MORBI: એક ઇંચ વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાતા હોવા છતાં પાલિકા નિંદ્રાધીન

મોરબી કલેકટરે પ્રિ-મોન્સુન કામગીરી માટે બેઠક બોલાવીકલેકટરે કરેલા સુચનનું પાલિકા કેટલી અમલવારી કરે છે તે વરસાદ બતાવશે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં પડી રહેલા વરસાદ અને ભારે પવનને કારણે શહેરમાં લોકોને પારાવાર વેદના સહન કરવી પડી રહી છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ચોમાસાની આગોતરી તૈયારીઓના ભાગરૂપે અગમચેતીના પગલાંની તૈયારી કરવા જિલ્લાના તમામ વિભાગો સાથે આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી. પ્રિમોન્સુન બેઠકમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, આગામી પહેલી જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. સાથે જ જિલ્લાના તમામ કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ સુવાચ્ય હોય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ. સંબંધિત વિભાગ હસ્તકના પુલ, કોઝ-વે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

MORBI: એક ઇંચ વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાતા હોવા છતાં પાલિકા નિંદ્રાધીન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરબી કલેકટરે પ્રિ-મોન્સુન કામગીરી માટે બેઠક બોલાવી
  • કલેકટરે કરેલા સુચનનું પાલિકા કેટલી અમલવારી કરે છે તે વરસાદ બતાવશે
  • જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે.

છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં પડી રહેલા વરસાદ અને ભારે પવનને કારણે શહેરમાં લોકોને પારાવાર વેદના સહન કરવી પડી રહી છે ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ચોમાસાની આગોતરી તૈયારીઓના ભાગરૂપે અગમચેતીના પગલાંની તૈયારી કરવા જિલ્લાના તમામ વિભાગો સાથે આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી.

પ્રિમોન્સુન બેઠકમાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, આગામી પહેલી જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું.

સાથે જ જિલ્લાના તમામ કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ સુવાચ્ય હોય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ. સંબંધિત વિભાગ હસ્તકના પુલ, કોઝ-વે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી.