ધોરણ-10ના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર

ધો-10નું પરિણામ એક મહિના વહેલું થશે જાહેર 25થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે ધો-10ની પેપર ચકાસણીની કામગીરી 80 ટકા પૂર્ણ ધોરણ 10ના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 10નું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે. તેમાં 25થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે. તથા ધો-10ની પેપર ચકાસણીની કામગીરી 80 ટકા પૂર્ણ થઇ છે. તેમજ રિઝલ્ટ પ્રોસેસિંગની 50 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. આજથી કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ આ વર્ષે 1 મહિનો વહેલું પરિણામ આવશે. તેમજ રાજ્યમાં આજથી કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો છે. આજે 1લી એપ્રિલથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. એવું પ્રથમ વખત બની રહ્યું છે કે ધોરણ-12ના પરિણામ આવ્યા પહેલા વિદ્યાર્થીઓ કોલેજમાં નોંધણી કરાવી રહ્યા હોય. સામાન્ય રીતે ધોરણ-12 બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ જે-તે સંબંધિત ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ આ વખતે આ મહિને 19 એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીના કારણે રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું આયોજન વહેલા કરવામાં આવ્યું છે. બોર્ડના પરિણામો સંભવત એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આવી શકે તેવું અનુમાન સરકારી કોલેજમાં એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ) પોર્ટલ પર આજે 1લી એપ્રિલથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા ઉત્તરવહીની તાત્કાલિક ચકાણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાય છે અને પરિણામો મે મહિનાના અંતમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં આવતા હોય છે. જો કે લોકસભા ચૂંટણીના કારણે બોર્ડના પરિણામો સંભવત એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આવી શકે તેવું અનુમાન છે. આજે 1 લી એપ્રિલથી રાજ્યમાં કોલેજમાં એડમિશન મેળવવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે કોલેજના પ્રવેશ માટે પ્રથમ તબક્કાની નોંધણી પ્રક્રિયા થશે. અને તેના બાદ ધોરણ-12ની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 5 દિવસ માટે GCAS પોર્ટલ ઓપન થશે. દરમ્યાન પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ કોઈકારણસર રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં નામાંકન ના ભરી શક્યા હોય તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

ધોરણ-10ના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધો-10નું પરિણામ એક મહિના વહેલું થશે જાહેર
  • 25થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે
  • ધો-10ની પેપર ચકાસણીની કામગીરી 80 ટકા પૂર્ણ

ધોરણ 10ના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ધોરણ 10નું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે. તેમાં 25થી 30 એપ્રિલ વચ્ચે પરિણામ જાહેર થઈ શકે છે. તથા ધો-10ની પેપર ચકાસણીની કામગીરી 80 ટકા પૂર્ણ થઇ છે. તેમજ રિઝલ્ટ પ્રોસેસિંગની 50 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

આજથી કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ

આ વર્ષે 1 મહિનો વહેલું પરિણામ આવશે. તેમજ રાજ્યમાં આજથી કોલેજોમાં પ્રવેશ માટે કોમન એડમિશન પ્રક્રિયાનો આરંભ થઈ રહ્યો છે. આજે 1લી એપ્રિલથી આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. એવું પ્રથમ વખત બની રહ્યું છે કે ધોરણ-12ના પરિણામ આવ્યા પહેલા વિદ્યાર્થીઓ કોલેજમાં નોંધણી કરાવી રહ્યા હોય. સામાન્ય રીતે ધોરણ-12 બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ જે-તે સંબંધિત ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ આ વખતે આ મહિને 19 એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીના કારણે રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનું આયોજન વહેલા કરવામાં આવ્યું છે.

બોર્ડના પરિણામો સંભવત એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આવી શકે તેવું અનુમાન

સરકારી કોલેજમાં એડમિશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ GCAS (ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ) પોર્ટલ પર આજે 1લી એપ્રિલથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા ઉત્તરવહીની તાત્કાલિક ચકાણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાય છે અને પરિણામો મે મહિનાના અંતમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં આવતા હોય છે. જો કે લોકસભા ચૂંટણીના કારણે બોર્ડના પરિણામો સંભવત એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આવી શકે તેવું અનુમાન છે. આજે 1 લી એપ્રિલથી રાજ્યમાં કોલેજમાં એડમિશન મેળવવા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે કોલેજના પ્રવેશ માટે પ્રથમ તબક્કાની નોંધણી પ્રક્રિયા થશે. અને તેના બાદ ધોરણ-12ની પૂરક પરિક્ષાનું પરિણામ જાહેર થયા બાદ 5 દિવસ માટે GCAS પોર્ટલ ઓપન થશે. દરમ્યાન પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ કોઈકારણસર રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં નામાંકન ના ભરી શક્યા હોય તેઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.