Bhavnagar News: ભાજપ ઉમેદવારે કિન્નરો પાસેથી ભાજપની જીતના લીધા આશીર્વાદ

કિન્નરો દ્વારા યોજાયો હતો ડાકડમરુનો કાર્યક્રમ કાર્યક્રમમાં નિમુબેને કિન્નરના લીધા હતા આશીર્વાદ નિમુબેન બાંભણીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ભાવનગર ભાજપ ઉમેદવારે કિન્નરો પાસે આશીર્વાદ લીધા છે. નિમુબેન બાંભણિયાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. તેમાં કિન્નરો દ્વારા ડાકડમરુનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નિમુબેને કિન્નરના આશીર્વાદ લીધા હતા. ત્યારે આશીર્વાદ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ડાકડમરુના કાર્યક્રમમાં પહોંચ્યા ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ડાકડમરુના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કિન્નર દ્વારા થોડા દિવસ પહેલા ડાકડમરુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવારે કિન્નર પાસેથી જીતના આર્શીવાદ મેળવ્યા છે. થોડા દિવસ પહેલા કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે યોજાયેલ ડાકડમરુના કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર નિમુબેનની સાથે સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કિન્નર દ્વારા નિમુબેન બાંભણીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહેસાણાના સધી ધામ દેવીપુરામાં ભાજપના બે નેતાઓ પહોંચ્યા હતા અગાઉ મહેસાણાના સધી ધામ દેવીપુરામાં ભાજપના બે નેતાઓ પહોંચ્યા હતા. ડૉ.સી.જે.ચાવડા અને હરિભાઈ પટેલ દેવીપુરાના દીપા માતાના ભુવાજી પાસે પહોંચ્યા હતા. ડૉ.સી.જે.ચાવડાને ભાજપે વિજાપુર બેઠકથી ટિકિટ આપી છે, જ્યારે હરિભાઈ પટેલને મહેસાણા લોકસભામાંથી મેદાને ઉતાર્યા છે. ભુવાજીએ ભાજપની જીત અંગે ભવિષ્યવાણી કરી હતી. ધૂણતા ભુવા પાસે નેતાઓ હાથ જોડીને બેઠેલા જોવા મળ્યા હતા. શા માટે નેતાઓને ભૂવાજીની શરણે જવું પડે છે તે લોક ચર્ચા શરૂ આ દ્રશ્યો જોયા બાદ સવાલ એ થાય છે કે શા માટે નેતાઓને ભૂવાજીની શરણે જવું પડે છે.ખરેખર જો આપે આપના વિસ્તારમાં વિકાસના કામ કર્યા હોય તો કામ જાતેજ બોલતા હોય છે, તો પછી ભૂવાજી પાસે જવાની જરૂર શી છે.

Bhavnagar News: ભાજપ ઉમેદવારે કિન્નરો પાસેથી ભાજપની જીતના લીધા આશીર્વાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કિન્નરો દ્વારા યોજાયો હતો ડાકડમરુનો કાર્યક્રમ
  • કાર્યક્રમમાં નિમુબેને કિન્નરના લીધા હતા આશીર્વાદ
  • નિમુબેન બાંભણીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

ભાવનગર ભાજપ ઉમેદવારે કિન્નરો પાસે આશીર્વાદ લીધા છે. નિમુબેન બાંભણિયાનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. તેમાં કિન્નરો દ્વારા ડાકડમરુનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નિમુબેને કિન્નરના આશીર્વાદ લીધા હતા. ત્યારે આશીર્વાદ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ડાકડમરુના કાર્યક્રમમાં પહોંચ્યા

ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા ડાકડમરુના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કિન્નર દ્વારા થોડા દિવસ પહેલા ડાકડમરુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના ઉમેદવારે કિન્નર પાસેથી જીતના આર્શીવાદ મેળવ્યા છે. થોડા દિવસ પહેલા કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે યોજાયેલ ડાકડમરુના કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર નિમુબેનની સાથે સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કિન્નર દ્વારા નિમુબેન બાંભણીયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહેસાણાના સધી ધામ દેવીપુરામાં ભાજપના બે નેતાઓ પહોંચ્યા હતા

અગાઉ મહેસાણાના સધી ધામ દેવીપુરામાં ભાજપના બે નેતાઓ પહોંચ્યા હતા. ડૉ.સી.જે.ચાવડા અને હરિભાઈ પટેલ દેવીપુરાના દીપા માતાના ભુવાજી પાસે પહોંચ્યા હતા. ડૉ.સી.જે.ચાવડાને ભાજપે વિજાપુર બેઠકથી ટિકિટ આપી છે, જ્યારે હરિભાઈ પટેલને મહેસાણા લોકસભામાંથી મેદાને ઉતાર્યા છે. ભુવાજીએ ભાજપની જીત અંગે ભવિષ્યવાણી કરી હતી. ધૂણતા ભુવા પાસે નેતાઓ હાથ જોડીને બેઠેલા જોવા મળ્યા હતા.

શા માટે નેતાઓને ભૂવાજીની શરણે જવું પડે છે તે લોક ચર્ચા શરૂ

આ દ્રશ્યો જોયા બાદ સવાલ એ થાય છે કે શા માટે નેતાઓને ભૂવાજીની શરણે જવું પડે છે.ખરેખર જો આપે આપના વિસ્તારમાં વિકાસના કામ કર્યા હોય તો કામ જાતેજ બોલતા હોય છે, તો પછી ભૂવાજી પાસે જવાની જરૂર શી છે.