરી 2019માં પૂર્ણ થઇ હતી.ત્યાર બાદ તેનું લોકાર્પણ ન થતા લોકાર્પણની રાહમાં આ ઈમારત ધૂળ ખાઈ રહી હતી.ઓકશન હોલ ખાતે ફ્શિંગ કરી પરત ફ્રેલ બોટમાંથી માછલીનું લેન્ડિંગ, પ્રોસેસ, પેકીંગ સ્વચ્છ રીતે

યુરોપીયન સ્ટાન્ડર્ડ મુજબ થાય તેવા હેતુસર નિર્માણ થયેલ આ ઈમારતની અનેક રજૂઆત બાદ 2023 ના ફેબ્રુઆરી માસમાં ઓનલાઈન પદ્ધતિ થી ફળવણી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેનું ભાડું એક હોલનું આર એન્ડ બી દ્વારા રૂ 16000 જેવું નક્કી કરાયું હતું પરંતુ આ ભાડું માછીમારો ને કોઈ રીતે પરવડે તેમ ન હોવાથી ફળવણી માટે કોઈ આગળ આવ્યું ન હતું આથી ફ્શિરીઝ વિભાગ દ્વારા ઓગસ્ટ 2023 માં ઓનલાઈન ફળવણી નો બીજો પ્રયત્ન પણ કરાયો હતો તે પણ નિષ્ફ્ળ નીવડયો હતો હાલ આ હોલ જાળવણીના અભાવે ઉકરડામાં ફેરવાઈ ગયો છે અને સમગ્ર હોલ માં ગંદકી ના ગંજ ખડકાયા છે હોલની અંદર,બાથરૂમમાં અને ઉપરના ભાગે દેશી દારૂની ખાલી કોથળીઓ ઉડી રહી છે આથી વહેલીતકે હોલ નું લોકાર્પણ કરવા માંગ ઉઠી છે