Surat New: બાઇક પર બેસતા જ યુવક ઢળી પડ્યો, હાર્ટએટેકથી થયું મોત

ગેરેજમાં બાઇક પર બેસતા જ આવ્યો હાર્ટ એટેકબારડોલી તાલુકાના મઢી ગામે બની ઘટનામૃતક કમલેશ GRD તરીકે બજાવતો હતો ફરજ રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા ઘણા વધી ગયા છે. જેમાં, ગઇકાલે મોરબીમાં 29 વર્ષના એક યુવાન શિક્ષકનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. ત્યારે આજે, પણ સુરતના બારડોલીમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટના સુરતના બારડોલી તાલુકાની છે. બારડોલી તાલુકાના મઢી ગામે હાઈસ્કૂલ નજીક ગેરેજ પાસે બાઇક લઈને આવેલ એક યુવક અચાનક ઢળી પડ્યો હતો. યુવકને બાઇક પર બેસતાની સાથે હાર્ટએટેક આવતા તે ઢળી પડે છે. સમગ્ર ઘટના ઘટના CCTVમાં કેદ થઈ હતી. મહત્વનું છે કે, હાર્ટ એટેકથી મોત થાય તેની ગણતરીની મિનિટો પહેલા યુવક પોતે ગેરેજમાં બાઇક રીપેર કરાવવા માટે લઇને આવ્યો હતો. અચાનક મોતને ભેટલો યુવક બાલડા ગામનો વતની હોવાનું અને તેનું નામ કમલેશ ચૌધરી હોવાનું બહાર આવ્યું છે. કમલેશ ચૌધરી પોતે GRD તરીકે ફરજ બજાવતો હોવાનું પણ સામે આવ્યું છે. તો સમગ્ર મામલે, બારડોલી પોલોસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Surat New: બાઇક પર બેસતા જ યુવક ઢળી પડ્યો, હાર્ટએટેકથી થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેરેજમાં બાઇક પર બેસતા જ આવ્યો હાર્ટ એટેક
  • બારડોલી તાલુકાના મઢી ગામે બની ઘટના
  • મૃતક કમલેશ GRD તરીકે બજાવતો હતો ફરજ 

રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા ઘણા વધી ગયા છે. જેમાં, ગઇકાલે મોરબીમાં 29 વર્ષના એક યુવાન શિક્ષકનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. ત્યારે આજે, પણ સુરતના બારડોલીમાં વધુ એક યુવાનનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

સમગ્ર ઘટના સુરતના બારડોલી તાલુકાની છે. બારડોલી તાલુકાના મઢી ગામે હાઈસ્કૂલ નજીક ગેરેજ પાસે બાઇક લઈને આવેલ એક યુવક અચાનક ઢળી પડ્યો હતો. યુવકને બાઇક પર બેસતાની સાથે હાર્ટએટેક આવતા તે ઢળી પડે છે. સમગ્ર ઘટના ઘટના CCTVમાં કેદ થઈ હતી.

મહત્વનું છે કે, હાર્ટ એટેકથી મોત થાય તેની ગણતરીની મિનિટો પહેલા યુવક પોતે ગેરેજમાં બાઇક રીપેર કરાવવા માટે લઇને આવ્યો હતો. અચાનક મોતને ભેટલો યુવક બાલડા ગામનો વતની હોવાનું અને તેનું નામ કમલેશ ચૌધરી હોવાનું બહાર આવ્યું છે. કમલેશ ચૌધરી પોતે GRD તરીકે ફરજ બજાવતો હોવાનું પણ સામે આવ્યું છે. તો સમગ્ર મામલે, બારડોલી પોલોસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.