Ahmedabad EOW ક્રાઈમે કુખ્યાત મહિંમદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુ શેખને જમીન કેસમાં દબોચ્યો

દસ્તાવેજ કરાવી લીટીગેશન ઉભુ કરી લીટીગેશનના સમાધાન પેટે રૂ 12 કરોડ માંગ્યા આરોપી સજ્જુ શેખ સાથે તેનો સાગરીત તરંગ દવેની પણ કરાઈ ધરપકડ ઓફીસ અને ઘરેથી 65 થી વધુ દસ્તાવેજ અને બાનાખત મળી આવ્યા આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ EOW (ECONOMY OFFENCE WINGS) દ્રારા જુહાપુરાના નામચીન ભૂમાફિયા સજ્જુ લાલની ધરપકડ કરવામાં આવી છે.તેના પર જમીન કબજાની ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે.જેમાં શાહપુરના મન્સૂરી પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેમા સજ્જુ લાલ દ્વારા 12 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. તે ઉપરાંત અમદાવાદ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં પણ 26 થી વધુ ગુના સજ્જુ લાલ પર નોંધાયા છે. જાણો આરોપીની મોડસ ઓપરન્ડી સજ્જુલાલ અમદાવાદમાં આવેલી રજીસ્ટર ઓફિસમાં ઘરોબો ધરાવે છે. જેમાં કોઈ પણ જમીનનું વિભાજન થયું હોય કે નવો દસ્તાવેજ થયો હોય ત્યારે તે જ ઓફિસમાંથી એક વ્યક્તિ તેને માહિતી આપી દે છે. ત્યારબાદ તેને તે જ જગ્યાએથી ફોટા અને કાગળિયાઓ પણ મળી જાય છે. એમાં નામચીન સરકારી બાબુઓ પણ તેમાં ભાગીદાર છે. ત્યારબાદ ત્યાંથી માહિતી મળતા તે જગ્યા પર તે કબજો કરી કે ડખો નાખીને અસામાજીક તત્વો બેસાડે છે અને ત્યારબાદ તે સ્થળ પરથી ખસવાની ખંડણી લેવામા આવે છે. આરોપીએ કરોડો રૂપિયા લીધા લોકો પાસેથી આવી જ રીતે ડખા ઉભા કરીને 50 કરોડથી વધુ રૂપિયા લોકોથી લીધા છે. ઉપરાંત કેટલીક જમીનો તો દાદાગીરી કરીને પણ લખાવી લીધી છે.આર્થિક ગુના નિવારણ ( EOW ) દ્રારા આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરવમાં આવી હતી અને આરોપીની અટકાયત કરી પૂછપરછ કરવમાં આવી હતી,પોલીસની પૂછપરછ દ્રારા સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ સમગ્ર તપાસમાં અન્ય મોટા માથાઓ પણ સંકળાયેલા હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી છે કે અમદાવાદના એક પોશ વિસ્તારમાં જગ્યા પર કબજો કરી લોકોના ઘર ખાલી કરાવી આપવાનું 22 કરોડ રૂપિયામાં હવાલો લીધો હતો. જે એક અમદાવાદના નામચીન સંપ્રદાય દ્વારા હવાલા આપવામાં આવ્યો હતો.અમદાવાદના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના EOWની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં 4 ગુના નોંધાયા છે,તો તેનો સાગરીત તરંગ દવે સામે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં 12 ગુના નોંધવામાં આવ્યા છે.સજ્જુ શેખ વિરુધ્ધ ભૂતકાળમાં પાસાની સજા પણ કરવામાં આવી છે. આરોપીઓએ તમારી વિરુદ્ધ રૂપિયા લીધા હોય તો અમને જાણ કરો મહિંમદઇસ્માઇલ શેખના જુહાપુરા ખાતેના ઘરેથી અલગ અલગ વ્યકિતઓના નામના 6 દસ્તાવેજની ફાઈલો મળી આવી હતી,તો આરોપીની ઓફીસ ખાતેથી 85 દસ્તાવેજો પણ મળી આવ્યા હતા,આરોપી તરંગ દવેના મકાનમાંથી પણ પુરાવા અને દસ્તાવેજો મળી આવ્યા છે.પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી છે.પોલીસે પણ એક વિનંતી કરી છે કે આ બે આરોપી દ્રારા કોઈની સાથે વિશ્વાસઘાત કર્યો હોય કે છેતરપિંડી કરી હોય તો તે આર્થિક ગુના નિવારણ શાખાનો પણ સંપર્ક કરી શકે છે.તો પોલીસ મદદ કરી શકશે.  

Ahmedabad EOW ક્રાઈમે કુખ્યાત મહિંમદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુ શેખને જમીન કેસમાં દબોચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દસ્તાવેજ કરાવી લીટીગેશન ઉભુ કરી લીટીગેશનના સમાધાન પેટે રૂ 12 કરોડ માંગ્યા
  • આરોપી સજ્જુ શેખ સાથે તેનો સાગરીત તરંગ દવેની પણ કરાઈ ધરપકડ
  • ઓફીસ અને ઘરેથી 65 થી વધુ દસ્તાવેજ અને બાનાખત મળી આવ્યા

આર્થિક ગુના નિવારણ શાખા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ EOW (ECONOMY OFFENCE WINGS) દ્રારા જુહાપુરાના નામચીન ભૂમાફિયા સજ્જુ લાલની ધરપકડ કરવામાં આવી છે.તેના પર જમીન કબજાની ખંડણીની ફરિયાદ દાખલ થઈ છે.જેમાં શાહપુરના મન્સૂરી પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેમા સજ્જુ લાલ દ્વારા 12 કરોડ રૂપિયા ખંડણી માંગવામાં આવી હતી. તે ઉપરાંત અમદાવાદ શહેર અને આજુબાજુના તાલુકાઓમાં પણ 26 થી વધુ ગુના સજ્જુ લાલ પર નોંધાયા છે.

જાણો આરોપીની મોડસ ઓપરન્ડી

સજ્જુલાલ અમદાવાદમાં આવેલી રજીસ્ટર ઓફિસમાં ઘરોબો ધરાવે છે. જેમાં કોઈ પણ જમીનનું વિભાજન થયું હોય કે નવો દસ્તાવેજ થયો હોય ત્યારે તે જ ઓફિસમાંથી એક વ્યક્તિ તેને માહિતી આપી દે છે. ત્યારબાદ તેને તે જ જગ્યાએથી ફોટા અને કાગળિયાઓ પણ મળી જાય છે. એમાં નામચીન સરકારી બાબુઓ પણ તેમાં ભાગીદાર છે. ત્યારબાદ ત્યાંથી માહિતી મળતા તે જગ્યા પર તે કબજો કરી કે ડખો નાખીને અસામાજીક તત્વો બેસાડે છે અને ત્યારબાદ તે સ્થળ પરથી ખસવાની ખંડણી લેવામા આવે છે.

આરોપીએ કરોડો રૂપિયા લીધા લોકો પાસેથી

આવી જ રીતે ડખા ઉભા કરીને 50 કરોડથી વધુ રૂપિયા લોકોથી લીધા છે. ઉપરાંત કેટલીક જમીનો તો દાદાગીરી કરીને પણ લખાવી લીધી છે.આર્થિક ગુના નિવારણ ( EOW ) દ્રારા આ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરવમાં આવી હતી અને આરોપીની અટકાયત કરી પૂછપરછ કરવમાં આવી હતી,પોલીસની પૂછપરછ દ્રારા સમગ્ર ઘટનાને લઈ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ સમગ્ર તપાસમાં અન્ય મોટા માથાઓ પણ સંકળાયેલા હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.સૂત્રો દ્વારા માહિતી જાણવા મળી છે કે અમદાવાદના એક પોશ વિસ્તારમાં જગ્યા પર કબજો કરી લોકોના ઘર ખાલી કરાવી આપવાનું 22 કરોડ રૂપિયામાં હવાલો લીધો હતો. જે એક અમદાવાદના નામચીન સંપ્રદાય દ્વારા હવાલા આપવામાં આવ્યો હતો.

અમદાવાદના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ગુના

EOWની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં 4 ગુના નોંધાયા છે,તો તેનો સાગરીત તરંગ દવે સામે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં 12 ગુના નોંધવામાં આવ્યા છે.સજ્જુ શેખ વિરુધ્ધ ભૂતકાળમાં પાસાની સજા પણ કરવામાં આવી છે.

આરોપીઓએ તમારી વિરુદ્ધ રૂપિયા લીધા હોય તો અમને જાણ કરો

મહિંમદઇસ્માઇલ શેખના જુહાપુરા ખાતેના ઘરેથી અલગ અલગ વ્યકિતઓના નામના 6 દસ્તાવેજની ફાઈલો મળી આવી હતી,તો આરોપીની ઓફીસ ખાતેથી 85 દસ્તાવેજો પણ મળી આવ્યા હતા,આરોપી તરંગ દવેના મકાનમાંથી પણ પુરાવા અને દસ્તાવેજો મળી આવ્યા છે.પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી છે.પોલીસે પણ એક વિનંતી કરી છે કે આ બે આરોપી દ્રારા કોઈની સાથે વિશ્વાસઘાત કર્યો હોય કે છેતરપિંડી કરી હોય તો તે આર્થિક ગુના નિવારણ શાખાનો પણ સંપર્ક કરી શકે છે.તો પોલીસ મદદ કરી શકશે.