Surat News : આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું તંત્ર, શેલ્ટર હોમમાં રખાયા

200થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડાયા જાહેરમાં રહેતા લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હતા SMC દ્વારા તાબડતોડ નિર્ણય લેવાયો સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. જેમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 44 ડિગ્રી રહેતાં લોકો બેહાલ બની ગયા છે.પરસેવાથી રેબઝેબ લોકો થઇ ગયા છે. કાળાઝાળ ગરમીના પ્રકોપના કારણે ચક્કર આવવા, ઝાડા થવા , માથુ ભારે થવુ જેવા અનેક બનાવો સામે આવ્યા છે. રાત્રે પંખા હીટર જેવી હવા ફેંકી રહ્યા છે. વીજ લોડની વધઘટના કારણે એસી સહિત અન્ય વીજપ્રવાહ લાઇનમાં શોર્ટસર્કિટથી આગ લાગવાના બનાવો વધી ગયા છે. જિલ્લા અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયો છે. બપોરે ગરમીમાં કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં તેમ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું તંત્ર આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાએ ખાસ અલગ વ્યવસ્થા શરૂ કરી છે. 200થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડાયા. જાહેરમાં રહેતા લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હતા, આકરી ગરમીમા ફુટપાથ કે જાહેર જગ્યાએ રહે છે તેવાને ખસેડાયા. સુરત મહાનગર પાલિકાના શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. શેલ્ટર હોમમાં પાણી અને ORSની સુવિધા ઉભી કરવામાં આવી છે આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી છે. લોકો એ શેલ્ટર હોમ પહોચી તંત્રનો આભર વ્યક્ત કર્યો. હજી પણ આવનારા 3 દિવસ આં કામગીરી ચાલુ રાખવામાં આવશે કાળઝાળ ગરમીના પ્રકોપ થી લોકોને લૂ લાગવા, ચક્કર આવવાના બનાવો વધી ગયા ગરમીના કારણે લૂ લાગવા , ઝાડા , ઊલટી સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમી અને પાણીજન્ય રોગચાળામાં સપડાયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભીષણ ગરમીના કારણે લોકોનું જીનજીવન ખોરવાયું છે. બપોરે ચામડી અને અંગ દઝાડતી ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.

Surat News : આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું તંત્ર, શેલ્ટર હોમમાં રખાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 200થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડાયા
  • જાહેરમાં રહેતા લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હતા
  • SMC દ્વારા તાબડતોડ નિર્ણય લેવાયો

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. જેમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 44 ડિગ્રી રહેતાં લોકો બેહાલ બની ગયા છે.પરસેવાથી રેબઝેબ લોકો થઇ ગયા છે. કાળાઝાળ ગરમીના પ્રકોપના કારણે ચક્કર આવવા, ઝાડા થવા , માથુ ભારે થવુ જેવા અનેક બનાવો સામે આવ્યા છે. રાત્રે પંખા હીટર જેવી હવા ફેંકી રહ્યા છે.


વીજ લોડની વધઘટના કારણે એસી સહિત અન્ય વીજપ્રવાહ લાઇનમાં શોર્ટસર્કિટથી આગ લાગવાના બનાવો વધી ગયા છે. જિલ્લા અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયો છે. બપોરે ગરમીમાં કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં તેમ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું તંત્ર


આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાએ ખાસ અલગ વ્યવસ્થા શરૂ કરી છે. 200થી વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડાયા. જાહેરમાં રહેતા લોકો હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હતા, આકરી ગરમીમા ફુટપાથ કે જાહેર જગ્યાએ રહે છે તેવાને ખસેડાયા. સુરત મહાનગર પાલિકાના શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. શેલ્ટર હોમમાં પાણી અને ORSની સુવિધા ઉભી કરવામાં આવી છે આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી છે. લોકો એ શેલ્ટર હોમ પહોચી તંત્રનો આભર વ્યક્ત કર્યો. હજી પણ આવનારા 3 દિવસ આં કામગીરી ચાલુ રાખવામાં આવશે


કાળઝાળ ગરમીના પ્રકોપ થી લોકોને લૂ લાગવા, ચક્કર આવવાના બનાવો વધી ગયા


ગરમીના કારણે લૂ લાગવા , ઝાડા , ઊલટી સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમી અને પાણીજન્ય રોગચાળામાં સપડાયેલા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભીષણ ગરમીના કારણે લોકોનું જીનજીવન ખોરવાયું છે. બપોરે ચામડી અને અંગ દઝાડતી ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.