રૂપાલાના નિવેદનને લઈ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા : રાજ શેખાવત ક્ષત્રિયની ઘોર ઉપેક્ષા થાય તો મારે રાજીનામું આપી દેવું જોઈએ : રાજ શેખાવત આવી ઘટનાનુ પુનરાવર્તન ના થાય તેવો જવાબ આપવામાં આવશે : રાજ શેખાવત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું.તેમનું કહેવુ છે કે મારા માટે મારો સમાજ પહેલો છે.તો તેમણે વીડિયો જાહેર કરી રાજીનામું આપવાની વાત કરી છે. રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, તેમના દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરવામાં આવી હતી. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો. મારૂ હિત એ સમાજનું હિત રાજ શેખાવતે વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, મે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી. ત્યારે પણ મારો ધ્યેય સમાજ સેવા અને સનાતન ધર્મનો હિત હતો. આજે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અંગે ટિકિટ માટે સંપૂર્ણ ભારતવર્ષમાં ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે, તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને એક કાર્યક્રમમાં નિમ્નસ્તરનું નિવેદન કર્યું છે. તેના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલુ ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપી રહ્યો છું. આજ પછી હું ભાજપના કોઈ પણ પદ પર રહીશ નહીં. આજે જે પણ હું છું તે સમાજના કારણે છું, આથી સમાજનું હિત તે જ મારૂ હિત છે.ગાંધીનગરમાં ક્ષત્રિય મહીલાઓની બેઠકગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની આગેવાનીમાં આજે બેઠક યોજાશે. ત્યારબાદ રેલી સ્વરૂપે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર પણ આપશે. ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે, એટલે એક દિવસોમાં આ મુદ્દો પતી જાય તેમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. એક ખાનગી કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદનથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે યોજાઈ હતી બેઠક મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ ઉભો થયો હતો. ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે.ગોંડલમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી અને મંચ પરથી ફરી વાર માફી માંગી હતી અને જયરાજસિંહે અહીંઆ વિવાદનો અંત આવે છે તેવું જાહેર કર્યું હતુ.  

રૂપાલાના નિવેદનને લઈ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા : રાજ શેખાવત
  • ક્ષત્રિયની ઘોર ઉપેક્ષા થાય તો મારે રાજીનામું આપી દેવું જોઈએ : રાજ શેખાવત
  • આવી ઘટનાનુ પુનરાવર્તન ના થાય તેવો જવાબ આપવામાં આવશે : રાજ શેખાવત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું.તેમનું કહેવુ છે કે મારા માટે મારો સમાજ પહેલો છે.તો તેમણે વીડિયો જાહેર કરી રાજીનામું આપવાની વાત કરી છે. રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, તેમના દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરવામાં આવી હતી. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો.

મારૂ હિત એ સમાજનું હિત

રાજ શેખાવતે વીડિયોના માધ્યમથી જણાવ્યું કે, મે ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી. ત્યારે પણ મારો ધ્યેય સમાજ સેવા અને સનાતન ધર્મનો હિત હતો. આજે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અંગે ટિકિટ માટે સંપૂર્ણ ભારતવર્ષમાં ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે, તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને એક કાર્યક્રમમાં નિમ્નસ્તરનું નિવેદન કર્યું છે. તેના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલુ ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી હું રાજીનામું આપી રહ્યો છું. આજ પછી હું ભાજપના કોઈ પણ પદ પર રહીશ નહીં. આજે જે પણ હું છું તે સમાજના કારણે છું, આથી સમાજનું હિત તે જ મારૂ હિત છે.


ગાંધીનગરમાં ક્ષત્રિય મહીલાઓની બેઠક

ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલાઓની આગેવાનીમાં આજે બેઠક યોજાશે. ત્યારબાદ રેલી સ્વરૂપે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલા વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર પણ આપશે. ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે, એટલે એક દિવસોમાં આ મુદ્દો પતી જાય તેમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. એક ખાનગી કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદનથી સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગઈકાલે રાત્રે યોજાઈ હતી બેઠક

મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ ઉભો થયો હતો. ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું છે અને રોષ યથાવત્ જારી રાખ્યો છે.ગોંડલમાં રૂપાલાએ પણ હાજરી આપી હતી અને મંચ પરથી ફરી વાર માફી માંગી હતી અને જયરાજસિંહે અહીંઆ વિવાદનો અંત આવે છે તેવું જાહેર કર્યું હતુ.