Suratમાં પાકિસ્તાની રૂપ સુંદરીઓના મોહમાં અબુએ ધર્મપરિવર્તન કર્યુ હોવાનો થયો મોટો ખુલાસો

સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં તપાસ તેજ પાકિસ્તાની સાથે લગ્ન કરવા અશોક સુથારે કર્યુ ધર્મ પરિવર્તન આરોપી અબુ બકરના આતંકી કનેક્શનની તપાસ શરૂ સુરત મૌલવી કેસને લઈ તપાસ તેજ છે,આ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે,પાકિસ્તાની રૂપ સુંદરીઓના મોહમાં અબુએ ધર્મ પરિવર્તન કર્યુ હોવાની વાત સામે આવી છે,ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ અબુ બકરની કટ્ટર વિચારધારા થઈ હતી અને તે ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી મોકલતો હતો,કેન્દ્રીય એજન્સીઓ દ્રારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.આરોપી મૌલાના સુહેલ ટીમોલ હાલ જેલમાં છે.અબુ બકરની તપાસમાં સામે આવ્યું છે કે,તેના પરિવારને પણ જાણ નથી કે તેણે ધર્મ પરિવર્તન કર્યુ છે. અત્યાર સુધી આ કેસમાં 4 લોકો ઝડપાયા અત્યાર સુધી મૌલાના કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,સુરત કઠોરના મૌલાના સોહેલ ટિમોલ,બિહારથી શહેનાઝ ઉર્ફે મો.અલી,બાદમાં મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા તો ક્રાઈમ બ્રાંચે મૌલાના સોહેલ ટિમોલના મોબાઈલ ડેટા મેળવ્યા હતા.ચેટિંગ ડિટેઇલ્સમાં મૌલાના રાજસ્થાનના બિકાનેરના અબુ બકર નામના યુવક સાથે ચેટિંગ કરતો હતો તે તપાસમાં સામે આવ્યું છે. પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ? આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી. મૌલવીની ધરપકડ આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (27)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી 16 મે સુધી પોલીસ કસ્ટડીમાં છે. યુવતીઓએ બ્રેઈન વોશ કર્યુ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો. મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે. મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા હતા આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે. શહનાઝની બિહારથી ધરપકડ આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડયું પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.

Suratમાં પાકિસ્તાની રૂપ સુંદરીઓના મોહમાં અબુએ ધર્મપરિવર્તન કર્યુ હોવાનો થયો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં તપાસ તેજ
  • પાકિસ્તાની સાથે લગ્ન કરવા અશોક સુથારે કર્યુ ધર્મ પરિવર્તન
  • આરોપી અબુ બકરના આતંકી કનેક્શનની તપાસ શરૂ

સુરત મૌલવી કેસને લઈ તપાસ તેજ છે,આ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે,પાકિસ્તાની રૂપ સુંદરીઓના મોહમાં અબુએ ધર્મ પરિવર્તન કર્યુ હોવાની વાત સામે આવી છે,ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ અબુ બકરની કટ્ટર વિચારધારા થઈ હતી અને તે ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી મોકલતો હતો,કેન્દ્રીય એજન્સીઓ દ્રારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.આરોપી મૌલાના સુહેલ ટીમોલ હાલ જેલમાં છે.અબુ બકરની તપાસમાં સામે આવ્યું છે કે,તેના પરિવારને પણ જાણ નથી કે તેણે ધર્મ પરિવર્તન કર્યુ છે.

અત્યાર સુધી આ કેસમાં 4 લોકો ઝડપાયા

અત્યાર સુધી મૌલાના કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,સુરત કઠોરના મૌલાના સોહેલ ટિમોલ,બિહારથી શહેનાઝ ઉર્ફે મો.અલી,બાદમાં મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા તો ક્રાઈમ બ્રાંચે મૌલાના સોહેલ ટિમોલના મોબાઈલ ડેટા મેળવ્યા હતા.ચેટિંગ ડિટેઇલ્સમાં મૌલાના રાજસ્થાનના બિકાનેરના અબુ બકર નામના યુવક સાથે ચેટિંગ કરતો હતો તે તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ?

આરોપીની 14 દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી.

મૌલવીની ધરપકડ

આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. 4 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (27)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી 16 મે સુધી પોલીસ કસ્ટડીમાં છે.

યુવતીઓએ બ્રેઈન વોશ કર્યુ

કોમ્પ્યુટર ક્લાસીસ ચલાતા અસોક સુથાર ઉર્ફે અબુબકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાનની યુવતીઓનાં સંપર્કમાં હતો. તેમજ પાકિસ્તાનની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો. જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેઈન વોશ કરી દીધું હતું. જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી અબુબકર બન્યો હતો. અબુબકર બન્યા બાદ જેહાદમાં જોડાયો હતો.

મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ

અત્યાર સુધીની તપાસમાં મૌલવી સહિત 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મૌલવી સોહેલ પાસેથી 2 કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે. 17 જેટલા વર્ચ્યુઅલ કાર્ડનો ઉપયોગ કરી હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા હતા. 42 ઇ-મેઈલ આઇડી પરથી શેહનાઝ ધમકીઓ આપતો હતો. સોહેલ પાસેથી બે ઇલેક્શન કાર્ડ મળ્યા છે. હવાલાના માધ્યમથી મની ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓના પાકિસ્તાન સાથે સંપર્ક હોવાના પુરાવા પણ મળ્યા છે.

મૌલવી પાસેથી જન્મના પ્રમાણપત્ર મળ્યા હતા

આરોપીઓને પાકિસ્તાનથી નાણા પૂરા પાડવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરતા હતા. સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્માને ગૃપ કોલથી ધમકી આપી હતી. મહત્વપૂર્ણ છે કે, આ કેસમાં અત્યાર સુધી મૌલવી મોહમ્મદ સોહેલ અબુ બકર ટીમોલ, મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખ ઉર્ફ રઝા અને બિહારના મુઝફ્ફરપુરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિરની ધરપકડ કરવામાં આવી છે.

શહનાઝની બિહારથી ધરપકડ

આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડયું

પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.