ગુજરાત કોગ્રેસ લોકસભાના બાકી ઉમેદાવારોના નામની 2-3 દિવસમાં કરાશે જાહેરાત : વાસનિક

ગુજરાત લોકસભાના કોગ્રેસના ઉમેદવારોને યોગ્ય સમયે જ જાહેર કર્યા છે : મુકુલ વાસનિક ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ સીટો જીતશે તેવો વિશ્વાસ : મુકુલ વાસનિક ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીશું : મુકુલ વાસનિક લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલગ-અલગ પક્ષો દ્વારા નેતાઓથી લઈ કાર્યક્રતાઓ સાથે બેઠકોના દોર શરૂ થઈ ગયા છે,ગુજરાત કોગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે,તો ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ કોગ્રેસ દ્વારા શરૂ કરાઈ છે,પ્રભારી મુકુલ વાસનિકનું કહેવું છે કે આ વર્ષે લોકસભામાં ગુજરાતમાં 10થી વધુ સીટ કોગ્રેસ પક્ષ જીતશે કાર્યકરો સાથે બેઠક ગુજરાતના પ્રભારી આજે દિલ્હીથી અમદાવાદ બેઠક કરવા માટે આવ્યા છે.પહેલા લોકસભાના ઉમેદાવારો અને ત્યારબાદ ધારાસભ્ય અને કાર્યક્રતાઓ સાથે બેઠક યોજવામાં આવશે,ગુજરાતમાં લોકસભાને લઈ કેવો માહોલ છે તેને લઈ કોગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે,આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે.પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને કોંગ્રેસ પ્રભારી વાસનિકનું નિવેદનઆવા નિવેદન આપવા વાળા નેતાઓ મહત્વપૂર્ણ પદ પર બેઠા છે તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે,તો રૂપાલાના નિવેદનનો જવાબ જનતા તેમની અદાલતમાં આપશે,ભાજપની આ સ્થિતિ ગુજરાતમાં જ નહિ પણ સંપૂર્ણ ભારતમાં છે,મતદાનના દિવસે આ નારાજગી આંધીમાં બદલાઈ જશે,મુકુલ વાસનિકનું શું કહેવુ છે.100 કરોડ મતદારો આ વખતે મતદાન કરવાના છે તો 12 તારીખથી ગુજરાતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે,આ છેલ્લો સમય છે ચૂંટણી રણનીતિનો એટલે ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવી છે,તો કોગ્રેસ સમય કરતા વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે.કોંગ્રેસે સમય કરતા વહેલા ઉમેદવારો જાહેર કર્યા છેબાકીના ઉમેદવારો પણ નક્કી આગામી 3 દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે. સૌથી વધુ ગૂંચવાયેલી રાજકોટ બેઠકનું કોકડું ઉકેલાયા હોવાની પણ AICCના સૂત્રોથી જાણકારી મળી છે.તો મહેસાણા, સુરેંદ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર પણ નિશ્ચિત થઈ ચુક્યા છે. રોહન ગુપ્તા દ્વારા ના પાડ્યા બાદ અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોને ઉતારવા તે પણ પક્ષે નક્કી કરી લીધું છે. લોકસભાની સાથે જ યોજાનાર રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી મુદ્દે પણ કોંગ્રેસે મંથન કરી લીધું છે.

ગુજરાત કોગ્રેસ લોકસભાના બાકી ઉમેદાવારોના નામની 2-3 દિવસમાં કરાશે જાહેરાત : વાસનિક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત લોકસભાના કોગ્રેસના ઉમેદવારોને યોગ્ય સમયે જ જાહેર કર્યા છે : મુકુલ વાસનિક
  • ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધુ સીટો જીતશે તેવો વિશ્વાસ : મુકુલ વાસનિક
  • ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરીશું : મુકુલ વાસનિક

લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અલગ-અલગ પક્ષો દ્વારા નેતાઓથી લઈ કાર્યક્રતાઓ સાથે બેઠકોના દોર શરૂ થઈ ગયા છે,ગુજરાત કોગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે,તો ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ કોગ્રેસ દ્વારા શરૂ કરાઈ છે,પ્રભારી મુકુલ વાસનિકનું કહેવું છે કે આ વર્ષે લોકસભામાં ગુજરાતમાં 10થી વધુ સીટ કોગ્રેસ પક્ષ જીતશે

કાર્યકરો સાથે બેઠક

ગુજરાતના પ્રભારી આજે દિલ્હીથી અમદાવાદ બેઠક કરવા માટે આવ્યા છે.પહેલા લોકસભાના ઉમેદાવારો અને ત્યારબાદ ધારાસભ્ય અને કાર્યક્રતાઓ સાથે બેઠક યોજવામાં આવશે,ગુજરાતમાં લોકસભાને લઈ કેવો માહોલ છે તેને લઈ કોગ્રેસના જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે બેઠક કરવામાં આવશે,આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહેશે.

પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને કોંગ્રેસ પ્રભારી વાસનિકનું નિવેદન

આવા નિવેદન આપવા વાળા નેતાઓ મહત્વપૂર્ણ પદ પર બેઠા છે તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે,તો રૂપાલાના નિવેદનનો જવાબ જનતા તેમની અદાલતમાં આપશે,ભાજપની આ સ્થિતિ ગુજરાતમાં જ નહિ પણ સંપૂર્ણ ભારતમાં છે,મતદાનના દિવસે આ નારાજગી આંધીમાં બદલાઈ જશે,

મુકુલ વાસનિકનું શું કહેવુ છે.

100 કરોડ મતદારો આ વખતે મતદાન કરવાના છે તો 12 તારીખથી ગુજરાતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે,આ છેલ્લો સમય છે ચૂંટણી રણનીતિનો એટલે ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવી છે,તો કોગ્રેસ સમય કરતા વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે.કોંગ્રેસે સમય કરતા વહેલા ઉમેદવારો જાહેર કર્યા છે

બાકીના ઉમેદવારો પણ નક્કી

આગામી 3 દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે. સૌથી વધુ ગૂંચવાયેલી રાજકોટ બેઠકનું કોકડું ઉકેલાયા હોવાની પણ AICCના સૂત્રોથી જાણકારી મળી છે.તો મહેસાણા, સુરેંદ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર પણ નિશ્ચિત થઈ ચુક્યા છે. રોહન ગુપ્તા દ્વારા ના પાડ્યા બાદ અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોને ઉતારવા તે પણ પક્ષે નક્કી કરી લીધું છે. લોકસભાની સાથે જ યોજાનાર રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી મુદ્દે પણ કોંગ્રેસે મંથન કરી લીધું છે.