Gandhinagar News: જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીના સામાનની ચોરી

પરીક્ષા આપવા આવેલ ઉમેદવારની ગાડીમાંથી ચોરીમોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી પૈસા ઉપાડી લીધાડેકીમાંથી ATM અને ક્રેડિટ કાર્ડની થઈ ચોરીસરકારી ભરતીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોના વાહનમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. જેમાં ઉમેદવારોના ટુ-વ્હીલરની ડેકી માંથી ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ગાડીની ડેકીમાં મુકેલા ઉમેદવારોનો મોબાઈલમાંથી સીમ કાર્ડથી લઈ ક્રેડિટ કાર્ડ જેવી વસ્તુઓ ચોરી થઈ છે. આ અંગેની માહિતી અનુસાર, ગાંધીનગરમાં વિવિધ સેન્ટરો પર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન એક તરફ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ સામાન ન લાવવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે પરીક્ષા કેન્દ્રની બહાર તેમની ગાડીની ડેકીમાં મુકેલા સામાનની ચોરી થઈ છે. તેમજ ચોરી કરેલા સીમથી બારોબાર 83 હજારનું ટ્રાન્ઝેક્શન પણ થયું હોવાની વિગતો સામે આવી છે. તેમજ ચોર પરીક્ષા આપવા આવેલા ઉમેદવારના મોબાઈલ માંથી સીમ તથા ક્રેડિટ કાર્ડની ચોરી કરી હતી. તેમજ ચોરી કરેલા સીમથી બારોબાર 83 હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. તેમજ પરીક્ષા કેન્દ્ર પરથી 6 થી 7 ઉમેદવારોના વાહનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. એટલું જ નહીં ચોર દ્વારા પાકીટમાંથી રોકડા અને સોના ચાંદીના દાગીના પણ ચોરી ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આ અંગે ચોર તમામ પ્રકારે જાણકાર હોવાની પણ સંભાવના રહેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળે સામાન ન લાવવા સૂચના આપી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ કરવામાં આવી છે.

Gandhinagar News: જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીના સામાનની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરીક્ષા આપવા આવેલ ઉમેદવારની ગાડીમાંથી ચોરી
  • મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી પૈસા ઉપાડી લીધા
  • ડેકીમાંથી ATM અને ક્રેડિટ કાર્ડની થઈ ચોરી
સરકારી ભરતીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોના વાહનમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. જેમાં ઉમેદવારોના ટુ-વ્હીલરની ડેકી માંથી ચોરી થવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ગાડીની ડેકીમાં મુકેલા ઉમેદવારોનો મોબાઈલમાંથી સીમ કાર્ડથી લઈ ક્રેડિટ કાર્ડ જેવી વસ્તુઓ ચોરી થઈ છે.

આ અંગેની માહિતી અનુસાર, ગાંધીનગરમાં વિવિધ સેન્ટરો પર ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન એક તરફ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ સામાન ન લાવવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે પરીક્ષા કેન્દ્રની બહાર તેમની ગાડીની ડેકીમાં મુકેલા સામાનની ચોરી થઈ છે. તેમજ ચોરી કરેલા સીમથી બારોબાર 83 હજારનું ટ્રાન્ઝેક્શન પણ થયું હોવાની વિગતો સામે આવી છે.

તેમજ ચોર પરીક્ષા આપવા આવેલા ઉમેદવારના મોબાઈલ માંથી સીમ તથા ક્રેડિટ કાર્ડની ચોરી કરી હતી. તેમજ ચોરી કરેલા સીમથી બારોબાર 83 હજારનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. તેમજ પરીક્ષા કેન્દ્ર પરથી 6 થી 7 ઉમેદવારોના વાહનમાંથી ચોરીની ઘટના સામે આવી છે.

એટલું જ નહીં ચોર દ્વારા પાકીટમાંથી રોકડા અને સોના ચાંદીના દાગીના પણ ચોરી ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. આ અંગે ચોર તમામ પ્રકારે જાણકાર હોવાની પણ સંભાવના રહેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળે સામાન ન લાવવા સૂચના આપી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ કરવામાં આવી છે.