કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈ પાટીદાર સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ

ફરિયાદની માંગ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર સરદાર પટેલની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી યોજાઈ રેલી કાજલ હિન્દુસ્તાની સમાજની માફી માંગે એવી પણ કરાઈ માંગ કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજને લઇને કરેલી ટિપ્પણીને લઇને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીમાં હજારોની સંખ્યામાં નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી રેલી કાઢવામાં આવી હતી. બાઇક અને કારોની સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ આ રેલીમાં જોડાયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગકારો, વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. કાયદેસરની કરો કાર્યવાહી કલેક્ટરને આવેદન પત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે કડક પગલાની માંગ કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે. વધુમાં જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી છે.બાઈક અને કાર રેલીની અંદર ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા મોરબીના શનાળા રોડ ખાતેથી મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી સામાકાંઠે જિલ્લા સેવા સદન ખાતે આવેલ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ, પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તેમજ પાટીદાર સમાજની દીકરીઓ વિશે એલફેલ બોલનાર કાજલ હિન્દુસ્તાનીની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કાજલે શું આપ્યું હતુ નિવેદન વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.

કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈ પાટીદાર સમાજે રેલી યોજી નોંધાવ્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફરિયાદની માંગ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર
  • સરદાર પટેલની પ્રતિમાથી કલેકટર કચેરી સુધી યોજાઈ રેલી
  • કાજલ હિન્દુસ્તાની સમાજની માફી માંગે એવી પણ કરાઈ માંગ

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજને લઇને કરેલી ટિપ્પણીને લઇને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબીમાં હજારોની સંખ્યામાં નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી રેલી કાઢવામાં આવી હતી. બાઇક અને કારોની સાથે મોટી સંખ્યામાં પાટીદાર સમાજ આ રેલીમાં જોડાયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગકારો, વડીલો, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા.

કાયદેસરની કરો કાર્યવાહી

કલેક્ટરને આવેદન પત્ર આપીને કાજલ હિન્દુસ્તાની સામે કડક પગલાની માંગ કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે. વધુમાં જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી છે.બાઈક અને કાર રેલીની અંદર ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા મોરબીના શનાળા રોડ ખાતેથી મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી સામાકાંઠે જિલ્લા સેવા સદન ખાતે આવેલ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને ત્યાં કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ, પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ તેમજ પાટીદાર સમાજની દીકરીઓ વિશે એલફેલ બોલનાર કાજલ હિન્દુસ્તાનીની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.


કાજલે શું આપ્યું હતુ નિવેદન

વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.