Vadodara: TMC સાંસદ યુસુફ પઠાણનો વિવાદ વકર્યો, ભાજપના પૂર્વ કાઉન્સિલર ઉતર્યા મેદાનમાં

કોર્પોરેશનના પ્લોટ પર કબજા મામલે BJPના પૂર્વ કોરપોરેટરનું નિવેદન BJPના પૂર્વ કોરપોરેટર વિજય પવારે ફરી આપ્યું આવેદનપત્ર યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની કરી માગપશ્ચિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠકના TMC સાંસદ તેમજ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ વિવાદમાં છે. એનું કારણ છે યુસુફ પઠાણ પર લાગેલ કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ. આ મામલે ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે નિવેદન આપ્યું છે.શું છે સમગ્ર મામલો?વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર TMCના સાંસદ યુસુફ પઠાણએ કબજો કર્યો હોવાના આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોર્પોરેશનએ સામાન્ય સભામાં યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે તેને નામંજૂર કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કર્યા બાદ પણ યુસુફ પઠાણે પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો હતો. તાંદલજામાં યુસુફ પઠાણના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અગાઉ યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણે લેવાની માંગણી કરી હતી. જેને લીધે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જે અનુસાર, પ્રતિ ચોરસ મીટર 57, 270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. તેમજ 2014માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવ્યો હતો.યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની કરી માગભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર મેદાને આવ્યા છે. પૂર્વ કાઉન્સિલએ કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા માંગ કરી છે. આ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, "યુસુફ પઠાણે જે પ્લોટની માંગ કરી તેની દરખાસ્ત કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેને નામંજૂર કરવામાં આવી. જેના બાદમાં કોર્પોરેશને આ અંગે કોઈ ધ્યાન ના આપ્યું અને બીજી તરફ કોર્પોરેશની પ્લોટ નંબર 90 અને 91ની ભેગી કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે. જેથી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેટર લખી જાણ કરી છે. મારી માંગ છે કે આ જમીનને સરકારે તાત્કાલિક અસર થી ખાલી કરાવી પોતાના હસ્તક લઇ લેવી જોઈએ."

Vadodara: TMC સાંસદ યુસુફ પઠાણનો વિવાદ વકર્યો, ભાજપના પૂર્વ કાઉન્સિલર ઉતર્યા મેદાનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્પોરેશનના પ્લોટ પર કબજા મામલે BJPના પૂર્વ કોરપોરેટરનું નિવેદન
  • BJPના પૂર્વ કોરપોરેટર વિજય પવારે ફરી આપ્યું આવેદનપત્ર
  • યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની કરી માગ

પશ્ચિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠકના TMC સાંસદ તેમજ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ વિવાદમાં છે. એનું કારણ છે યુસુફ પઠાણ પર લાગેલ કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ. આ મામલે ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે નિવેદન આપ્યું છે.

શું છે સમગ્ર મામલો?

વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર TMCના સાંસદ યુસુફ પઠાણએ કબજો કર્યો હોવાના આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોર્પોરેશનએ સામાન્ય સભામાં યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે તેને નામંજૂર કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કર્યા બાદ પણ યુસુફ પઠાણે પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો હતો. તાંદલજામાં યુસુફ પઠાણના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અગાઉ યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણે લેવાની માંગણી કરી હતી. જેને લીધે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જે અનુસાર, પ્રતિ ચોરસ મીટર 57, 270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. તેમજ 2014માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવ્યો હતો.

યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની કરી માગ

ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર મેદાને આવ્યા છે. પૂર્વ કાઉન્સિલએ કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા માંગ કરી છે. આ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, "યુસુફ પઠાણે જે પ્લોટની માંગ કરી તેની દરખાસ્ત કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેને નામંજૂર કરવામાં આવી. જેના બાદમાં કોર્પોરેશને આ અંગે કોઈ ધ્યાન ના આપ્યું અને બીજી તરફ કોર્પોરેશની પ્લોટ નંબર 90 અને 91ની ભેગી કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે. જેથી મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને લેટર લખી જાણ કરી છે. મારી માંગ છે કે આ જમીનને સરકારે તાત્કાલિક અસર થી ખાલી કરાવી પોતાના હસ્તક લઇ લેવી જોઈએ."