Vadodara: સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓએ સ્થાનિકોને આપી ડિસ્કો રોડની ભેટ!

દર ચોમાસે સ્થાનિકો રોડની સમસ્યાથી પરેશાનવાહનચાલકોએ વર્ષોથી કોર્પોરેશનને ફરિયાદો કરી પણ કોઈ પરિણામ નહીં તંત્ર રોડ પર પેચ વર્ક કરીને માની લે છે સંતોષ સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં માંજલપુર જેવા ભદ્ર વિસ્તારમાંથી અટલાદરાને જોડતો માર્ગ અસંખ્ય ખાડાઓને પગલે નાગરિકોને જાણે નેતાઓએ ડિસ્કો રોડની ભેટ ધરી હોય તેમ દર ચોમાસે સ્થાનિક રહીશોને રોડની સમસ્યાથી જજુમવું પડતું હોય છે. 2008થી નાગરિકો રોડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્માર્ટ અધિકારીઓની પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જવા, ડ્રેનેજ લાઈન બેસવી, ભુવા પડવા ઉપરાંત પાણી ભરવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ શહેરના ભદ્ર વિસ્તાર ગણાતો માંજલપુરમાં પણ સૂર્ય દર્શન ફાટક વટાવી અટલાદરા તરફ જોડતા રોડને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ વર્ષ 2008થી નાગરિકો રોડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ન તો કોઈ કાઉન્સિલર કે ન કોઈ નેતાએ ફરિયાદ અંગે ધ્યાન આપ્યું સન સીટી ફાટક બાદ શરૂ થતા અડધા કિલોમીટરના રોડ દર ચોમાસાએ ડિસ્કો રોડ બની જતો હોય છે. ખાસ કરીને આટલા વિસ્તારમાંથી આવતા અને માંજલપુર તરફ જતા વાહનચાલકોએ વર્ષોથી કોર્પોરેશનને ફરિયાદો કરી છે, પરંતુ આજ દિન સુધી ન તો કોઈ કાઉન્સિલર કે ન કોઈ નેતાએ ફરિયાદ અંગે ધ્યાન આપ્યું છે તેવા આક્ષેપ પણ નાગરિકો કરી રહ્યા છે. ચૂંટણી સમયે જ નેતાઓ આવે છે પછી કોઈ ડોકાતુ નથી અહીંથી સ્કૂલના બાળકો સહિત નાના મોટા વાહનો અને ભારે વાહનો પણ રોજ પસાર થતા હોય છે, ત્યારે કેટલી વખત તો નાના અકસ્માતો પણ રોડ પર બની રહ્યા હોવા છતાં તંત્ર જૈસે થેની સ્થિતિમાં હોય તેમ સ્થાનિકોને લાગી રહ્યું છે. રહીશોએ નેતાઓને આળ્યાશ લેતા માત્ર ચૂંટણી સમયે જ મત લેવા આવતા હોય છે, ત્યારબાદ કોઈ ડોકાતું નથી અને જ્યારે પણ વધુ પડતી ફરિયાદ થાય ત્યારે માત્ર રૂડાચારું નાખી લેવલ કરી અધિકારીઓ જતા રહે છે, પરંતુ ત્યારબાદ વરસાદ પડે તે સમયે પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોય છે.

Vadodara: સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓએ સ્થાનિકોને આપી ડિસ્કો રોડની ભેટ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર ચોમાસે સ્થાનિકો રોડની સમસ્યાથી પરેશાન
  • વાહનચાલકોએ વર્ષોથી કોર્પોરેશનને ફરિયાદો કરી પણ કોઈ પરિણામ નહીં
  • તંત્ર રોડ પર પેચ વર્ક કરીને માની લે છે સંતોષ

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં માંજલપુર જેવા ભદ્ર વિસ્તારમાંથી અટલાદરાને જોડતો માર્ગ અસંખ્ય ખાડાઓને પગલે નાગરિકોને જાણે નેતાઓએ ડિસ્કો રોડની ભેટ ધરી હોય તેમ દર ચોમાસે સ્થાનિક રહીશોને રોડની સમસ્યાથી જજુમવું પડતું હોય છે.

2008થી નાગરિકો રોડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્માર્ટ અધિકારીઓની પ્રથમ વરસાદે જ પોલ ખોલી નાખી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ બેસી જવા, ડ્રેનેજ લાઈન બેસવી, ભુવા પડવા ઉપરાંત પાણી ભરવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ શહેરના ભદ્ર વિસ્તાર ગણાતો માંજલપુરમાં પણ સૂર્ય દર્શન ફાટક વટાવી અટલાદરા તરફ જોડતા રોડને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ વર્ષ 2008થી નાગરિકો રોડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

ન તો કોઈ કાઉન્સિલર કે ન કોઈ નેતાએ ફરિયાદ અંગે ધ્યાન આપ્યું

સન સીટી ફાટક બાદ શરૂ થતા અડધા કિલોમીટરના રોડ દર ચોમાસાએ ડિસ્કો રોડ બની જતો હોય છે. ખાસ કરીને આટલા વિસ્તારમાંથી આવતા અને માંજલપુર તરફ જતા વાહનચાલકોએ વર્ષોથી કોર્પોરેશનને ફરિયાદો કરી છે, પરંતુ આજ દિન સુધી ન તો કોઈ કાઉન્સિલર કે ન કોઈ નેતાએ ફરિયાદ અંગે ધ્યાન આપ્યું છે તેવા આક્ષેપ પણ નાગરિકો કરી રહ્યા છે.

ચૂંટણી સમયે જ નેતાઓ આવે છે પછી કોઈ ડોકાતુ નથી

અહીંથી સ્કૂલના બાળકો સહિત નાના મોટા વાહનો અને ભારે વાહનો પણ રોજ પસાર થતા હોય છે, ત્યારે કેટલી વખત તો નાના અકસ્માતો પણ રોડ પર બની રહ્યા હોવા છતાં તંત્ર જૈસે થેની સ્થિતિમાં હોય તેમ સ્થાનિકોને લાગી રહ્યું છે. રહીશોએ નેતાઓને આળ્યાશ લેતા માત્ર ચૂંટણી સમયે જ મત લેવા આવતા હોય છે, ત્યારબાદ કોઈ ડોકાતું નથી અને જ્યારે પણ વધુ પડતી ફરિયાદ થાય ત્યારે માત્ર રૂડાચારું નાખી લેવલ કરી અધિકારીઓ જતા રહે છે, પરંતુ ત્યારબાદ વરસાદ પડે તે સમયે પરિસ્થિતિ ઠેરની ઠેર જ હોય છે.