સુરતમાં નકલી બોગસ ડિગ્રી છાપવાનું કૌભાંડ UK સુધી પહોંચ્યું

ઉત્રાણ પોલીસે બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપ્યું 80 હજારથી 1.30 લાખ લઈ નકલી સર્ટિ આપતા બોની નામનો યુવક UKથી ચલાવતો હતો રેકેટ રાજ્યમાં એક પછી એક નકલીના વિવાદ આવી રહ્યા છે. આ વચ્ચે ખોરાકથી લઈને યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ વચ્ચે બોર્ડની માર્કશીટ પણ ડુપ્લિકેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે. આ માર્કેશીટના આધારે બે આરોપી યુકે અને કેનેડા જતાં રહ્યાં હોવાનું સામે આવ્યું છે. સુરતમાંથીઉત્રાણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટના મામલે 6 આરોપી સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોટા વરાછા અને સરથાણા જકાતનાકા વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું. ઉતરાણ ડી માર્ટ રોડ ઉપર ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરીઝમની ઓફિસમાં બોગસ માર્કશીટ નો વેપલો ચાલતો હતો. જે સાથે જ અત્યાર સુધીમાં સેકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ કેસમાં ઉતરાણ પોલીસે નીલકંઠ દેવાણી, વિશાલ તેજાણી, સંજય ગેલાણી તેમજ બોની તાલા, વૈભવ તાલા અને ધ્રુવીન કોઠીયાની સામે ફરિયાદ નોંધી છે. જે પૈકી નીલકંઠ અને બોની તાલા બંને વિદેશમાં હોવાની માહિતી સાંપડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ એક માર્કશીટ દીઠ 1,00,000 થી 1,30,000 જેટલી રકમ વસૂલ કરતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી. ધો. 10 અને ધો. 12 બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. જે છ આરોપી સામે ગુનો નોંધાયો છે તે પૈકી બે આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું જાણવા મળ્યું છે.

સુરતમાં નકલી બોગસ ડિગ્રી છાપવાનું કૌભાંડ UK સુધી પહોંચ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉત્રાણ પોલીસે બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપ્યું
  • 80 હજારથી 1.30 લાખ લઈ નકલી સર્ટિ આપતા
  • બોની નામનો યુવક UKથી ચલાવતો હતો રેકેટ

રાજ્યમાં એક પછી એક નકલીના વિવાદ આવી રહ્યા છે. આ વચ્ચે ખોરાકથી લઈને યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ વચ્ચે બોર્ડની માર્કશીટ પણ ડુપ્લિકેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે. આ માર્કેશીટના આધારે બે આરોપી યુકે અને કેનેડા જતાં રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

સુરતમાંથીઉત્રાણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટના મામલે 6 આરોપી સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોટા વરાછા અને સરથાણા જકાતનાકા વિસ્તારમાં આ બોગસ માર્કશીટનું કૌભાંડ ચાલતું હતું. ઉતરાણ ડી માર્ટ રોડ ઉપર ગ્રીન પ્લાઝામાં તેજાણી ટુરીઝમની ઓફિસમાં બોગસ માર્કશીટ નો વેપલો ચાલતો હતો.

જે સાથે જ અત્યાર સુધીમાં સેકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ કેસમાં ઉતરાણ પોલીસે નીલકંઠ દેવાણી, વિશાલ તેજાણી, સંજય ગેલાણી તેમજ બોની તાલા, વૈભવ તાલા અને ધ્રુવીન કોઠીયાની સામે ફરિયાદ નોંધી છે. જે પૈકી નીલકંઠ અને બોની તાલા બંને વિદેશમાં હોવાની માહિતી સાંપડી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપીઓ એક માર્કશીટ દીઠ 1,00,000 થી 1,30,000 જેટલી રકમ વસૂલ કરતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી. ધો. 10 અને ધો. 12 બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. જે છ આરોપી સામે ગુનો નોંધાયો છે તે પૈકી બે આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું જાણવા મળ્યું છે.