Vadodara News: ગોવાથી પરત આવેલા બે બિલ્ડર એરપોર્ટ પર ઝડપાયા

દારૂના જથ્થા સાથે એસ.ઓ.જીએ ઝડપી પાડ્યા બંને બિલ્ડર ધવલ પ્રજાપતિ અને હાર્દિક પટેલની ધરપકડ બિલ્ડરો પાસે થી મોંઘી બ્રાન્ડની 11 શરાબની બોટલો મળી આવી ગોવા ફરીને પરત ફરેલા બે બિલ્ડરો મોંઘા દારૂની 11 બોટલો અને રોકડા 2.62 લાખ સાથે એરપોર્ટથી પકડાયા છે. એસ.ઓ.જી શાખાએ બન્નેને ઝડપી પ્રોહીબિશન અંગેનો હરણી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.એસ. ઓ.જી દ્વારા શહેરના મહત્વના સ્થળો ઉપર સતત ચાંપતી નજર રાખી રહી છે. બંને બિલ્ડર ધવલ પ્રજાપતિ અને હાર્દિક પટેલની ધરપકડ બિલ્ડરો પાસેથી મોંઘી બ્રાન્ડની 11 શરાબની બોટલો મળી આવી. રોકડ 2.62 લાખ સહિત 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો. બંને બિલ્ડરોને હરણી પોલીસને સોપાયા. પૂછપરછમાં બંને બિલ્ડર બાંધકામ અંગેનો વ્યવસાય કરતા હોવાનું જણાવ્યું હતું અને માંજલપુરમાં સાઈટ ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. બંને યુવકોના સામાનની તપાસ કરતા એમાંથી જુદી જુદી બ્રાન્ડની 11 બોટલ તેમજ રોકડા 2.62 લાખ મળી કુલ 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસ.ઓ.જી શાખાએ વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકે આરોપીઓ અને કાગળો સુપ્રત કર્યા છે.

Vadodara News: ગોવાથી પરત આવેલા બે બિલ્ડર એરપોર્ટ પર ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દારૂના જથ્થા સાથે એસ.ઓ.જીએ ઝડપી પાડ્યા
  • બંને બિલ્ડર ધવલ પ્રજાપતિ અને હાર્દિક પટેલની ધરપકડ
  • બિલ્ડરો પાસે થી મોંઘી બ્રાન્ડની 11 શરાબની બોટલો મળી આવી

ગોવા ફરીને પરત ફરેલા બે બિલ્ડરો મોંઘા દારૂની 11 બોટલો અને રોકડા 2.62 લાખ સાથે એરપોર્ટથી પકડાયા છે. એસ.ઓ.જી શાખાએ બન્નેને ઝડપી પ્રોહીબિશન અંગેનો હરણી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.એસ. ઓ.જી દ્વારા શહેરના મહત્વના સ્થળો ઉપર સતત ચાંપતી નજર રાખી રહી છે.

બંને બિલ્ડર ધવલ પ્રજાપતિ અને હાર્દિક પટેલની ધરપકડ

બિલ્ડરો પાસેથી મોંઘી બ્રાન્ડની 11 શરાબની બોટલો મળી આવી. રોકડ 2.62 લાખ સહિત 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો. બંને બિલ્ડરોને હરણી પોલીસને સોપાયા. પૂછપરછમાં બંને બિલ્ડર બાંધકામ અંગેનો વ્યવસાય કરતા હોવાનું જણાવ્યું હતું અને માંજલપુરમાં સાઈટ ચાલતી હોવાનું પણ જણાવ્યું હતું. બંને યુવકોના સામાનની તપાસ કરતા એમાંથી જુદી જુદી બ્રાન્ડની 11 બોટલ તેમજ રોકડા 2.62 લાખ મળી કુલ 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસ.ઓ.જી શાખાએ વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકે આરોપીઓ અને કાગળો સુપ્રત કર્યા છે.