Ahmedabad: બોપલ બ્રિજ પાસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર-કારે 3 લોકોને કચડ્યાં,CCTV આધારે તપાસ

બોપલ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયો અકસ્માતમાં ગાડીઓનો કચરઘાણ વળ્યોઅમદાવાદમાં દારૂની હેરાફેરી કરતી કારનો અકસ્માત થયો છે. જેમાં દારૂ ભરીને જતી ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે તેમજ 6 લોકો ઘાયલ થયા છે. જેમાં આઇસર, થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા રસ્તા પર દારૂની નદીઓ વહી હતી. તેથી એક તરફનો રોડ બંધ કરાયો હતો. તેમજ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તથા ગાડીમાંથી અલગ - અલગ નંબર પ્લેટ મળી આવી છે. તેમજ ફોર્ચ્યુનર કારમાં આખી બ્લેક ફિલ્મ લાગવી રાખેલ હતી. તથા ગાડીમાં આખું પ્લાસ્ટિક કવર કરાવ્યું હતું.200ની સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને મારી ટક્કર અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. 200ની સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી 150 ફૂટ ફેંકાઈ...અકસ્માતમાં 3ના ઘટના સ્થળે મોત.. એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત.. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બોટલ મળી આવી.. પોલીસે નવા કાયદા મુજબ અકસ્માત અને દારૂને લઈને પ્રોહીબિશનનો ગુનો નોંધયો.. સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે.. શું છે સમગ્ર મામલો..ફોર્ચ્યુનર કાર અને થાર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માતબોપલમાં વકીલ બ્રિજ નજીક વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને થાર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત.. આ અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત..જ્યારેક એક ઇજાગ્રસ્ત થતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.. ઘટના એવી છે કે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર વૈષ્ણવ દેવી સર્કલથી એસ પી રીગ રોડ પર બોપલ તરફ 200ની સ્પીડમાં આવી રહી હતી. જ્યારે થાર ચાલક બોપલથી રાજપથ ક્લબ જઈ રહ્યા હતા ત્યારે એસ પી રિંગ રોડ વચ્ચે સ્કોર્પિયો કાર ચાલકે થારને જોરદાર ટક્કર મારી હતી. અને ફોર્ચ્યુનર ગાડી 150 ફૂટ દૂર ફેંકાઈ ગઈ.. આ ઘટનામાં થાર ગાડીમા બેઠેલા 30 વર્ષના અજિત ભરતભાઇ કાઠી અને 54 વર્ષના મનીષ ભગવતીપ્રસાદ ભટ્ટ નું મોત નીપજ્યું.. જ્યારે ફોર્ચ્યુનર કારમાં 37 વર્ષીય ઓમપ્રકાશ ઓઝાનું મોત નીપજ્યું જ્યારે ડ્રાઇવર રાજેન્દ્ર ઉર્ફે રાજુ સાહુ ઇજાગ્રસ્ત થતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.. આ ઘટના CCTV માં કેદ થઈ છે.ફોર્ચ્યુનર ગાડીમાંથી દારૂની બોટલ મળી આવીઆ અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતા.. મૃતક ઓમપ્રકાશ ઓઝા અને રાજુ સાહુ મૂળ રાજેસ્થાન છે.. આ દારૂનો જથ્થો રાજેસ્થાનથી લઈને નડિયાદ ડિલિવરી આપવા રીગ રોડથી નીકળી રહ્યા હતા.. ત્યારે અકસ્માત સર્જ્યો હતો.. થાર ચાલકના મૃતક મનીષ ભટ્ટ મૂળ વિરમગામ છે..અને રિયલ અરેસ્ટના ધંધા સાથે જોડાયેલા છે.. જ્યારે અજિત કાઠીનું વિરમગામમાં હોટલ આવેલી છે.. મહત્વનું છે કે આ બૂટલેગરને પકડવા પોલીસ પીછો કરતી હતી એટલે ફોર્ચ્યુનર કાર ચાલકે 200ની સ્પીડ માં ગાડી ભગાવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આ શક્યતાઓની વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તેમની કોઈ ટીમ પીછો નહતી કરતી હોવાનો ખુલાસો કર્યો છે.. તો કઈ એજન્સી પીછો કરતી હતી તે સવાલ છે.. પરંતુ હાલમાં M ડિવિઝન ટ્રાફિક પોલીસે 105, 125 બી 125 a મુજબ ના નવા કાયદા મુજબ ગુનો નોંધ્યો છે.. જ્યારે ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ મળી આવતા નવા કાયદા હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ કરી તેજટ્રાફિક M ડિવિઝન પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.. મહત્વનું છે રીગ રોડ પર કેટલાક સ્થળે CCTV કેમેરા બંધ પણ મળી આવ્યા છે.. તથ્ય કાંડ બાદ ફરી એક વખત CCTV બંધ મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બૂટલેગર કોને દારૂ સપ્લાય કરવા જઈ રહ્યા હતા..જ્યારે અકસ્માતમાં કોની બેદરકારી છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે..

Ahmedabad: બોપલ બ્રિજ પાસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર-કારે 3 લોકોને કચડ્યાં,CCTV આધારે તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બોપલ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત
  • દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા અકસ્માત થયો
  • અકસ્માતમાં ગાડીઓનો કચરઘાણ વળ્યો

અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતી કારનો અકસ્માત થયો છે. જેમાં દારૂ ભરીને જતી ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે તેમજ 6 લોકો ઘાયલ થયા છે. જેમાં આઇસર, થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત થતા રસ્તા પર દારૂની નદીઓ વહી હતી. તેથી એક તરફનો રોડ બંધ કરાયો હતો. તેમજ એમ ડિવિઝન ટ્રાફિકે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તથા ગાડીમાંથી અલગ - અલગ નંબર પ્લેટ મળી આવી છે. તેમજ ફોર્ચ્યુનર કારમાં આખી બ્લેક ફિલ્મ લાગવી રાખેલ હતી. તથા ગાડીમાં આખું પ્લાસ્ટિક કવર કરાવ્યું હતું.

200ની સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને મારી ટક્કર 

અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. 200ની સ્પીડમાં ફોર્ચ્યુનર ગાડીએ થાર ગાડીને ટક્કર મારી 150 ફૂટ ફેંકાઈ...અકસ્માતમાં 3ના ઘટના સ્થળે મોત.. એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત.. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બોટલ મળી આવી.. પોલીસે નવા કાયદા મુજબ અકસ્માત અને દારૂને લઈને પ્રોહીબિશનનો ગુનો નોંધયો.. સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે.. શું છે સમગ્ર મામલો..

ફોર્ચ્યુનર કાર અને થાર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત

બોપલમાં વકીલ બ્રિજ નજીક વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને થાર ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત.. આ અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત..જ્યારેક એક ઇજાગ્રસ્ત થતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.. ઘટના એવી છે કે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર વૈષ્ણવ દેવી સર્કલથી એસ પી રીગ રોડ પર બોપલ તરફ 200ની સ્પીડમાં આવી રહી હતી. જ્યારે થાર ચાલક બોપલથી રાજપથ ક્લબ જઈ રહ્યા હતા ત્યારે એસ પી રિંગ રોડ વચ્ચે સ્કોર્પિયો કાર ચાલકે થારને જોરદાર ટક્કર મારી હતી. અને ફોર્ચ્યુનર ગાડી 150 ફૂટ દૂર ફેંકાઈ ગઈ.. આ ઘટનામાં થાર ગાડીમા બેઠેલા 30 વર્ષના અજિત ભરતભાઇ કાઠી અને 54 વર્ષના મનીષ ભગવતીપ્રસાદ ભટ્ટ નું મોત નીપજ્યું.. જ્યારે ફોર્ચ્યુનર કારમાં 37 વર્ષીય ઓમપ્રકાશ ઓઝાનું મોત નીપજ્યું જ્યારે ડ્રાઇવર રાજેન્દ્ર ઉર્ફે રાજુ સાહુ ઇજાગ્રસ્ત થતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.. આ ઘટના CCTV માં કેદ થઈ છે.

ફોર્ચ્યુનર ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી

આ અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતા.. મૃતક ઓમપ્રકાશ ઓઝા અને રાજુ સાહુ મૂળ રાજેસ્થાન છે.. આ દારૂનો જથ્થો રાજેસ્થાનથી લઈને નડિયાદ ડિલિવરી આપવા રીગ રોડથી નીકળી રહ્યા હતા.. ત્યારે અકસ્માત સર્જ્યો હતો.. થાર ચાલકના મૃતક મનીષ ભટ્ટ મૂળ વિરમગામ છે..અને રિયલ અરેસ્ટના ધંધા સાથે જોડાયેલા છે.. જ્યારે અજિત કાઠીનું વિરમગામમાં હોટલ આવેલી છે.. મહત્વનું છે કે આ બૂટલેગરને પકડવા પોલીસ પીછો કરતી હતી એટલે ફોર્ચ્યુનર કાર ચાલકે 200ની સ્પીડ માં ગાડી ભગાવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.. આ શક્યતાઓની વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તેમની કોઈ ટીમ પીછો નહતી કરતી હોવાનો ખુલાસો કર્યો છે.. તો કઈ એજન્સી પીછો કરતી હતી તે સવાલ છે.. પરંતુ હાલમાં M ડિવિઝન ટ્રાફિક પોલીસે 105, 125 બી 125 a મુજબ ના નવા કાયદા મુજબ ગુનો નોંધ્યો છે.. જ્યારે ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ મળી આવતા નવા કાયદા હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ કરી તેજ

ટ્રાફિક M ડિવિઝન પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.. મહત્વનું છે રીગ રોડ પર કેટલાક સ્થળે CCTV કેમેરા બંધ પણ મળી આવ્યા છે.. તથ્ય કાંડ બાદ ફરી એક વખત CCTV બંધ મળી આવતા તંત્રની બેદરકારી સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બૂટલેગર કોને દારૂ સપ્લાય કરવા જઈ રહ્યા હતા..જ્યારે અકસ્માતમાં કોની બેદરકારી છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે..