વિરમગામ પાલિકામાં કરાર આધારિત કર્મીઓના પગારવધારાનો ઠરાવ મોકૂફ્ રાખવાનું ફરમાન

બે ઇજનેર સહિત કુલ 3 કર્મીઓને નિયમ વિરુદ્ધ ચૂકવેલા પગારની રિકવરી કરવા રજૂઆતપ્રાદેશિક કમિશનરે હુકમ કરતા વિરમગામ પાલિકા વર્તુળને લપડાક પડી વિરમગામ પાલિકાના ચીફ્ ઓફ્સિરે બે ઇજનેરો સહિતના કરાર આધારિત કર્મચારીઓની કરાર મુદત   વિરમગામ નગર પાલિકામાં તારીખ 28-8-2023ની સામાન્ય સભાનો ઠરાવ નં 43 સંદર્ભની રજૂઆત થઈ હતી.પ્રાદેશિક કમિશનર કોર્ટમાં થયેલ રજૂઆતો ચર્ચા અંતે કરવામા આવેલો પગાર વધારો કાયદા વિરુદ્ધનો હોઇ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1) હેઠળ તેટલા પુરતો મોકુફ્ રાખવા તાજેતરમાં પ્રાદેશિક કમિશનરે હુકમ કરતાં વિરમગામ પાલિકા વર્તુળને લપડાક પડી ખળભળાટ મચી જવા પામ્યો છે.   પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ પાલિકાના ચીફ્ ઓફ્સિરે બે ઇજનેરો સહિતના કરાર આધારિત કર્મચારીઓની કરાર મુદત પૂર્ણ થતાં તારીખ 14-6-2023 થી તેમની સેવા સમાપ્તીનો હુકમ કર્યો હતો.આ દરમ્યાનમાં તારીખ 19-6-2023ના રોજ પાલિકામાં ત્યારબાદ તારીખ 22-6-2023 રોજ પ્રાદેશિક કમિશનરને જાગૃત નાગરિક કિરીટ રાઠોડ દ્વારા લેખીત રજુઆત કરી વિરમગામ પાલિકામાં કરાર આધારિત બે ઇજનેર દીપક દુધરેજીયા અને પ્રતિક મકવાણા સહિત કુલ ત્રણ કર્મચારીઓને નિયમ વિરુદ્ધ ચૂકવેલા પગાર રિકવરી કરવા તેમજ કરાર રીન્યુ ન કરવા રજુઆત કરી હતી. સાથોસાથ રાજ્ય સરકારના નાણાં વિભાગનો તારીખ 18-1-2017નો ઠરાવ અગિયાર માસના કરાર આધારિત કર્મીઓને લાગુ પડતો ન હોવા છતા વિરમગામ પાલિકાના સત્તાધીશો એ સત્તાનો દુર ઉપયોગ કરી ત્રણ કર્મચારીઓને 31,340 ઉચ્ચતમ પગાર ચૂકવવામાં આવતો હોવાથી રિકવરી કરવા અને કરાર રીન્યુ કરેલા ઠરાવ રિવ્યુમાં લઇ રદ્દ કરવા રજુઆત કરી હતી. સદર રજૂઆતોના અંતે પ્રાદેશિક કમિશનર અમદાવાદ ઝોન દ્વારા વિરમગામ નગરપાલિકાના કરાર આધારિત નિમણૂક અને ચૂકવાતા વેતનનો ઠરાવ મોકૂફ્ રાખવાનો હુકમ કર્યો હતો.

વિરમગામ પાલિકામાં કરાર આધારિત કર્મીઓના પગારવધારાનો ઠરાવ મોકૂફ્ રાખવાનું ફરમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે ઇજનેર સહિત કુલ 3 કર્મીઓને નિયમ વિરુદ્ધ ચૂકવેલા પગારની રિકવરી કરવા રજૂઆત
  • પ્રાદેશિક કમિશનરે હુકમ કરતા વિરમગામ પાલિકા વર્તુળને લપડાક પડી
  • વિરમગામ પાલિકાના ચીફ્ ઓફ્સિરે બે ઇજનેરો સહિતના કરાર આધારિત કર્મચારીઓની કરાર મુદત

  વિરમગામ નગર પાલિકામાં તારીખ 28-8-2023ની સામાન્ય સભાનો ઠરાવ નં 43 સંદર્ભની રજૂઆત થઈ હતી.પ્રાદેશિક કમિશનર કોર્ટમાં થયેલ રજૂઆતો ચર્ચા અંતે કરવામા આવેલો પગાર વધારો કાયદા વિરુદ્ધનો હોઇ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258(1) હેઠળ તેટલા પુરતો મોકુફ્ રાખવા તાજેતરમાં પ્રાદેશિક કમિશનરે હુકમ કરતાં વિરમગામ પાલિકા વર્તુળને લપડાક પડી ખળભળાટ મચી જવા પામ્યો છે.

  પ્રાપ્ત માહિતી મુજબ વિરમગામ પાલિકાના ચીફ્ ઓફ્સિરે બે ઇજનેરો સહિતના કરાર આધારિત કર્મચારીઓની કરાર મુદત પૂર્ણ થતાં તારીખ 14-6-2023 થી તેમની સેવા સમાપ્તીનો હુકમ કર્યો હતો.આ દરમ્યાનમાં તારીખ 19-6-2023ના રોજ પાલિકામાં ત્યારબાદ તારીખ 22-6-2023 રોજ પ્રાદેશિક કમિશનરને જાગૃત નાગરિક કિરીટ રાઠોડ દ્વારા લેખીત રજુઆત કરી વિરમગામ પાલિકામાં કરાર આધારિત બે ઇજનેર દીપક દુધરેજીયા અને પ્રતિક મકવાણા સહિત કુલ ત્રણ કર્મચારીઓને નિયમ વિરુદ્ધ ચૂકવેલા પગાર રિકવરી કરવા તેમજ કરાર રીન્યુ ન કરવા રજુઆત કરી હતી. સાથોસાથ રાજ્ય સરકારના નાણાં વિભાગનો તારીખ 18-1-2017નો ઠરાવ અગિયાર માસના કરાર આધારિત કર્મીઓને લાગુ પડતો ન હોવા છતા વિરમગામ પાલિકાના સત્તાધીશો એ સત્તાનો દુર ઉપયોગ કરી ત્રણ કર્મચારીઓને 31,340 ઉચ્ચતમ પગાર ચૂકવવામાં આવતો હોવાથી રિકવરી કરવા અને કરાર રીન્યુ કરેલા ઠરાવ રિવ્યુમાં લઇ રદ્દ કરવા રજુઆત કરી હતી. સદર રજૂઆતોના અંતે પ્રાદેશિક કમિશનર અમદાવાદ ઝોન દ્વારા વિરમગામ નગરપાલિકાના કરાર આધારિત નિમણૂક અને ચૂકવાતા વેતનનો ઠરાવ મોકૂફ્ રાખવાનો હુકમ કર્યો હતો.