વાલીઓ માટે રાહતના સમાચાર; હવે નહી ચાલે સ્કૂલોની મનમાની, DEO એ કરાવ્યું કાયદાનું ભાન

Ahmedabad: અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલો દ્વારા યુનિફોર્મ, પુસ્તકો સહિતની સામગ્રી કોઈ ચોક્કસ સ્થળેથી અથવા તો કેમ્પસમાંથી જ ખરીદવાનો આગ્રહ થઈ રહ્યો છે. આ અંગેની અનેક વાલીઓની ફરિયાદો ડીઈઓ કચેરીને મળી છે.વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરીવાલીઓએ ડીઈઓને કરેલી ફરિયાદમાં બળાપો ઠાલવતાં કહ્યું છે કે, કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ચોક્કસ સ્થળેથી પુસ્તક-યુનિફોર્મ લેવામાં આવે તો જ તેને માન્ય ગણે છે. સ્કૂલ દ્વારા સૂચવવામાં આવેલા સ્થળેથી પુસ્તક- યુનિફોર્મ ખરીદવા અમારી બજાર કિંમત કરતાં વધારે ચૂકવવી પડે છે. આ અંગે સ્કૂલોમાં અનેક રજૂઆત કરાઈ હોવા છતાં અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈ છે. વાલીઓની આ પ્રકારની ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ તેમણે સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને પત્ર લખ્યો છે.ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક નિર્દેશ આપ્યાઆ પત્રમાં તેમણે જણાવાયું છે કે, 'શાળા દ્વારા વિદ્યાથીઓને શૈક્ષણિક સામગ્રી જેવી કે, પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, બુટ-મોજા, ટ્રાન્સપોર્ટેશન, નાસ્તો, સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અધિનિયમની કલમ 17(9)મુજબ નિયમ વિરુદ્ધનું છે. જેને ધ્યાને રાખી શાળા કક્ષાએથી શૈક્ષણિક સામગ્રીનું વેચાણ ન કરવા આદેશ કરવામાં આવે છે. જો શાળાઓ દ્વારા આ પ્રકારની સામગ્રીનું વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જણાશે તો તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.' આમ, ડીઈઓ દ્વારા સ્કૂલોને શૈક્ષણિક સામગ્રીના વેચાણને લઈને કડક નિર્દેશ આપ્યા છે અને હવે તેમની સામે કાર્યવાહીની તૈયારીઓ પણ થઈ રહી હોવાનું જાણવા મળે છે.

વાલીઓ માટે રાહતના સમાચાર; હવે નહી ચાલે સ્કૂલોની મનમાની, DEO એ કરાવ્યું કાયદાનું ભાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad DEO Office file pic

Ahmedabad: અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલો દ્વારા યુનિફોર્મ, પુસ્તકો સહિતની સામગ્રી કોઈ ચોક્કસ સ્થળેથી અથવા તો કેમ્પસમાંથી જ ખરીદવાનો આગ્રહ થઈ રહ્યો છે. આ અંગેની અનેક વાલીઓની ફરિયાદો ડીઈઓ કચેરીને મળી છે.

વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરી

વાલીઓએ ડીઈઓને કરેલી ફરિયાદમાં બળાપો ઠાલવતાં કહ્યું છે કે, કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ચોક્કસ સ્થળેથી પુસ્તક-યુનિફોર્મ લેવામાં આવે તો જ તેને માન્ય ગણે છે. સ્કૂલ દ્વારા સૂચવવામાં આવેલા સ્થળેથી પુસ્તક- યુનિફોર્મ ખરીદવા અમારી બજાર કિંમત કરતાં વધારે ચૂકવવી પડે છે. આ અંગે સ્કૂલોમાં અનેક રજૂઆત કરાઈ હોવા છતાં અમારી ફરિયાદ બહેરા કાને અથડાઈ છે. વાલીઓની આ પ્રકારની ફરિયાદો ડીઈઓને મળ્યા બાદ તેમણે સ્કૂલના આચાર્ય તથા સંચાલકોને પત્ર લખ્યો છે.

ડીઈઓ દ્વારા સ્કૂલોને કડક નિર્દેશ આપ્યા

આ પત્રમાં તેમણે જણાવાયું છે કે, 'શાળા દ્વારા વિદ્યાથીઓને શૈક્ષણિક સામગ્રી જેવી કે, પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, બુટ-મોજા, ટ્રાન્સપોર્ટેશન, નાસ્તો, સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના અધિનિયમની કલમ 17(9)મુજબ નિયમ વિરુદ્ધનું છે. જેને ધ્યાને રાખી શાળા કક્ષાએથી શૈક્ષણિક સામગ્રીનું વેચાણ ન કરવા આદેશ કરવામાં આવે છે. જો શાળાઓ દ્વારા આ પ્રકારની સામગ્રીનું વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જણાશે તો તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.'

આમ, ડીઈઓ દ્વારા સ્કૂલોને શૈક્ષણિક સામગ્રીના વેચાણને લઈને કડક નિર્દેશ આપ્યા છે અને હવે તેમની સામે કાર્યવાહીની તૈયારીઓ પણ થઈ રહી હોવાનું જાણવા મળે છે.