Gandhinagar News: ગીફ્ટસિટીનું વિસ્તરણ રદ થતાં રોકાણકારો મુશ્કેલીમાં

રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે ગીફ્ટસિટીના મૂળ વિસ્તારમાં જ હજુ ડેવલપમેન્ટ બાકી જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાનગાંધીનગરના ગિફ્ટ સિટીની આસપાસના 996 હેક્ટર વિસ્તારને તેમાં સમાવીને વિકાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને બ્રેક વાગી છે. ગીફ્ટસિટીનું વિસ્તરણ રદ થતાં રોકાણકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કરોડોના સોદા અટકી જવાની અથવા રદ થવાની શક્યતા. વિસ્તરણ રદ થતાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ. રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે, ગીફ્ટસિટીના મૂળ વિસ્તારમાં જ હજુ ડેવલપમેન્ટ બાકી.આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરશે વિકાસ જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાન. આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરશે વિકાસ ગિફ્ટ સિટી નહીં, મકાનો બની શકશે. આ સમગ્ર મુદ્દો છેક કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો અને આખરે આ નિર્ણય લઈ હવે સરકારે આ જમીન ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપી દીધી છે. આ કિસ્સામાં હવે અહીં રોકાણ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓના 10 હજાર કરોડથી વધુ રૂપિયા ફસાઇ ગયા છે. હવે અહીં ગિફ્ટ સિટી નહીં પરંતુ ગુડાના જીડીસીઆર અનુસાર જ મકાનો બની શકશે. જમીનોના ભાવ ધડામ દઈને અડધા થઇ જતા રોકાણકારો મુશ્કેલીમાં ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણય બાદ નવા સમાવાયેલા ગિફ્ટ સિટી વિસ્તારની જમીનોના ભાવ ધડામ દઈને હેઠા પડ્યા છે. અહીં સ્ક્વેર ફૂટ લેખે જમીનોનો ભાવ પચાસ હજારની આસપાસ ચાલતો હતો તે સીધો નીચે પટકાઇને અડધો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સરકારે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેક્નોલોજી સિટી તરીકે વિકસાવવા શરૂ કરેલા આ પ્રોજેક્ટની છબિ આ કારણોસર વૈશ્વિક સ્તરે ખરડાય તેવી ચિંતા પેઠી હતી. આ સ્થિતિમાં ફાઇનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવાં રોકાણો આવતાં અટકી જાય તેવો ડર છે.

Gandhinagar News: ગીફ્ટસિટીનું વિસ્તરણ રદ થતાં રોકાણકારો મુશ્કેલીમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે
  • ગીફ્ટસિટીના મૂળ વિસ્તારમાં જ હજુ ડેવલપમેન્ટ બાકી
  • જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાન

ગાંધીનગરના ગિફ્ટ સિટીની આસપાસના 996 હેક્ટર વિસ્તારને તેમાં સમાવીને વિકાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને બ્રેક વાગી છે. ગીફ્ટસિટીનું વિસ્તરણ રદ થતાં રોકાણકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કરોડોના સોદા અટકી જવાની અથવા રદ થવાની શક્યતા. વિસ્તરણ રદ થતાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ. રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે, ગીફ્ટસિટીના મૂળ વિસ્તારમાં જ હજુ ડેવલપમેન્ટ બાકી.

આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરશે વિકાસ

જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાન. આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરશે વિકાસ ગિફ્ટ સિટી નહીં, મકાનો બની શકશે. આ સમગ્ર મુદ્દો છેક કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો અને આખરે આ નિર્ણય લઈ હવે સરકારે આ જમીન ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપી દીધી છે. આ કિસ્સામાં હવે અહીં રોકાણ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓના 10 હજાર કરોડથી વધુ રૂપિયા ફસાઇ ગયા છે. હવે અહીં ગિફ્ટ સિટી નહીં પરંતુ ગુડાના જીડીસીઆર અનુસાર જ મકાનો બની શકશે.

જમીનોના ભાવ ધડામ દઈને અડધા થઇ જતા રોકાણકારો મુશ્કેલીમાં

ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણય બાદ નવા સમાવાયેલા ગિફ્ટ સિટી વિસ્તારની જમીનોના ભાવ ધડામ દઈને હેઠા પડ્યા છે. અહીં સ્ક્વેર ફૂટ લેખે જમીનોનો ભાવ પચાસ હજારની આસપાસ ચાલતો હતો તે સીધો નીચે પટકાઇને અડધો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સરકારે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેક્નોલોજી સિટી તરીકે વિકસાવવા શરૂ કરેલા આ પ્રોજેક્ટની છબિ આ કારણોસર વૈશ્વિક સ્તરે ખરડાય તેવી ચિંતા પેઠી હતી. આ સ્થિતિમાં ફાઇનાન્સ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં નવાં રોકાણો આવતાં અટકી જાય તેવો ડર છે.