Ahmedabad Rathyatra 2024 : મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા માટે ભકતો આતુર

ભગવાનના દર્શન કરવા ભક્તોની લાગી લાઈન ભગવાનને વિશેષ શૃંગાર અને ભોગ અર્પણ કરાયા ભગવાન અમાસ સુધી કરશે મોસાળમાં રોકાણ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે.ત્યારે મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા માટે ભકતો અને શહેરીજનો આતુરો છે,ત્યારે સરસપુરમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની લાઈનો લાગી છે.અવિરત ભજન કીર્તનની ધૂનથી ગુંજી ઉઠયું છે રણછોડરાય મંદિર.ભગવાન અમાસ સુધી કરશે મોસાળમાં રોકાણ ભગવાનનુ સામૈયુ પણ કર્યુ આ વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની 147 મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું, જેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે.22 જૂને જળયાત્રા યોજાઇ હતી હવે ભગવાન મોસાળ સરસપુર રણછોડરાયજી મંદિરે પધાર્યા છે. ત્યારે સરસપુર વાસીઓએ દર વર્ષની જેમ સામૈયુ કર્યું હતું. ભગવાનનાં દર્શનનો લ્હાવો સૌ ભક્તોને મળે તે માટે વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 15 દિવસ મોસાળમાં રહેશે ભગવાન પૂનમનાં રોજ મોસાળમાં ભગવાન પધારે અને ત્યારબાદ તેમની રોજેરોજ પૂજા-અર્ચના થતી હોય છે. ભજન મંડળી સતત ભજન ચાલતા હોય અલગ-અલગ મનોરથ પણ ભગવાનને ધરાવામાં આવે છે. 15 દિવસ સરસપુર ખાતે ઉત્સવનો માહોલ જોવા મળે છે અને સૌ ભક્તો મોટી સંખ્યામાં આ પ્રસંગને માણતા હોય છે. અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. પહેલા દિવસે ભગવાન મોસાળથી નિજ મંદિરે પરત ફરતા હોય છે અને પછી અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. અમદાવાદનાં 18 કિમીથી વધુના વિસ્તારમાં ભગવાન નગરચર્ચાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ મહોત્સવની શરૂઆત આજથી થઈ છે, ભગવાન મોસાળમાં પધાર્યા છે અને રણછોડરાયજી મંદિરમાં ભક્તોનાં દર્શનાર્થે બિરાજમાન થયા છે. જાણો ભગવાનના પ્રસાદનું મહત્વ ગુજરાતનું અમદાવાદ શહેર જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે, તે ભક્તોની આસ્થા જ અનોખી હોય છેઅહીં વિશ્વના ભગવાનના ધામમાં બધું જ મહાન છે, તેથી જ ભગવાન જગન્નાથના ધામને મહાધામ, દીપને મહાદીપ, તેમના હાથને મહાબાહુ અને તેમના માટે તૈયાર કરાયેલા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન જગન્નાથ માટે જે રસોડામાં ભોગ તૈયાર કરવામાં આવે છે, ત્યાં તૈયાર કરવામાં આવેલ ભોગની પદ્ધતિ અને ભગવાનને અર્પણ કરવાના નિયમો વગેરે વિશે. સખડીનો ભોગ ભગવાનને પ્રિય ભગવાન જગન્નાથજીના ભોગનું પણ અનોખા મહત્વની સાથે તેના નિયમો પણ અનોખા છે તમને જણાવી દઈએ કે પુરીના ધામની જેમ અમદાવાદના જગન્નાથ ધામમાં રસોડું કે જ્યાં ભગવાન માટે ભોગ તૈયાર કરવામાં આવે છે,જ્યાં ભગવાન જગન્નાથ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી.ખાસ કરીને તે સમયે જ્યારે ભગવાન જગન્નાથ માટે તૈયાર કરાયેલા સખડીના ભોગ લેવામાં આવે છે, ત્યારે તે રીતે કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સખડીનો ભોગ લઈને જતી વખતે રસ્તાની વચ્ચે આવી જાય તો તે સખડીનો ભોગ ભગવાનને ચઢાવવામાં આવતો નથી. રાજુ માડી બનાવે છે સખડીનો ભોગ સખડીનો ભોગ બનાવનાર વૈષ્ણવ સમાજના મહંત પરંપરાગત રીતે બનાવે છે સખડી.એ સખડીના ભોગ સમયે રસોડામાં કોઈ પ્રવેશી શકતું નહીં અને કોઈ અન્ય વ્યક્તિનો પડછાયો પણ પડવો ન જોઈએ તે સરસપુરની આંબલીવાળની પોળમાં રાજુ માડી દ્વારા જ બનાવવામાં આવે છે આ પરિવાર દ્વારા પેઢીઓથી સખડીનો ભોગ ભગવાન માટે બનાવવાની પરંપરા રહી છે.

Ahmedabad Rathyatra 2024 : મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા માટે ભકતો આતુર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભગવાનના દર્શન કરવા ભક્તોની લાગી લાઈન
  • ભગવાનને વિશેષ શૃંગાર અને ભોગ અર્પણ કરાયા
  • ભગવાન અમાસ સુધી કરશે મોસાળમાં રોકાણ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવા જઈ રહી છે.ત્યારે મોસાળ સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગતા માટે ભકતો અને શહેરીજનો આતુરો છે,ત્યારે સરસપુરમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની લાઈનો લાગી છે.અવિરત ભજન કીર્તનની ધૂનથી ગુંજી ઉઠયું છે રણછોડરાય મંદિર.ભગવાન અમાસ સુધી કરશે મોસાળમાં રોકાણ

ભગવાનનુ સામૈયુ પણ કર્યુ

આ વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની 147 મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું, જેનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે.22 જૂને જળયાત્રા યોજાઇ હતી હવે ભગવાન મોસાળ સરસપુર રણછોડરાયજી મંદિરે પધાર્યા છે. ત્યારે સરસપુર વાસીઓએ દર વર્ષની જેમ સામૈયુ કર્યું હતું. ભગવાનનાં દર્શનનો લ્હાવો સૌ ભક્તોને મળે તે માટે વિશાળ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


15 દિવસ મોસાળમાં રહેશે ભગવાન

પૂનમનાં રોજ મોસાળમાં ભગવાન પધારે અને ત્યારબાદ તેમની રોજેરોજ પૂજા-અર્ચના થતી હોય છે. ભજન મંડળી સતત ભજન ચાલતા હોય અલગ-અલગ મનોરથ પણ ભગવાનને ધરાવામાં આવે છે. 15 દિવસ સરસપુર ખાતે ઉત્સવનો માહોલ જોવા મળે છે અને સૌ ભક્તો મોટી સંખ્યામાં આ પ્રસંગને માણતા હોય છે. અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થાય છે. પહેલા દિવસે ભગવાન મોસાળથી નિજ મંદિરે પરત ફરતા હોય છે અને પછી અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. અમદાવાદનાં 18 કિમીથી વધુના વિસ્તારમાં ભગવાન નગરચર્ચાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આ મહોત્સવની શરૂઆત આજથી થઈ છે, ભગવાન મોસાળમાં પધાર્યા છે અને રણછોડરાયજી મંદિરમાં ભક્તોનાં દર્શનાર્થે બિરાજમાન થયા છે.

જાણો ભગવાનના પ્રસાદનું મહત્વ

ગુજરાતનું અમદાવાદ શહેર જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે, તે ભક્તોની આસ્થા જ અનોખી હોય છેઅહીં વિશ્વના ભગવાનના ધામમાં બધું જ મહાન છે, તેથી જ ભગવાન જગન્નાથના ધામને મહાધામ, દીપને મહાદીપ, તેમના હાથને મહાબાહુ અને તેમના માટે તૈયાર કરાયેલા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન જગન્નાથ માટે જે રસોડામાં ભોગ તૈયાર કરવામાં આવે છે, ત્યાં તૈયાર કરવામાં આવેલ ભોગની પદ્ધતિ અને ભગવાનને અર્પણ કરવાના નિયમો વગેરે વિશે.

સખડીનો ભોગ ભગવાનને પ્રિય

ભગવાન જગન્નાથજીના ભોગનું પણ અનોખા મહત્વની સાથે તેના નિયમો પણ અનોખા છે તમને જણાવી દઈએ કે પુરીના ધામની જેમ અમદાવાદના જગન્નાથ ધામમાં રસોડું કે જ્યાં ભગવાન માટે ભોગ તૈયાર કરવામાં આવે છે,જ્યાં ભગવાન જગન્નાથ માટે ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડામાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી.ખાસ કરીને તે સમયે જ્યારે ભગવાન જગન્નાથ માટે તૈયાર કરાયેલા સખડીના ભોગ લેવામાં આવે છે, ત્યારે તે રીતે કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સખડીનો ભોગ લઈને જતી વખતે રસ્તાની વચ્ચે આવી જાય તો તે સખડીનો ભોગ ભગવાનને ચઢાવવામાં આવતો નથી.

રાજુ માડી બનાવે છે સખડીનો ભોગ

સખડીનો ભોગ બનાવનાર વૈષ્ણવ સમાજના મહંત પરંપરાગત રીતે બનાવે છે સખડી.એ સખડીના ભોગ સમયે રસોડામાં કોઈ પ્રવેશી શકતું નહીં અને કોઈ અન્ય વ્યક્તિનો પડછાયો પણ પડવો ન જોઈએ તે સરસપુરની આંબલીવાળની પોળમાં રાજુ માડી દ્વારા જ બનાવવામાં આવે છે આ પરિવાર દ્વારા પેઢીઓથી સખડીનો ભોગ ભગવાન માટે બનાવવાની પરંપરા રહી છે.