Banaskantha: લાખણીમાં જળબંબાકારની સ્થિતિ, ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા, જુઓ તારાજીના દ્રશ્યો

વાવણી કર્યા બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાંસમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં અને ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા બિયારણ ધોવાઈ જવાનો ખેડૂતોને ડર હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠાના લાખણીમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા અને વાવણી કર્યા બાદ વરસાદ વરસતા ખેડૂતોના માથે ખુશીની જગ્યાએ ચિંતાના વાદળો છવાયા છે. ખેતરોમાં ઢીંચણસમા પાણી, ખેડૂતોને બિયારણ ધોવાઈ જવાની ચિંતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં અને ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા બાદ ખેડૂતોને બિયારણ ધોવાઈ જવાની ચિંતા છે. લાખણીના ખેતરોમાં તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પંથકોના ખેતરો ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે. ત્યારે ખેડૂતોના જીવ હાલમાં ઉંચા થઈ ગયા છે. રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ આવ્યો છે. તેમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ પડ્યો છે. રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ, અનેક ગામડા સંપર્ક વિહોણા રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ થયો છે અને લોકોને લાઈટ પંખા વગર રહેવાની ફરજ પડી છે. જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વરસાદને પગલે 36 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે અને કચ્છના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠા પર અસર જોવા મળી છે.

Banaskantha: લાખણીમાં જળબંબાકારની સ્થિતિ, ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા, જુઓ તારાજીના દ્રશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાવણી કર્યા બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં
  • સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં અને ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા
  • બિયારણ ધોવાઈ જવાનો ખેડૂતોને ડર

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી મુજબ જ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે બનાસકાંઠાના લાખણીમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયા અને વાવણી કર્યા બાદ વરસાદ વરસતા ખેડૂતોના માથે ખુશીની જગ્યાએ ચિંતાના વાદળો છવાયા છે.

ખેતરોમાં ઢીંચણસમા પાણી, ખેડૂતોને બિયારણ ધોવાઈ જવાની ચિંતા

સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થતાં અને ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાયા બાદ ખેડૂતોને બિયારણ ધોવાઈ જવાની ચિંતા છે. લાખણીના ખેતરોમાં તારાજીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પંથકોના ખેતરો ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે. ત્યારે ખેડૂતોના જીવ હાલમાં ઉંચા થઈ ગયા છે.

રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં રાજયના 33 જિલ્લાના 217 તાલુકામાં વરસાદ આવ્યો છે. તેમાં સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અત્યાર સુધી સિઝનનો 17.85% વરસાદ થયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 28.82% વરસાદ આવ્યો છે. તેમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 7.16% વરસાદ પડ્યો છે.

રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ, અનેક ગામડા સંપર્ક વિહોણા

રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ થયો છે અને લોકોને લાઈટ પંખા વગર રહેવાની ફરજ પડી છે. જો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વરસાદને પગલે 36 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે અને કચ્છના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠા પર અસર જોવા મળી છે.