Ahmedabadના વટવાની ડાયોપ્રિન્ટ નામની કંપનીએ દૂષિત પાણી છોડવા બનાવી પાઈપલાઈન

જમીનમાં પાણીની લાઈન ખોદતાં કૌભાંડ બહાર આવ્યું GPCBએ કંપનીને 25 લાખનો દંડ ફટકાર્યો પોલીસે ફરીયાદ નોંધી શરુ કરી તપાસ અમદાવાદની કેમિકલ કંપનીઓના સંચાલકો જોખમી કેમિકલ ગમે ત્યાં છોડી દઇ પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.વટવા GIDC ફેસ-2 ખાતેની ડાયો પ્રિન્ટ નામની કેમિકલ કંપનીના સંચાલકોએ GPCB, વટવા ગ્રીન એન્વાયરમેન્ટ, વટવા ઇન્ડસ્ટ્રિયલ એસો.ની આંખમાં ધૂળ નાંખીને દોઢ કી.મી. લાંબી ગેરકાયદે સુરંગ ખોદી પાઇપ ઇન્સ્ટોલ કરાવી કેમિકલવાળું પાણી બારોબાર છોડવાનું શરૂ કરી દીધું હતું. પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો કારસો લાખો લીટર જોમખી પાણીથી પર્યાવરણને દૂષિત કર્યા બાદ તે કૌભાંડ સામે આવતાં GPCBએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટે GPCBના આદેશથી પાણીની લાઇન કાપીને સંતોષ માન્યો છે. મહાનગરપાલિકા દ્વારા વિંઝોલ નજીક પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખોદકામ કરતાં જમીનની દોઢેક મીટર અંદરથી એક પાઇપલાઇન મળી આવી હતી. જેમાંથી સતત કેમિકલ આવતું હતુ. તંત્રએ શરૂ કરી તપાસ આ કેમિકલની પાઇપલાઇન ક્યાંથી આવે છે તેની તપાસ AMC અને GPCBની ટીમે શરૂ કરી હતી. તપાસ કરતાં કરતાં છેક દોઢ કી.મી. દૂર વટવા GIDCની ડાયો પ્રિન્ટ નામની કંપનીના સંચાલોકોનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. GPCBની ટીમે તરત જ કંપનીને ક્લોઝર નોટિસ આપી હતી સાથે સાથે 25 લાખનો દંડ ફટકાર્યો હોવાનું પણ જાણી શકાયું છે. આ ઉપરાંત કંપનીને પાણી અને ઇલેક્ટ્રિક કનેક્શન કાપવા માટે પણ લેખિતમાં જાણ કરી દીધી છે. નોંધાઈ પોલીસ ફરિયાદ કેમિકલયુક્ત પાણીને મુદ્દે સતત એલર્ટ રહેતી GPCBની ટીમ આટલું મોટું ખોદકામ થઇ ગયું અને લાખો લિટર પાણી બહાર છોડાઇ ગયું ત્યાં સુધી શું કરતી હતી? જ્યારે વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના અગ્રણી GPCBના આદેશથી પાણીને લાઇન બંધ કરી પોતાની ફરજ પૂરી કરી દીધી હોય તેમ સંતોષ માની લીધો છે. તેમનું આ ભેદી મૌન વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટેની ઇમેજ બગાડી રહ્યું છે. આવી જ રીતે વટવા ગ્રીન અન્વાયરમેન્ટના સંચાલકો પણ આ મુદ્દે નરોવા કુંજરો વા કરી રહ્યાં છે.આ મુદ્દે ડાયો કેમના સંચાલકો સુકેતુ શાહ અને તેમના ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabadના વટવાની ડાયોપ્રિન્ટ નામની કંપનીએ દૂષિત પાણી છોડવા બનાવી પાઈપલાઈન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જમીનમાં પાણીની લાઈન ખોદતાં કૌભાંડ બહાર આવ્યું
  • GPCBએ કંપનીને 25 લાખનો દંડ ફટકાર્યો
  • પોલીસે ફરીયાદ નોંધી શરુ કરી તપાસ

અમદાવાદની કેમિકલ કંપનીઓના સંચાલકો જોખમી કેમિકલ ગમે ત્યાં છોડી દઇ પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.વટવા GIDC ફેસ-2 ખાતેની ડાયો પ્રિન્ટ નામની કેમિકલ કંપનીના સંચાલકોએ GPCB, વટવા ગ્રીન એન્વાયરમેન્ટ, વટવા ઇન્ડસ્ટ્રિયલ એસો.ની આંખમાં ધૂળ નાંખીને દોઢ કી.મી. લાંબી ગેરકાયદે સુરંગ ખોદી પાઇપ ઇન્સ્ટોલ કરાવી કેમિકલવાળું પાણી બારોબાર છોડવાનું શરૂ કરી દીધું હતું.

પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો કારસો

લાખો લીટર જોમખી પાણીથી પર્યાવરણને દૂષિત કર્યા બાદ તે કૌભાંડ સામે આવતાં GPCBએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી 25 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટે GPCBના આદેશથી પાણીની લાઇન કાપીને સંતોષ માન્યો છે. મહાનગરપાલિકા દ્વારા વિંઝોલ નજીક પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખોદકામ કરતાં જમીનની દોઢેક મીટર અંદરથી એક પાઇપલાઇન મળી આવી હતી. જેમાંથી સતત કેમિકલ આવતું હતુ.

તંત્રએ શરૂ કરી તપાસ

આ કેમિકલની પાઇપલાઇન ક્યાંથી આવે છે તેની તપાસ AMC અને GPCBની ટીમે શરૂ કરી હતી. તપાસ કરતાં કરતાં છેક દોઢ કી.મી. દૂર વટવા GIDCની ડાયો પ્રિન્ટ નામની કંપનીના સંચાલોકોનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું. GPCBની ટીમે તરત જ કંપનીને ક્લોઝર નોટિસ આપી હતી સાથે સાથે 25 લાખનો દંડ ફટકાર્યો હોવાનું પણ જાણી શકાયું છે. આ ઉપરાંત કંપનીને પાણી અને ઇલેક્ટ્રિક કનેક્શન કાપવા માટે પણ લેખિતમાં જાણ કરી દીધી છે.

નોંધાઈ પોલીસ ફરિયાદ

કેમિકલયુક્ત પાણીને મુદ્દે સતત એલર્ટ રહેતી GPCBની ટીમ આટલું મોટું ખોદકામ થઇ ગયું અને લાખો લિટર પાણી બહાર છોડાઇ ગયું ત્યાં સુધી શું કરતી હતી? જ્યારે વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના અગ્રણી GPCBના આદેશથી પાણીને લાઇન બંધ કરી પોતાની ફરજ પૂરી કરી દીધી હોય તેમ સંતોષ માની લીધો છે. તેમનું આ ભેદી મૌન વટવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટેની ઇમેજ બગાડી રહ્યું છે. આવી જ રીતે વટવા ગ્રીન અન્વાયરમેન્ટના સંચાલકો પણ આ મુદ્દે નરોવા કુંજરો વા કરી રહ્યાં છે.આ મુદ્દે ડાયો કેમના સંચાલકો સુકેતુ શાહ અને તેમના ભાગીદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.