Ahmedabad News : આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ

બોગસ નોટિસ મોકલી 45 લોકો પાસેથી પાંચ લાખ ખંખેર્યાસોનીની ચાલી પાસે ઓફિસ રાખીને ટેલિકોલર દ્વારા ફોન કરાવી ધમકાવતા, બે આરોપીની ધરપકડ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસાઇ બોલતા હોવાનો રોફ અમદાવાદ સહિત દેશભરમાં આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો ઓનલાઇન ડેટા મેળવીને ફોન કરીને દવાનું પાર્સલ મોકલી દેતા ત્યારબાદ તમે કંપની વિશે કેમ ખરાબ રિવ્યૂ આપ્યો છે, તમારી પર કેસ કર્યો છે તેમ કહી ગ્રાહકોને ડરાવતા હતા. ત્યારબાદ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસાઇ બોલતા હોવાનો રોફ મારીને રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે સોનીની ચાલી પાસેથી બે આરોપીને ઝડપી પાડયા છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેઓ અંકુશ આયુર્વેદના નામે ઓનલાઇન વેપાર કરતા હતા અને લોકોને ડરાવી પૈસા પડાવતા હતા. તેમણે 40થી 45 લોકોને ટાર્ગેટ કર્યા હોવાની કબૂલાત કરી હતી. ઓફ્સિ રાખીને ચાર ટેલિકોલર દ્વારા ફોન કરાવીને ધમકાવતા હતા. નિકોલમાં રહેતા વિષ્ણુ પંચાલ રિંગરોડ પર દર્શન ફ્ર્નિચર નામથી વૂડન ફ્ર્નિચરનો ધંધો કરે છે. ગત 8 એપ્રિલે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ હિંમતસિંહ તરીકે આપી હતી. જે બાદ ગઠિયાએ વિષ્ણુભાઇને તમે 2022માં ઓનલાઇન દવા મગાવી હતી તે પરત કરી હતી. તેમાં અર્બન મેટ્રો કંપનીએ તમારી પર કેસ કર્યો છે અને તમે કંપનીમાં ફોન કરીને કેસ પાછો ખેંચાવી શકો છો કહીને નંબર આપ્યો હતો. આથી વિષ્ણુભાઇએ તે નંબર પર ફોન કરતા કંપનીએ તમારી પર કેસ કર્યો છે તેમ જણાવ્યુ હતું. જે બાદ ગઠિયાઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમના નામની બોગસ લેટરપેડવાળી નોટિસ મોકલી હતી. નોટિસમાં રૂ. 30 હજારનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઇ શકે છે તેમ જણાવ્યું હતું. જે બાદ વિષ્ણુભાઇએ ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં તપાસ કરતા આ બનાવટી નોટિસ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વિષ્ણુભાઇએ અજાણ્યા ગઠિયાઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સોનીની ચાલી પાસેથી અજય ઉફ્ અજ્જુ વર્મા (ઉં.વ. 25 , રહે. રામરાજ્ય નગર, અમરાઇવાડી) તથા તેનો સાથીદાર હિમાંશુ હરીશભાઇ પરમાર(ઉં.વ. 18, ચંદન ટેનામેન્ટ જશોદાનગર ચોકડી)ની ધરપકડ કરી છે.

Ahmedabad News : આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોગસ નોટિસ મોકલી 45 લોકો પાસેથી પાંચ લાખ ખંખેર્યા
  • સોનીની ચાલી પાસે ઓફિસ રાખીને ટેલિકોલર દ્વારા ફોન કરાવી ધમકાવતા, બે આરોપીની ધરપકડ
  • પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસાઇ બોલતા હોવાનો રોફ

અમદાવાદ સહિત દેશભરમાં આયુર્વેદિક દવાની આડમાં ઠગાઈ કરતી ગેંગનો સાઇબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો ઓનલાઇન ડેટા મેળવીને ફોન કરીને દવાનું પાર્સલ મોકલી દેતા ત્યારબાદ તમે કંપની વિશે કેમ ખરાબ રિવ્યૂ આપ્યો છે, તમારી પર કેસ કર્યો છે તેમ કહી ગ્રાહકોને ડરાવતા હતા. ત્યારબાદ પોતે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસાઇ બોલતા હોવાનો રોફ મારીને રૂપિયા પડાવી લેતા હતા. પોલીસે સોનીની ચાલી પાસેથી બે આરોપીને ઝડપી પાડયા છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેઓ અંકુશ આયુર્વેદના નામે ઓનલાઇન વેપાર કરતા હતા અને લોકોને ડરાવી પૈસા પડાવતા હતા. તેમણે 40થી 45 લોકોને ટાર્ગેટ કર્યા હોવાની કબૂલાત કરી હતી. ઓફ્સિ રાખીને ચાર ટેલિકોલર દ્વારા ફોન કરાવીને ધમકાવતા હતા.

નિકોલમાં રહેતા વિષ્ણુ પંચાલ રિંગરોડ પર દર્શન ફ્ર્નિચર નામથી વૂડન ફ્ર્નિચરનો ધંધો કરે છે. ગત 8 એપ્રિલે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ હિંમતસિંહ તરીકે આપી હતી. જે બાદ ગઠિયાએ વિષ્ણુભાઇને તમે 2022માં ઓનલાઇન દવા મગાવી હતી તે પરત કરી હતી. તેમાં અર્બન મેટ્રો કંપનીએ તમારી પર કેસ કર્યો છે અને તમે કંપનીમાં ફોન કરીને કેસ પાછો ખેંચાવી શકો છો કહીને નંબર આપ્યો હતો. આથી વિષ્ણુભાઇએ તે નંબર પર ફોન કરતા કંપનીએ તમારી પર કેસ કર્યો છે તેમ જણાવ્યુ હતું. જે બાદ ગઠિયાઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમના નામની બોગસ લેટરપેડવાળી નોટિસ મોકલી હતી. નોટિસમાં રૂ. 30 હજારનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઇ શકે છે તેમ જણાવ્યું હતું. જે બાદ વિષ્ણુભાઇએ ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં તપાસ કરતા આ બનાવટી નોટિસ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે વિષ્ણુભાઇએ અજાણ્યા ગઠિયાઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સોનીની ચાલી પાસેથી અજય ઉફ્ અજ્જુ વર્મા (ઉં.વ. 25 , રહે. રામરાજ્ય નગર, અમરાઇવાડી) તથા તેનો સાથીદાર હિમાંશુ હરીશભાઇ પરમાર(ઉં.વ. 18, ચંદન ટેનામેન્ટ જશોદાનગર ચોકડી)ની ધરપકડ કરી છે.