Ahmedabad: વકરેલી ગુનાખોરી બાદ આળસ ખંખેરી, 10 PI, 17 PSIની બદલીઓ

સીપીએ ડીસીપી, જેસીપી પાસે ગુનાખોરીના આંકડાનો રિપોર્ટ મંગાવ્યોલિવ રિઝર્વના 5 PI, 12 PSIને પણ તાત્કાલિક પોસ્ટિંગ આપી દેવાયાં છાશવારે થતાં હુમલાના બનાવો ને કારણે શહેરમાં ભયનું વાતાવરણ છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં જાણે કે પોલીસનુ કોઈ અસ્તિત્વ ના હોય તેવી રીતે ગુનેગારો- લુખ્ખા તત્વોએ માથુ ઉંચકયુ છે. લોકોમાં રીતસરનો ભયનો માહોલ ઉભો થવા છતાંય ખાખી ધારી વર્દી ધારકોના પેટનુ પાણી હલતુ નથી.ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તો છાશવારે જાહેર રસ્તાઓ પર ઘાતક હથિયારોથી લુખ્ખા તત્વો દ્રારા હુમલાના બનાવો રોજીંદા બની ગયા છે .તાજેતરમાં ગોમતીપુરમાં ત્રણ દિવસ પહેલા બે ગેંગ આમને સામને તલવારો લઇને આવી જતાં બે વ્યકિતઓની હત્યા, નિકોલમાં શનિવારે રાત્રે એક પોલીસકર્મીએ મિત્રો સાથે મળીને એક યુવકની હત્યા કરી તેમજ વેજલપુરમાં ખુલ્લેઆમ તલવારો લઇને એક ગેંગ દ્વારા અન્ય ગેંગ પર તલવારો વડે હુમલો કરીને એક યુવકની હત્યા કરી હતી. જેના કારણે શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ હતુ. શહેરના ગુનેગારો પર પોલીસની ઢીલી પડતી પકડનો પડઘો છેક ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સુધી પહોચ્યો છે જેને લઈને પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ પાસે ગુનાખોરીના આંકડાનો રીપોર્ટ મંગાવ્યો છે. બીજી તરફ શહેરના 10 પીઆઇ અને 17 પીએસઆઇની આંતરીક બદલી કરી છે. સાથોસાથ અન્ય શહેર કે જીલ્લામાંથી ચૂંટણી પહેલા આવેલા પીઆઇ અને પીએસઆઇ આચારસંહિતાને કારણે લિવરિઝર્વમાં હતા તેમાંથી પાંચ પીએસઆઇ અને બાર પીએસઆઇને પોસ્ટિંગ આપી દેવાયા છે. આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થઇ શકે તેવી શકયતાઓ છે.

Ahmedabad: વકરેલી ગુનાખોરી બાદ આળસ ખંખેરી, 10 PI, 17 PSIની બદલીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીપીએ ડીસીપી, જેસીપી પાસે ગુનાખોરીના આંકડાનો રિપોર્ટ મંગાવ્યો
  • લિવ રિઝર્વના 5 PI, 12 PSIને પણ તાત્કાલિક પોસ્ટિંગ આપી દેવાયાં
  • છાશવારે થતાં હુમલાના બનાવો ને કારણે શહેરમાં ભયનું વાતાવરણ

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં જાણે કે પોલીસનુ કોઈ અસ્તિત્વ ના હોય તેવી રીતે ગુનેગારો- લુખ્ખા તત્વોએ માથુ ઉંચકયુ છે. લોકોમાં રીતસરનો ભયનો માહોલ ઉભો થવા છતાંય ખાખી ધારી વર્દી ધારકોના પેટનુ પાણી હલતુ નથી.

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં તો છાશવારે જાહેર રસ્તાઓ પર ઘાતક હથિયારોથી લુખ્ખા તત્વો દ્રારા હુમલાના બનાવો રોજીંદા બની ગયા છે .તાજેતરમાં ગોમતીપુરમાં ત્રણ દિવસ પહેલા બે ગેંગ આમને સામને તલવારો લઇને આવી જતાં બે વ્યકિતઓની હત્યા, નિકોલમાં શનિવારે રાત્રે એક પોલીસકર્મીએ મિત્રો સાથે મળીને એક યુવકની હત્યા કરી તેમજ વેજલપુરમાં ખુલ્લેઆમ તલવારો લઇને એક ગેંગ દ્વારા અન્ય ગેંગ પર તલવારો વડે હુમલો કરીને એક યુવકની હત્યા કરી હતી. જેના કારણે શહેરમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ હતુ. શહેરના ગુનેગારો પર પોલીસની ઢીલી પડતી પકડનો પડઘો છેક ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સુધી પહોચ્યો છે જેને લઈને પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ પાસે ગુનાખોરીના આંકડાનો રીપોર્ટ મંગાવ્યો છે.

બીજી તરફ શહેરના 10 પીઆઇ અને 17 પીએસઆઇની આંતરીક બદલી કરી છે. સાથોસાથ અન્ય શહેર કે જીલ્લામાંથી ચૂંટણી પહેલા આવેલા પીઆઇ અને પીએસઆઇ આચારસંહિતાને કારણે લિવરિઝર્વમાં હતા તેમાંથી પાંચ પીએસઆઇ અને બાર પીએસઆઇને પોસ્ટિંગ આપી દેવાયા છે. આગામી દિવસોમાં અન્ય પોલીસ અધિકારીઓની પણ બદલીઓ થઇ શકે તેવી શકયતાઓ છે.